ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
2025 ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડની જીતે યજમાન પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરી દીધું.

Pakistan Out From 2025 Champions Trophy: 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનું યજમાન પાકિસ્તાન હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડની જીતે યજમાન પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર કરી દીધું. પાકિસ્તાનને ટૂર્નામેન્ટની તેની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી બીજી મેચમાં પણ ભારતે તેને હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાનની ટીમની આશા બાંગ્લાદેશથી હતી, પરંતુ બાંગ્લાદેશની ટીમ આજે ન્યુઝીલેન્ડ સામે હારી ગઈ હતી. આ સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા. રાવલપિંડીમાં ન્યુઝીલેન્ડે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું હતું.
Heroics from Michael Bracewell and Rachin Ravindra guide New Zealand to a win over Bangladesh 👏#ChampionsTrophy #BANvNZ 📝: https://t.co/EUWoijE9q9 pic.twitter.com/Fl49n8uFxT
— ICC (@ICC) February 24, 2025
આ મેચમાં પ્રથમ રમત રમીને બાંગ્લાદેશે 50 ઓવરમાં 9 વિકેટે 236 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે રચિન રવિન્દ્રની 112 રનની જોરદાર સદીની મદદથી 46.1 ઓવરમાં લક્ષ્યનો પીછો કરી લીધો હતો. રચિન ઉપરાંત ટોમ લાથમે પણ અડધી સદી ફટકારી હતી. તેણે 55 રનની ઇનિંગ રમી હતી. ICC ODI ટૂર્નામેન્ટની માત્ર 11 ઇનિંગ્સમાં રચિન રવિન્દ્રની આ ચોથી સદી હતી.
તમને જણાવી દઈએ કે ભારત સામેની હાર બાદ એ નક્કી થઈ ગયું હતું કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ જશે. હવે માત્ર સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે યજમાન ટીમ બહાર છે. ચેમ્પિયન્સ ટ્રોફીનું મોડલ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે દરેક મેચ લગભગ નોકઆઉટ જેવી હોય.
સેમિફાઇનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ
હવે ભારત અને ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશી ગયા છે. બાંગ્લાદેશની હાર સાથે ગ્રુપ Aની બે ટીમો નક્કી થઈ ગઈ છે. હવે ગ્રુપ-બીમાંથી બે ટીમો આવશે અને ત્યારબાદ 4 માર્ચથી સેમિફાઇનલ મેચો રમાશે. ભલે ભારત અને ન્યુઝીલેન્ડે સેમીફાઈનલમાં પોતપોતાની જગ્યાઓ નિશ્ચિત કરી લીધી હોય, પરંતુ બંને પ્રથમ સ્થાન માટે 2 માર્ચે દુબઈમાં એકબીજાનો સામનો કરશે. ગ્રૂપ-બીમાં હજુ પણ રોમાંચ બાકી છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ પોતાની પ્રથમ મેચ જીતી છે. જોકે, હજુ સુધી કોઈએ સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું નથી.
'20 વર્ષ સુધી રમવાનું છે બેટા..', વસીમ અકરમે ભારતીય બેટ્સમેનને ગળે લગાવીને લૂંટાવ્યો પ્રેમ, VIDEO
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
