શોધખોળ કરો

Omicron: કોવિડ-19નો ઓમિક્રોન વેરિયન્ટનો ફેલાવો, કોરોનાના અંતના છે સંકેત, ભારતમાં અંત ક્યારે, જાણો આ વિશે એક્સ્પર્ટે શું કહે છે

Omicron Coronavirus End: ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વિશે અનેક સંશોધન કરવામાં આવી રહ્યાં છે. જાણીએ ઓમિક્રોનના અંત વિશે એક્સ્પર્ટ શું કહે છે

Omicron Coronavirus End: ઓમિક્રોન સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વિશે અનેક સંશોધન કરવામાં આવી રહ્યાં છે. જાણીએ  ઓમિક્રોનના અંત વિશે એક્સ્પર્ટ શું કહે છે

ઓમિક્રોન, કોરોનાનું નવું સ્વરૂપ, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમિક્રોનની ત્રીજીલહેર ગ ડેલ્ટા વેરિઅન્ટની બીજી લહેર કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહી છે. ઓમિક્રોન માત્ર ભારતમાં જ નહીં પરંતુ ફ્રાન્સ, આર્જેન્ટિના, મેક્સિકો અને ઓસ્ટ્રેલિયામાં પણ ઝડપથી વધી રહ્યું છે. આ સ્થિતિ છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 2 વર્ષથી અન્ય દેશોની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. અહીં 2 વર્ષ સુધી સંપૂર્ણ લોકડાઉન હતું, પરંતુ હવે થોડી રાહત મળતાં જ અહીં પણ કેસ ખૂબ જ ઝડપથી વધ્યા છે. અમેરિકા અને બ્રિટનની હાલત વધુ ખરાબ છે. ઓમિક્રોન યુએસએમાં એટલી ઝડપથી ફેલાઈ રહ્યું છે કે અહીં દરરોજ 1 મિલિયન કેસ નોંધાઈ રહ્યા છે.

ઓમિક્રોન ક્યારે સમાપ્ત થશે?

કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન અત્યાર સુધીના તમામ વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે. તે આખી દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. પરંતુ ઓમિક્રોન વિશે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેમાં દેખાઈ રહ્યું છે કે તેનો ગ્રાફ જેટલી ઝડપથી ઉપર જઈ રહ્યો છે તેટલી જ ઝડપથી નીચે આવી રહ્યો છે. માનવામાં આવે છે કે માર્ચ પછી સ્થિતિ સામાન્ય થઈ શકે છે.

દુનિયામાંથી કોરોનાનો અંત ક્યારે આવશે?

વિશ્વભરના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોવિડ 19 હવે સિઝનલ ફ્લાવર ફ્લૂ જેવું બની જશે. તેને સંપૂર્ણપણે નાબૂદ કરવું મુશ્કેલ છે પરંતુ હવે તે એટલું હળવું થઈ જશે કે સામાન્ય, ફિટ અને સ્વસ્થ લોકોને તેનાથી ડરવાની જરૂર નહીં રહે. જો કે ભવિષ્યમાં કોરોનાના મ્યુટેશન સાથે અન્ય નવા પ્રકારો પણ આવી શકે છે, પરંતુ જે લોકોએ રસી લીધી છે તેમના પર ગંભીર અસર જોવા નહીં મળે.

ઓમિક્રોન ડેલ્ટા કરતા ઓછું જોખમી છે

કોરોના ઓમિક્રોનનું નવું વેરિઅન્ટ અગાઉના ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ઘણો હળવો હોવાનું માનવામાં આવે છે. અત્યાર સુધી જે રિસર્ચ બહાર આવ્યું છે તેમાં એ સાબિત થયું છે કે, ઓમિક્રોન ઝડપથી ફેલાઇ  છે પરંતુ ઓછો ઘાતક છે. સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ ખાતેના સંશોધનમાં જાણવા મળ્યું છે કે, ઓમિક્રોનથી સંક્રમિત લોકોમાં ડેલ્ટા વેરિઅન્ટ ધરાવતા લોકો કરતાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 65% ઓછું  છે.  દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેબલ ડિસીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જો આપ  ઓમિક્રોન વેરિઅન્ટથી ચેપગ્રસ્ત છો, તો તેમાં  ગંભીર થવાની  સંભાવના 70% ઓછી છે. યે, ઓમિક્રોનના કિસ્સામાં હોસ્પિટલમાં દાખલ થવાની સંભાવના પણ 80% ઓછી છે.

Omicron ને ICU અથવા ગંભીર સ્થિતિ થવાનું જોખમ ઓછું છે

યુએસ સરકારી એજન્સી સીડીસી એટલે કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓન ઓમિક્રોન અને ડેલ્ટા વેરિઅન્ટ્સ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં ઓમિક્રોનથી સંક્રમિત 50,000 થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સંશોધનમાં, ઓમિક્રોનથી સંક્રમિત કેસોમાં 91% મૃત્યુ દર ઓછો હતો , 53% સુધી હોસ્પિટલમાં દાખલ થવાનું ઓછું જોખમ છે. જો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે, તો તમારી ICUમાં જવાની અને ગંભીર સ્થિતિ હોવાની શક્યતા 75% જેટલી ઓછી છે. આને ઓમિક્રોન વિશેના સકારાત્મક સમાચાર ગણી શકાય.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | વિદેશનું જીવલેણ વળગણ
Hun To Bolish | હું તો બોલીશ | મોતની દોરીના માફિયા કોણ ?
Hun To Bolish | હું તો બોલીશ | કયા વસાવાની વાત પડી સાચી ?
Mansukh Vasava BIG Claim: 75 લાખના તોડકાંડ આરોપોને લઈ ચોંકાવનારો વળાંક, સાંસદ મનસુખ વસાવાનો દાવો
Gold Silver Rate: સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી. કોમોડિટી માર્કેટમાં ચાંદીના ભાવમાં ઉછાળો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ! જાણો તમામ રાશિનું આજનું રાશિફળ
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ભારતમાં નોકરીઓ પર AI ની નહીં પડે કોઈ અસર! એક ક્લિકમાં જાણો સંપૂર્ણ વિગતો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
ઉન્નાવ રેપ કેસ: કુલદીપ સેંગરના જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી CBI, HC ના નિર્ણયને પડકાર્યો
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
Shani Dev: ખુલ્લી આંખોવાળી શનિદેવની મૂર્તિની પૂજા કરતા કેમ ડરે છે લોકો? જાણો આ પાછળનું રહસ્ય
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
દિલ્હી કાર બ્લાસ્ટને લઈ અમિત શાહે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણો કેટલા કિલો વિસ્ફોટકોનો થયો હતો ઉપયોગ
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
IND vs SL: ત્રીજી ટી20 માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત, શ્રીલંકાને 8 વિકેટથી હરાવ્યું 
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
હરમનપ્રીત કૌરે કેપ્ટન તરીકે રચ્યો ઈતિહાસ, મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં બનાવ્યો મોટો રેકોર્ડ
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
ઈન્ડિગોની ફ્લાઈટ્સ કેમ થઈ હતી રદ ? DGCA ની કમિટીએ સરકારને સોંપ્યો રિપોર્ટ 
Embed widget