શોધખોળ કરો

Health:કલાકો સુધી એક જગ્યાએ બેસી રહેવાથી અને ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી થાય છે આ ગંભીર બીમારી

નિષ્ણાતો કહે છે કે સતત બેસીને કામ કરવાને બદલે, તમારે દર કલાકે 5-10 મિનિટ ચાલવું અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ.

Health:આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે, જેમાં મોટાભાગના  લોકોને કલાકો સુધી બેસીને ઓફિસનું કામ કરવું પડે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને લાંબા સમય સુધી બેસીને ટીવી જોવાની કે મોબાઈલનો ઉપયોગ કરવાની આદત હોય છે. શું તમે જાણો છો કે સતત બેસી રહેવાથી અને કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરવાને કારણે શરીરમાં અનેક ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે ઘણા કલાકો સુધી સતત બેસી રહેશો તો તમને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ સહિત અનેક બીમારીઓનું ગંભીર જોખમ વધે છે.

નિષ્ણાતો કહે છે કે સતત બેસીને કામ કરવાને બદલે, તમારે દર કલાકે 5-10 મિનિટ ચાલવું અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. જે લોકો કલાકો સુધી બેસી રહે છે અને વચ્ચે-વચ્ચે ઉઠવાનો પ્રયાસ કરતા નથી, તેમને હૃદય રોગનો ખતરો વધુ રહે છે. જણાવી દઈએ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.

એથરોસ્ક્લેરોસિસ

 એથરોસ્ક્લેરોસિસ એવી સ્થિતિ છે, જેમાં ધમનીઓ સંકોચવા લાગે છે અને સખત બની જાય છે. જેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ પણ પ્રભાવિત થાય છે. એથરોસ્ક્લેરોસિસને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ પણ કહેવામાં આવે છે. એથરોસ્ક્લેરોસિસમાં, સ્ટ્રોક, પેરિફેરલ વેસ્ક્યુલર રોગ અને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે.

ડીપ વેઈન થ્રોમ્બોસિસ

 ડીપ વેઈન થ્રોમ્બોસીસના રોગમાં નસોની અંદર લોહી જામવા લાગે છે. જો કે, શરીરની કોઈપણ નસમાં લોહી જામી શકે છે. જોકે ડીપ વેઈન થ્રોમ્બોસિસ સામાન્ય રીતે શરીરના નીચેના ભાગને અસર કરે છે.

 હાઈ બ્લડ પ્રેશર

લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહે છે. હાઈ બ્લડ પ્રેશર એક ચિંતાજનક સ્થિતિ છે કારણ કે તે હાર્ટ એટેક, સ્ટ્રોક, હૃદય રોગ, કિડનીની સમસ્યાઓ, લીવર સમસ્યાઓ વગેરે તરફ દોરી શકે છે.

સ્થૂળતા

લાંબા સમય સુધી બેસી રહેવાથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. કારણ કે તમે તમારું કામ એક જ જગ્યાએ બેસીને કરો છો અને વિવિધ પ્રકારની ખાદ્યપદાર્થો ખાઓ છો. એવા ઘણા લોકો છે જેઓ બેસીને બેઠા બેઠા કામ કરતા -કરતા બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાય છે. તેમનામાં સ્થૂળતાનું જોખમ વધારે હોય  છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Embed widget