Health: હવે પેરાસીટામોલ લેતા પહેલા ચેતીજજો! 53 દવાઓ ક્વાલિટી ચેકમાં ફેલ, CDSCO રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Health: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન એટલે કે સીડીએસસીઓએ તેનો માસિક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં પેરાસીટામોલ સહિત 53 દવાઓ ગુણવત્તા તપાસમાં ફેલ જાહેર કરવામાં આવી છે.
Health: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ તેના નવીનતમ અહેવાલમાં કેટલીક દવાઓ જાહેર કરી છે જેનો ઉપયોગ સામાન્ય રીતે સારવાર માટે થાય છે. જો કે, આ દવાઓ ગુણવત્તાની તપાસમાં નિષ્ફળ ગઈ છે. આમાં કેટલીક દવાઓનો સમાવેશ થાય છે જેનો સામાન્ય રીતે લોકો ઉપયોગ કરે છે. તેમાં પેરાસિટામોલ, કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ પણ સામેલ છે.
આ દવાઓ ગુણવત્તા તપાસમાં નિષ્ફળ ગઈ
CDSCO દ્વારા નિષ્ફળ જાહેર કરાયેલી દવાઓમાં પેન્ટોસિડ ટેબ્લેટનો પણ સમાવેશ થાય છે. આ દવાનો ઉપયોગ એસિડ રિફ્લક્સની સારવાર માટે થાય છે. આ દવા સન ફાર્મા કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ સિવાય કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ પણ ગુણવત્તાની તપાસમાં પાસ થઈ નથી. તો બીજી તરફ, શેલકલ અને પુલ્મોસિલ ઇન્જેક્શન પણ ગુણવત્તા તપાસમાં નિષ્ફળ ગયા છે. આનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરની સારવારમાં થાય છે. વધુમાં, Alkem હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક Clavam 625 પણ દવાના પરીક્ષણમાં નિષ્ફળ ગઈ.
સીડીએસસીઓએ યાદી બહાર પાડી
સીડીએસસીઓએ નકલી, ભેળસેળવાળી અને ખોટી બ્રાન્ડેડ દવાઓ, તબીબી ઉપકરણો, રસીઓ અને સૌંદર્ય પ્રસાધનોની યાદી બહાર પાડી છે. આમાં પુલ્મોસિલ (સિલ્ડેનાફિલ ઈન્જેક્શન), પેન્ટોસીડ (પેન્ટોપ્રાઝોલ ટેબ્લેટ આઈપી), ઉર્સોકોલ 300 (ઉર્સોડેક્સીકોલિક એસિડ ટેબ્લેટ્સ ઈન્ડિયન ફાર્માકોપીઆ) નો સમાવેશ થાય છે. આ સિવાય પિત્તાશયની પથરીની સારવારમાં ઉપયોગમાં લેવાતી Ursocol 300 ટેબલેટના સેમ્પલ પણ નિષ્ફળ ગયા છે. તો બીજી તરફ, તેનો ઉપયોગ યકૃતના કેટલાક રોગોની સારવારમાં પણ થાય છે. આ દવા સન ફાર્મા કંપનીની છે. ટેલમા એચ (ટેલમિસારટન 40 મિલિગ્રામ અને હાઇડ્રોક્લોરોથિયાઝાઇડ 12.5 મિલિગ્રામ ટેબ્લેટ્સ IP), ડિફ્લાઝાકોર્ટ ગોળીઓ (ડેફાકોર્ટ 6 ગોળીઓ) પણ પરીક્ષણમાં નિષ્ફળ ગઈ.
48 દવાઓ પણ અનફીટ
માહિતી અનુસાર, આ સિવાય CDSCOએ 48 દવાઓની યાદી પણ બહાર પાડી છે જે પ્રમાણભૂત ગુણવત્તાની નથી. આ સાથે જ આ દવાઓ બનાવનાર કંપનીઓએ આ અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. જો કે, દવાના સેમ્પલ ફેલ થવાને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે, આવી દવા પીવાથી દર્દીઓને ઘણી ગંભીર સમસ્યોઓનો સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો...
Health Tips: માથાના દુખાવામાં પેઇન કિવર્સ લો છો તો સાવધાન, જાણો શરીર પર તેની શું થાય છે ગંભીર અસર
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )