(Source: ECI/ABP News/ABP Majha)
આ કારણે વેજિટેરિયન લોકો પણ ખાઇ શકે છે આ મીટ, સેવનથી થાય છે આ ગજબ ફાયદા
Health Tips : શાકાહારીઓ પ્લાન્ટસ બેઇઝ્ડ મીટ ખાઈ શકે છે. તે વિવિધ શાકભાજી અને કઠોળમાંથી તૈયાર કરવામાં આવે છે. આવો જાણીએ આ મીટની વિશેષતા અને ફાયદા
Health Tips : શાકાહારીઓ પ્લાન્ટસ બેઇઝ્ડ મીટ ખાઈ શકે છે. તે વિવિધ શાકભાજી અને કઠોળમાંથી તૈયાર કરવામાં આવે છે. આવો જાણીએ આ મીટની વિશેષતા અને ફાયદા
મોટા ભાગના શાકાહારીઓ મીટનું નામ સાંભળતાં જ શૂગ અનુભવે છે. પરંતુ શું તમે જાણો છો કે, વેજિટેરિયન પ્લાન્ટ આધારિત મીટસ પણ ખાઈ શકે છે. આપણામાંના ઘણા એવા છે જેઓ માને છે કે પ્રાણી ઉત્પાદનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ છોડ આધારિત મીટ પણ ખૂબ આરોગ્યપ્રદ હોઈ શકે છે. તેનો સ્વાદ પ્રાણીના મીટ જેવો હોય છે. હાલ મોટી સંખ્યામાં માંસાહારી લોકો પણ આ પ્લાન્ટ મીટ તરફ વળ્યા છે. આપ પ્લાન્ટ્સ બેઇઝ્ડ મીટ ઑનલાઇન અથવા બજારમાંથી ખૂબ જ સરળ રીતે ખરીદી શકો છો. ચાલો જાણીએ કે, છોડ આધારિત માંસ શું છે અને તેની વિશેષતા શું છે?
છોડ આધારિત માંસ શું છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છોડ આધારિત માંસ છોડમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં શાકભાજી અને ફળોમાંથી મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું ટેક્સચર અને સ્વાદ બિલકુલ એનિમલ પ્રોડક્ટ્સ જેવો છે.
ખાતી વખતે આપને રિયલ મીટ જેવો અનુભવ થાય છે. નિષ્ણાતો માને છે કે, પ્લાન્ટ બેઇઝ્ડ મીટ પ્રાણીઓના માંસ અથવા ઉત્પાદનો કરતાં વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. ભૂતકાળમાં કરવામાં આવેલા ઘણા અભ્યાસોમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્લાન્ટ બેઇઝડ મીટથી ન માત્ર સ્વાસ્થ્યને સુધારી શકાય છે, પરંતુ તે પર્યાવરણને સુરક્ષિત રાખવામાં પણ ફાયદાકારક સાબિત થાય છે.
શું શાકાહારીઓ પણ આ માંસ ખાઈ શકે છે?
વનસ્પતિ આધારિત માંસ શાકાહારીઓ પણ ખાઈ શકે છે. આ માંસ ઘઉંના ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય, ટોફુ, સોયા, વટાણા પ્રોટીન, નાળિયેર તેલ, બટાકાની સ્ટાર્ચ, કઠોળ, દાળ અને બીજમાંથી તૈયાર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, શાકાહારીઓ આ ઉત્પાદનો સરળતાથી ખાઈ શકે છે. કેટલાક ઉત્પાદનોમાં ઇંડાનો ઉપયોગ પણ થાય છે. તેથી, જો તમે ઈંડા નથી ખાતા, તો કોઈ પણ ખાદ્યપદાર્થ લઈને તેને ચોક્કસથી તપાસ જો
પ્લાન્ટ આધારિત મીટના ફાયદા
પ્લાન્ટ આધારિત મીટ ડાયાબિટીસ, હાયપરટેન્શન, હૃદય રોગ સામે રક્ષણ આપી શકે છે.જો કે, ધ્યાનમાં રાખો કે આ ઉત્પાદનોમાં સોડિયમની માત્રા વધુ હોય છે, તેથી તેનો વધુ સેવન હાનિકારક પણ સાબિત થાય છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )