Fasting Diet: શું ફાસ્ટિંગથી વજન ઓછું થાય છે, જાણો શું કહે છે રિસર્ચ
Dieting Tips: હાલ ઉપવાસ કરીને વજન ઘટાડવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. આમાં તમારે કેલેરી પર ધ્યાન ન આપતા સમય પર ધ્યાન આપવાનું હોય છે. જાણીએ, શું તેનાથી ખરેખર વજન ઘટે છે?
Dieting Tips: હાલ ઉપવાસ કરીને વજન ઘટાડવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે. આમાં તમારે કેલેરી પર ધ્યાન ન આપતા સમય પર ધ્યાન આપવાનું હોય છે. જાણીએ, શું તેનાથી ખરેખર વજન ઘટે છે?
આજકાલ ઇન્ટરમિટેટ ફાસ્ટિંગનો ક્રેઝ વધ્યો છે. બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને સામાન્ય લોકો પણ આ ડાયટ ફોલો કરી રહ્યા છે. તાજેતરમાં, કોમેડિયન ભારતી સિંહથી લઈને રામ કપૂર અને અભિનેત્રીથી માંડીને સ્મૃતિ ઈરાનીએ પણ આવી જ રીતે વજન ઘટાડ્યું છે. ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ દરમિયાન, તમારે ફક્ત નિર્દિષ્ટ સમય દરમિયાન જ ખાવાનું હોય છે. આમાં કેલરીની ગણતરી કરવામાં આવતી નથી, પરંતુ સમયની ગણતરી કરવામાં આવે છે. ચાલો જાણીએ કે શું ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ વેઇટ લોસમાં મદદ કરે છે.
ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગને લઇને થયું રિસર્ચ
લંડનની નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાં કેટલાક લોકો પર એક સંશોધન કરવામાં આવ્યું હતું. જે બાદ સંશોધનમાં સામેલ ન્યુટ્રિશન અને એક્સરસાઇઝ ફિઝિયોલોજીના વરિષ્ઠ લેક્ચરર ડેવિડ ક્લેટને કહ્યું છે કે, તાજેતરના એક અભ્યાસમાં આ વાત સામે આવી છે કે, ઇન્ટરમિટેટ ફાસ્ટિંગ અન્ય ડાયટ પ્લાન કરતા વધુ સરળ અને કારગર છે. આ સંશોધનમાં એક વર્ષ દરમિયાન લોકોને અલગ-અલગ ડાયટ પર રાખવામાં આવ્યા હતા. જેમાં વૈકલ્પિક દિવસના ઉપવાસનો અર્થ છે કે તમે દર બીજા દિવસે ઉપવાસ કરશો અથવા કેલરીની ગણતરી કરશો. આ સિવાય, 5:2 ડાયેટિંગ એટલે કે અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય ખોરાક ખાશે અને 2 દિવસ ઓછી કેલરી લેશે એટલે કે ઉપવાસ કરશો. આ ઉપરાંત, તમે માત્ર એક નિશ્ચિત સમયે જ કેલરી લેશો, જેમ કે તમે માત્ર આઠ કલાકમાં જ ભોજન કરશો અને બાકીના 16 કલાક ઉપવાસ કરશો. જેને ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ કહે છે.
ફાસ્ટિંગ ડાયટના નુકસાન
જો કે વજન ઘટાડવાની આ એક સરળ રીત છે, પરંતુ ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ અથવા અન્ય ઉપવાસ પદ્ધતિઓથી થતા વજનમાં ઘટાડો તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. તેનાથી મસલ્સ માસ ઓછું થાય છે. જે શરીરને નબળું બનાવે છે. લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે આપણી ચરબી ઘટાડવી જરૂરી છે, માંસપેશીઓ નબળા પડવાથી સમસ્યાઓ શરૂ થાય છે. આ ઉપવાસ કસરત દરમિયાન, તમે જોઈએ તેટલી કેલરી બર્ન કરતા નથી. આ રીતે શરીરમાં નબળાઈ આવે છે અને આપણે વજન ઉતરવા માટે એક્સરસાઇઝ પણ નથી કરી શકતાં
ફાસ્ટિંગ ડાયટના ફાયદા
ફાસ્ટિંગ ડાયટમાં તમે જલ્દી ખાવ છો. જો જો તમે સાંજે 4 વાગ્યા પછી વધુ કેલરી ઇનટેક નથી કરતા તો તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. આનાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. દૈનિક કેલરી નિયંત્રણ કરવાથી કોલેસ્ટ્રોલ પણ ઓછું થાય છે. ખોરાક વહેલો ખાવાથી પાચનક્રિયા સારી રહે છે અને પોષક તત્વો પચવામાં વધુ સમય મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )