Protein Benefits : આ લક્ષણો દર્શાવે છે પ્રોટીનની ઉણપ, જાણો કમીથી શું થાય છે નુકસાન
હાડકાંને મજબૂત કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જાણો પ્રોટીનના 5 ફાયદા અને પ્રોટીનની ઉણપના લક્ષણો શું છે?
Protein Benefits :હાડકાંને મજબૂત કરવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ પ્રોટીન ખૂબ જ જરૂરી છે. જાણો પ્રોટીનના 5 ફાયદા અને પ્રોટીનની ઉણપના લક્ષણો શું છે?
1- આપણા શરીરમાં સ્નાયુઓને મજબૂત બનાવવા માટે પ્રોટીન જરૂરી છે. વજન ઘટાડવા અને વર્કઆઉટ દરમિયાન સ્નાયુઓને નબળા પડવા અને નુકસાનથી બચાવવા માટે પણ પ્રોટીનની જરૂર પડે છે.
2- જો તમે ઓછી ચરબી અને કાર્બોહાઇડ્રેટ લેતા હોવ તો તમારે પ્રોટીનનું સેવન વધારવું જોઈએ. પ્રોટીન શરીરમાં ઘણી એનર્જી રાખે છે. પ્રોટીન ત્વરિત ઊર્જા પ્રદાન કરે છે જે તમને દિવસભર સક્રિય રાખે છે.
3- હાડકાના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ પ્રોટીન મહત્વપૂર્ણ છે. પ્રોટીનનું સેવન ઓસ્ટીયોપોરોસીસનું જોખમ ઘટાડે છે. હાડકાની ઘનતા જાળવવા માટે પણ પ્રોટીન જરૂરી છે.
4- પ્રોટીનનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં ટી સેલ, બી સેલ અને એન્ટિબોડીઝ બને છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. પ્રોટીન બ્લડ પ્રેશર ઘટાડવામાં પણ મદદ કરે છે. આ ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.
5- પ્રોટીનના સેવનથી ભૂખ જલ્દી નથી લાગતી. તમને વારંવાર ભૂખ નથી લાગતી. પ્રોટીન મગજ અને પેટને પણ સારું રાખે છે. પ્રોટીન શરીરની ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે.
પ્રોટીનની ઉણપના લક્ષણો
- પ્રોટીનની ઉણપને કારણે વાળ શુષ્ક, નિર્જીવ અને ખરવા લાગે છે. પ્રોટીનની ઉણપને કારણે ચહેરા અને પેટમાં સોજો આવવા લાગે છે.
પ્રોટીનની ઉણપને કારણે માંસપેશીઓમાં દુખાવો અને હાડકાની નબળાઈ શરૂ થાય છે. - શરીરમાં ખૂબ જ થાક, નબળાઈ અને ઉર્જાનો અભાવ રહે છે.
- પ્રોટીનની ઉણપથી નખમાં ઈન્ફેક્શન અને નખ તૂટી જાય છે.
- પ્રોટીનની ઉણપ લંબાઈને અસર કરે છે. રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. શરીરમાં નવા કોષોનું નિર્માણ અટકાવે છે
Weight Loss: આ શાક વજન ઘટાડવાની સાથે ગેસ અને કબજિયાતની સમસ્યાથી પણ આપશે છુટકારો
Bottlegourd For Belly Fat: પેટની ચરબી ઘટાડવા માટે દુધીનો ઉપયોગ કરો. આહારમાં દુધીનો સમાવેશ કરવાથી ગેસ અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓમાં પણ રાહત મળશે.
સ્થૂળતા ઘટાડવા માટે ડાયટમાં દુધીનો સમાવેશ કરવો જોઈએ. આ એક એવું શાક છે જે આપને આખા વર્ષ દરમિયાન સરળતાથી મળી જશે. દુધીનું શાક ખાવામાં ભલે બહુ સ્વાદિષ્ટ ન લાગે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આપ ખાલી પેટ તેનું જ્યુસ પણ પી શકો છો. સૂપનું પણ સેવન કરી શકો છો.
દૂધી ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળે છે. તેમાં વિટામિન B ભરપૂર માત્રામાં હોય છે. તે મોટાબિલિઝમ રેટ વધારવામાં મદદ કરે છે. તેના સેવનથી પાચનતંત્ર મજબૂત બને છે. દુધીની વિશેષતા એ છે કે તે ભૂખને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે. જે લોકો દુધી ખાય છે તેમને ગેસ અને કબજિયાતની સમસ્યા નથી થતી.
દુધી વજન ઘટાડવામાં મદદ કરે છે
જો આપ સ્થૂળતા ઘટાડવા ઈચ્છો છો અને ડાયટ પર છો તો ડાટયટમાં દુધીનું સેવન શાકને અવશ્ય સામેલ કરો. જો તમે ઇચ્છો તો, તમે ઓછા તેલ અને મસાલા સાથે એક શાક બનાવીને રાત્રિભોજનમાં માત્ર દૂધી ખાઈ શકો છો. દુધીનું શાક ખૂબ ખાધા પછી પણ તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે. દૂધી ફાઈબરનો સારો સ્ત્રોત છે, તેથી તે સરળતાથી પેટ ભરે છે. દૂધી ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
ગોળમાં આ પોષક તત્વો હોય છે
દૂધીમાં વિટામિન બી, વિટામિન સી, વિટામિન એ, વિટામિન કે, વિટામિન ઇ, ફોલેટ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. દૂધી ફાઈબર અને પાણીનો પણ સારો સ્ત્રોત છે.દૂધી ખાવાથી મેટાબોલિક રેટ વધારે છે. દૂધીમાં સંતૃપ્ત ચરબી હોય છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. દૂધી ખાવાથી દિવસભર એનર્જી જળવાઈ રહે છે. ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં દૂધી ખૂબ જ ફાયદાકારક શાક છે.
વજન ઘટાડવા માટે બોટલ ગૉર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો
આપ દુધીને બાફીને તેને ગ્રાઇન્ડ કરી દો બાદ તેલમાં હીંગ અને જીરૂ નાખીને તને વધારી લો. આપ તેમાં ટામેટું પણ ઉમેરી શકો છે. વેઇટ લોસમાં કારગર છે.
Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )