Health Tips: 24 વર્ષની ઉંમરે મલ્ટિપલ કાર્ડિયાક અરેસ્ટથી થયું એક્ટ્રેસનું મોત, જાણો શું છે લક્ષણો
Sudden cardiac arrest symptoms and causes: બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી એંડ્રિલા શર્માનું 20 નવેમ્બર રવિવારના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું.
Bengali actress Aindrila Sharma death: બંગાળી ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી એંડ્રિલા શર્માનું રવિવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું છે. એંડ્રિલા માત્ર 24 વર્ષની હતી. કહેવામાં આવી રહ્યું છે કે 15 નવેમ્બરના રોજ એંડ્રિલાને મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા. જેના પછી તેમને CPR પણ આપવામાં આવ્યું હતું, પરંતુ તે પછી મોડી રાત્રે તેને બીજો હુમલો આવ્યો હતો. જેના લીધે તેનું મોત થયું હતું. મળતી માહિતી મુજબ 1 નવેમ્બરના રોજ અભિનેત્રીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તે ઘણા દિવસોથી વેન્ટિલેટર પર હતી. એંડ્રિલા શર્મા પણ કેન્સર સર્વાઈવર હતી. તેણે કેન્સર જેવી ખતરનાક બીમારીને બે વખત હરાવી હતી.
આજના સમયમાં નાની ઉંમરમાં કાર્ડિયાક અરેસ્ટનું જોખમ વધી ગયું છે. ઘણી વખત લોકો કાર્ડિયાક અરેસ્ટના લક્ષણોને સામાન્ય ગણીને તેની અવગણના કરે છે. જે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કાર્ડિયાક અરેસ્ટ એટલે શું? તેના લક્ષણો શું છે અને તેનાથી બચવા માટે શું ધ્યાન રાખબુ જોઈએ
કાર્ડિયાક અરેસ્ટ શું છે?
કાર્ડિયાક અરેસ્ટ એ જીવન માટે જોખમી સ્થિતિ છે જેમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. જો હૃદય કામ કરવાનું બંધ કરી દે તો તે લોહીને પંપ કરવામાં અસમર્થ છે અને થોડી જ વારમાં તેની અસર આખા શરીર પર દેખાવા લાગે છે. કટોકટીમાં કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન (CPR) અને ડિફિબ્રિલેશન કાર્ડિયાક અરેસ્ટમાં થોડી મદદ કરી શકે છે. CPR તમારા ફેફસાંમાં પૂરતો ઓક્સિજન જાળવી રાખે છે. જો સીપીઆર અને ડિફિબ્રિલેટર સમયસર ઉપલબ્ધ હોય તો કાર્ડિયાક અરેસ્ટથી જીવન બચાવી શકાય છે.
કાર્ડિયાક અરેસ્ટના લક્ષણો
કાર્ડિયાક અરેસ્ટ પહેલા શરીરમાં દેખાય છે આ લક્ષણો-
- બેભાન થવું
- ધબકારા વધવા
- છાતીનો દુખાવો
- ચક્કર
- શ્વાસ લેવામાં તકલીફ
- ઉલટી
- પેટ અને છાતીમાં દુખાવો
કાર્ડિયાક અરેસ્ટ કેમ અચાનક આવે છે?
કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેકથી અલગ છે. હાર્ટ એટેકમા હૃદયના એક ભાગમાં લોહી પહોંચતું બંધ થઈ જાય છે જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. હૃદયરોગનો હુમલો ક્યારેક ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખલેલ પેદા કરી શકે છે જે અચાનક કાર્ડિયાક અરેસ્ટ તરફ દોરી જાય છે.
જ્યારે કાર્ડિયાક અરેસ્ટ આવે છે ત્યારે શ્વાસ લેવામાં ઘણી તકલીફ થાય છે અને બેહોશ થઈ જવાય છે. આ હૃદયની ઇલેક્ટ્રિક સિસ્ટમમાં ખલેલને કારણે છે. તેના કારણે હૃદયની પમ્પિંગ ક્રિયામાં વિક્ષેપ પડે છે અને શરીરમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે.
કાર્ડિયાક અરેસ્ટનું સૌથી વધુ જોખમ કોને હોય છે?
હેલ્થ એક્સપર્ટના મતે આવી ઘટનાઓ સામાન્ય રીતે 35-40 વર્ષની ઉંમરમાં પણ જોવા મળે છે. પરંતુ હવે યુવાનોમાં પણ આ રોગનું જોખમ ઘણું વધી ગયું છે. આવી સ્થિતિમાં કાર્ડિયાક અરેસ્ટ માટે આ કારણો જવાબદાર છે-
1. ધૂમ્રપાન
2. ખરાબ કોલેસ્ટ્રોલ
3. હાઈ બ્લડ પ્રેશર
4. ડાયાબિટીસ
5. માનસિક અને સામાજિક તણાવ
6. કામ ન કરવું
7. સ્થૂળતા
8. શાકભાજી અને ફળો ઓછા ખાવા
9. વધુ પડતા દારૂનું સેવન કરવું
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )