Health: સ્વાસ્થ્ય જ નહિ સૌદર્યવર્ધક છે આ ફળ, વેઇટ લોસમાં પણ કારગર, સેવનથી થાય છે 8 ગજબ ફાયદા
જાંબુના સેવનથી સાંધાના દુખાવોમાં રાહત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે. જાંબુમાં મોજૂદ આયરન લોહીને શુદ્ધ કરીને ત્વચાને કાંતિમય બનાવે છે.
Health: જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. તે મે અને જૂનમા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે. જાંબુ અનેક રોગમાં હિતકારી છે.
જાંબુના સેવનથી સાંધાના દુખાવોમાં રાહત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે. ઉપરાંત ચહેરા પર ડાઘ ઘબ્બા થઇ જતાં હોય તો પણ જાંબુનું સેવન ઉત્તમ છે. જાંબુમાં મોજૂદ આયરન લોહીને શુદ્ધ કરીને ત્વચાને કાંતિમય બનાવે છે. ડાયાબિટીઝથી માંડીને ઇમ્યુનિટી બૂસ્ટર છે આ કાળા જાંબુ, કાળાં જાંબુ લોહીની કમીને પૂર્ણ કરીને આપે છે આ જબરદસ્ત ફાયદો
પાચન સંબંધિત સમસ્યા પણ જાંબુના સેવનથી સુધરે છે. જાંબુ વિટામિમ સી અને આયરનથી ભરપૂર છે. જાંબુ હિમોગ્લોબીન વધારે છે. શરીરમાં હિમોગ્બોલિનની માત્રા વધતાં ઓક્સિજન વહનની ક્ષમતા વધી જાય છે.
જાંબુંમાં એસ્ટ્રીજન્ટ ગુણ છે. જે ત્વચાના સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ખીલની સમસ્યા પણ દૂર થાય છે. જો ત્વચા તૈલીય હોય તો જાંબુનું સેવન ચોક્કસ કરો. જાંબુ સ્કિનની સમસ્યાઓને દૂર કરે છે.
જાંબુમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને કેલોરી ખૂબ જ ઓછી હોય છે. તેમાં વિટામિન –સી, ફોસ્ફરસ, મેગ્નિશ્યમ અને ફોલિક એસિડ મોજૂદ છે. તેથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે. જાંબુ વજન ઓછું કરવામાં પણ મદદગાર છે.
જાંબુમાં મિનરલ, એન્ટીઓક્સિડન્ટ, વિટામિન હોય છે. જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરીને ઇમ્યનિટીને વધારે છે.
ત્વચાની જેમ તે આંખો માટે પણ ઉપકારક છે. જાંબુમાં વિટામિન ઇ, સી મોજૂદ છે. જે આંખોની રોશની વધારવામાં કારગર છે.
જાંબુ ડાયાબિટીશમાં કારગર ફળ છે. તે વારંવારે પેશાબ જવાની વારંવાર તરસ લાગવાની સમસ્યાથી છૂટકારો આપે છે. અને ડાયાબિટીશની લક્ષણોને ઠીક કરે છે. જાંબુમાં લો ગ્લાઇસેમિક હોય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. જાંબુના ઝાડના પાન અને છાલ ડાયાબિટીશની દવા માટે પણ ઉપયોગી છે.
પોટેશિયમથી ભરપૂર જાંબુ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ કારગર છે. 100 ગ્રામ જાંબુમાં 55 મિલિગરામ પોટેશિયમ હોય છે. જાંબુ હાર્ટ સ્ટ્રોકના જોખમને ઘટાડે છે. ધમનીને સ્વસ્થ રાખે છે.
જાંબુમાં એન્ટી બેક્ટિરિયલ એન્ટી ઇન્ફેકિટવ એન્ટી મલેરિયલ ગુણ હોય છે. જાંબુમાં મેલિક એસિડ, ટેનિન, ગેલિક એસિડ, ઓક્સેલિક એસિડ અને બેટ્યૂલિક એસિડ પણ હોય છે. જાંબુ શરીરને કોમન ઇન્ફેકશનથી દૂર રાખે છે. .........
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )