Health: શરીરની બધી જ ગંદકી બહાર ફેંકી દેવાની સાથે ગ્લોઇંગ સ્કિન અને વજન પણ ઘટાડે છે આ જાદુઇ ડિટોક્સ ડ્રિન્ક
એવા ઘણા ડિટોક્સ ડ્રિંક્સ છે જે શરીરને આંતરિક અને બાહ્ય રીતે લાભ આપે છે. અહીં કેટલાક એવા ડિટોક્સ ડ્રિંક્સનો પણ ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જેને ઘરે સરળતાથી બનાવી શકાય છે.
Detox Drinks: ઘણી વખત શરીરમાં વિવિધ પ્રકારના ટોક્સિન્સ જમા થવા લાગે છે. આવી સ્થિતિમાં શરીર ડિટોક્સિફાય થાય છે. શરીર સમય સમય પર પરસેવો, પેશાબ, લીવર અને સ્ટૂલ દ્વારા પોતાને ડિટોક્સિફાય કરે છે. પરંતુ, આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે, આહારમાં કેટલાક ફેરફારો કરી શકાય છે. અહીં કેટલાક એવા ડિટોક્સ ડ્રિંક્સનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે જે ઘરે બનાવવા માટે સરળ છે અને તે શરીરમાંથી વિશાક્તને દૂર કરે છે અને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. આ પીણાં બનાવવામાં સરળ છે અને તેને પીવાથી પેટનું ફૂલવું, ગેસ, માથાનો દુખાવો, ઉબકા, મોર્નિંગ સિકનેસ, કબજિયાત અને ત્વચા સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે. ડિટોક્સ પીણાં ચયાપચયને વેગ આપવા અને વજન ઘટાડવામાં પણ અસરકારક છે
કાકડી-ફૂદીનાનું પીણું - ઉનાળામાં પાણીની વધુ માત્રા ધરાવતી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ફુદીનો શરીરને તાજગી પણ આપે છે. આ બંનેને ભેળવીને અને ઉપર થોડો લીંબુનો રસ ઉમેરીને ડિટોક્સ પીણું બનાવી શકાય છે. આ પીણું પીવાથી શરીરને ઘણા એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે જે હાનિકારક ફ્રી રેડિકલને પણ દૂર રાખે છે.
આદુ અને હળદરની ચા – થોડી ગરમ કરો તેમાં આદુનો ટુકડાને છીણીને નાખો તેમાં થોડી હળદર અથવા કાચી હળદર નાખીને પાણીને ઉકાળો. હવે તેને ગાળીને કપમાં કાઢી લો, આદુ અને હળદરની ચા તૈયાર છે. આ ચા શરીરને ડિટોક્સિફાય કરે છે.
તરબૂચ પીણું - તાજા તરબૂચના ટુકડાને મિક્સ કરો અને તેમાં લીંબુનો રસ ઉમેરો. તમારું હાઇડ્રેટિંગ અને રિફ્રેશિંગ ડિટોક્સ ડ્રિંક તૈયાર છે. આ પીણામાંથી શરીરને એન્ટી-ઓક્સીડેન્ટ અને લાઈકોપીન મળે છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ શરીરમાંથી સોજાને પણ દૂર કરે છે. જે વેઇટલોસમાં કારગર છે.
લીંબુ પાણી - ચયાપચયને વેગ આપવા, પાચન સુધારવા અને શરીરને ડિટોક્સિફાય કરવા માટે લીંબુ પાણી તૈયાર કરીને પી શકાય છે. હંમેશની જેમ લીંબુનું શરબત બનાવો પરંતુ ઠંડા પાણીને બદલે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. કારણ કે હૂંફાળું પાણી શરીરને વધુ સારી રીતે ડિટોક્સ કરે છે. એક ગ્લાસ ગરમ પાણી લો અને તેમાં અડધા લીંબુનો રસ નીચોવો. તમે તમારી સવારની શરૂઆત આ પાણીથી કરી શકો છો.
ધાણાનું પાણી - ધાણાનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચારમાં ખૂબ જ થાય છે. ધાણાના એન્ટી-ઓક્સીડેન્ટ્સ તેના પીણાને સારું ડિટોક્સ ડ્રિંક બનાવે છે. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી કોથમીર નાખીને પાણી ઉકાળો અથવા આખા ધાણા હોય તો તે પણ લઇ શકાય. આ પાણીને ગાળીને ગરમ ગરમ પીવો. આ પાણીની અસર વજન ઘટાડવામાં પણ મદદ કરશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )