Myths Vs Facts : રાત્રે સૂતા અગાઉ પાણી પીવાથી હાર્ટ અટેક નથી આવતો? જાણો આ વાતમાં કેટલું છે સત્ય?
Myths Vs Facts : પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. પર્યાપ્ત માત્રામાં પાણી શરીરને ડિટોક્સ કરે છે
Heart Attack Myth : પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે. પર્યાપ્ત માત્રામાં પાણી શરીરને ડિટોક્સ કરે છે અને ઘણી સમસ્યાઓ દૂર કરે છે. વ્યક્તિએ દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. જો કે, રાત્રે સૂતા પહેલા પાણી પીવા અંગે વિવિધ પ્રકારની સલાહ આપવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે રાત્રે સૂતા પહેલા પાણી પીવાથી હાર્ટ એટેકનો (Heart Attack ખતરો ઓછો થઈ જાય છે.
આવી સ્થિતિમાં 'Myth Vs Facts સીરિઝમાં આજે અમે તમને આ વાતમાં કેટલી સત્યતા છે અને રાત્રે સૂતા પહેલા પાણી પીવું જોઈએ કે નહીં તેની જાણકારી આપીશું.
Myth : રાત્રે સૂતા પહેલા પાણી પીવાથી હાર્ટ એટેક આવતો નથી?
Fact : સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે પાણી પીવું એ સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે, પરંતુ રાત્રે સૂતા પહેલા પાણી પીવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થઈ જાય છે, આ વાતમાં બિલકુલ સત્ય નથી. વ્યક્તિએ આ ભ્રમમાં બિલકુલ રહેવું જોઈએ નહીં. નિષ્ણાંતોનું માનવું છે કે સુગર, કીડની, માઈગ્રેન અને હૃદયના દર્દીઓએ રાત્રે સૂતા પહેલા વધુ પાણી ન પીવું જોઈએ.
આવા લોકોને રાત્રે સંપૂર્ણ ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં પાણી પીવાથી તેઓ વારંવાર પેશાબ કરે છે અને તેમની ઊંઘમાં ખલેલ પહોંચે છે. ઊંઘ ઓછી થવાથી હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વધવું અને વજન વધવા જેવી હૃદયની બીમારીઓ થઈ શકે છે.
Myth : શું યુવતીઓ હૃદયરોગનો શિકાર નથી બનતી?
Fact : એ સૌથી મોટી ગેરસમજ છે કે યુવતીઓ હૃદય સંબંધિત બીમારીઓથી પીડાતી નથી. આ દિવસોમાં યુવાન મહિલાઓ પણ હાર્ટ એટેક અને હૃદયની બીમારીઓનો શિકાર બની રહી છે. બદલાતી જીવનશૈલી અને ખાવાની આદતો આ રોગનું જોખમ વધારી રહી છે.
Myth : શું એસ્પિરિનની ગોળી હાર્ટ એટેકથી બચાવી શકે છે?
Fact : ડોક્ટરોના મતે એ વાતમાં કોઈ સત્ય નથી કે એસ્પિરિનની ગોળીઓ હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે. આના કારણે ઘણી આડઅસર થઈ શકે છે. મનસ્વી રીતે અને ડૉક્ટરની સલાહ વિના એસ્પિરિન લેવાથી શરીરમાં આંતરિક રક્તસ્રાવનું જોખમ વધી જાય છે. હાર્ટ એટેકથી બચવા માટે એસ્પિરિનની ગોળીઓ લેવી ખૂબ જ ખતરનાક બની શકે છે. જેથી તેને લેવાથી ટાળવું જોઈએ.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )