કાળઝાળ ગરમીમાં સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યા બાદ ના કરો આ ભૂલ, બગડી જશે તબિયત
ઉનાળાની ઋતુ છે અને આ સમયે લોકો સ્વિમિંગ પુલમાં ન્હાવા જાય છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ પૂલમાં ન્હાવાનો આનંદ માણે છે
![કાળઝાળ ગરમીમાં સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યા બાદ ના કરો આ ભૂલ, બગડી જશે તબિયત Useful Swimming Pool Safety Tips for Summer કાળઝાળ ગરમીમાં સ્વિમિંગ પુલમાં સ્નાન કર્યા બાદ ના કરો આ ભૂલ, બગડી જશે તબિયત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/29/09465c9be9b86e71aac21cc0b2745acb1688023165317345_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઉનાળાની ઋતુ છે અને આ સમયે લોકો સ્વિમિંગ પુલમાં ન્હાવા જાય છે. બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક વ્યક્તિ પૂલમાં ન્હાવાનો આનંદ માણે છે, પરંતુ આ કાળઝાળ ગરમી અને તડકામાં સ્નાન કરતી વખતે અને સ્નાન કર્યા પછી ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તબીબોનું કહેવું છે કે લોકોએ સ્વચ્છ પૂલમાં જ સ્નાન કરવું જોઈએ. જો પૂલનું પાણી સહેજ પણ ગંદુ હોય તો ચેપનું જોખમ રહેલું છે. ખાસ કરીને નાના બાળકોમાં આ ચેપનું જોખમ વધારે હોય છે.
દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલમાં સીનિયર રેસિડેન્ટ ડૉક્ટર અંકિત કુમાર કહે છે કે તડકામાં તમારે સ્નાન કર્યા પછી તમારા સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે. આવું ન કરવાથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતા પહેલા શરીરને હાઇડ્રેટેડ રાખવું જરૂરી છે. આ માટે ચોક્કસપણે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. સ્નાન કરતી વખતે પૂલનું પાણી ગળી જશો નહીં. આમ કરવાથી પેટ સંબંધિત બીમારીઓ થઈ શકે છે. કારણ કે પૂલના પાણીમાં ક્લોરિન હોય છે. જો તમે તેને પીશો તો તેનાથી પેટમાં ઈન્ફેક્શન થઈ શકે છે.
સ્નાન કરતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો
તડકામાં અથવા બહારના ગરમ હવામાનને કારણે ક્યારેય સીધા પૂલમાં જઈને સ્નાન ન કરો. કારણ કે આ શરીરના તાપમાનને અસર કરી શકે છે. પૂલમાં ન્હાતા પહેલા થોડી વાર ચાલવાનો પ્રયત્ન કરો અને પછી થોડી વાર પૂલમાં પગ રાખીને બેસો. આ તમારા શરીરનું તાપમાન પૂલના પાણીના સ્તર પર લાવશે. જેના કારણે ન્હાતી વખતે કે પછી કોઈ સમસ્યા નહીં થાય.
ઇન્ડોર પૂલમાં ડૂબકી લગાવો
ડૉ. અંકિત જણાવે છે કે કેટલાક લોકો ઘણા કલાકો સુધી પૂલમાં સ્નાન કરે છે. આ સમયગાળા દરમિયાન શરીરનું તાપમાન ઘટે છે, પરંતુ જો પૂલ ખુલ્લા આકાશમાં હોય અને સૂર્યનો પ્રકાશ સીધો પડતો હોય ત્યારે જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા પછી લાંબા સમય સુધી તડકામાં ઊભો રહે છે, તો તેના કારણે તાપમાન અચાનક વધી શકે છે. જે ડિહાઇડ્રેશન અથવા હીટ સ્ટ્રોકનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઇન્ડોર સ્વિમિંગ પુલમાં જવાનો પ્રયાસ કરો. જો તમે આઉટડોર પૂલ પર જઈ રહ્યા છો તો લાંબા સમય સુધી સ્નાન ન કરો અને સ્નાન કર્યા પછી કોઇ શેલ્ટરવાળા સ્થળ પર જતા રહો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)