(Source: ECI/ABP News/ABP Majha)
Night Craving: શું આપ પણ અડધી રાત્રે કિચનમાં ચક્કર લગાવો છો, જાણો ક્યાં કારણોથી થાય છે ક્રેવિંગ
Hunger At Night: કેટલાક લોકોને રાત્રે ક્રેવિંગ થતું હોય છે. જેના કારણે અડધી રાત્રે કંઇકને કંઇક ખાવું પડે છે. જે મેદસ્વીતાનું કારણ બને છે. નાઇટ ક્રેવિંગ શા માટે થાય છે.
Hunger At Night: કેટલાક લોકોને રાત્રે ક્રેવિંગ થતું હોય છે. જેના કારણે અડધી રાત્રે કંઇકને કંઇક ખાવું પડે છે. જે મેદસ્વીતાનું કારણ બને છે. નાઇટ ક્રેવિંગ શા માટે થાય છે.
રાત્રે સૂતી વખતે જ ઊંઘી જવું એ સીભૂખ્યા રહેવું એ સારી વાત નથી. જો તમે તમારી અલગ આદત તરીકે જમ્યા પછી ફરીથી ઊંઘી જવાનું વિચારી રહ્યા હોવ તો તે યોગ્ય નથી. અહીં જાણો શા માટે આ મિડનાઈટ ક્રેવિંગ થાય છે..
જો તમે નાઇટ શિફ્ટમાં કામ કરો છો, તો રાત્રે કામ કરતી વખતે ભૂખ લાગવી અથવા ક્રેવિંગ થવું સ્વાભાવિક છે. એ તમારા શરીર અને મગજની ઊર્જાની જરૂરિયાતને કારણે છે. પરંતુ જો તમે સમયસર સૂઈ જાઓ અને પછી ભૂખને કારણે અડધી રાત્રે જાગી જાઓ અથવા તમે વોશરૂમ જવા માટે જાગી જાઓ અને ક્રેવિંગ થવા લાગે છે તો આ સ્વાભાવિક નથી. આવી સ્થિતિમાં કંઈક ખાવું પડે છે અને ખાવા માટે ફ્રીજમાં આઈસ્ક્રીમ કે મીઠાઈઓ મળી જાય છે કે પછી નાસ્તાની બરણી ખોલીએ છીએ. તેને ખાવાથી સ્વાદ પણ આવે છે અને ભૂખ પણ તરત જ કાબૂમાં રહે છે. પરંતુ પાચનતંત્ર માટે આ સારૂ નથી. કારણ કે આ પ્રકારનો ખોરાક પાચનતંત્ર માટે હંમેશા હાનિકારક હોય છે, પરંતુ રાત્રે ઊંઘમાંથી ઉઠ્યા પછી તેને ખાવાથી પાચનતંત્ર પર વધારાનું દબાણ પડે છે અને ખાવામાં આવેલી આ વસ્તુઓનું યોગ્ય રીતે પચતી નથી અને તેના કારણે છાતી, પેટમાં બળતરા, ગેસની સમસ્યાઓ થવા લાગે છે.
સૂતી વખતે ભૂખ કેમ લાગે છે?
દિવસ દરમિયાન ભૂખ્યા રહેવું અને રાત્રે ભરપેટ જમવું એ સારી આદત નથી તેવીજ રીતે રાત્રે ક્રેવિંગ થવું અને કંઇકને કંઇક અનહેલ્થી ફૂડ લેવું તે પણ સારા સ્વાસ્થ્યના સંકેત નથી. જો કે લેટ નાઇટ ક્રેવિંગના અનેક કારણો પણ છે.
જ્યારે બ્લડ શુગર લેવલ અસંતુલિત હોય છે, ત્યારે ઘણીવાર રાત્રે સૂતી વખતે ભૂખ લાગવાની સમસ્યા થાય છે. જે લોકોનું બ્લડ શુગર લેવલ ખૂબ જ ઊંચું અને ખૂબ જ ઝડપથી ઓછું થઈ જાય છે, તેઓએ તેને અવગણવું જોઈએ નહીં. તમારા ડૉક્ટરની સલાહ લો અને તેમની સલાહ પર દવાઓ લેવાની સાથે તમારા આહારમાં ફેરફાર કરો.
જે લોકો સમયસર ભોજન નથી લેતા અથવા જે લોકો પાસે જમવાનો નિશ્ચિત સમય નથી, તેઓને ઘણીવાર રાત્રે ભૂખ લાગવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
જે લોકો ખાવાનું યોગ્ય રીતે ખાય છે અને સમયસર ખાય છે પરંતુ જો તેમ છતાં તેમને રાત્રે ભૂખ લાગવા લાગે છે તો તેનો અર્થ એ છે કે તમારા ભોજનમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વોની ઉણપ છે. એટલા માટે તમે તમારી થાળીમાં સ્વાસ્થ્યવર્ધક હેલ્થી ફૂડનો સમાવેશ કરવો જોઇએ .
યોગ્ય જીવનશૈલી પછી પણ, કેટલાક લોકોને રાત્રે ભૂખ લાગવાની સમસ્યા થાય છે કારણ કે તેઓ ઘણા હોર્મોનલ ચેન્જીસમાંથી પસાર થઈ રહ્યા છે. આ ઘણીવાર તરુણાવસ્થા દરમિયાન અને ગર્ભાવસ્થા દરમિયાન અને સ્ત્રીઓ સાથે મેનોપોઝ દરમિયાન આ સમસ્યા થાય છે.
કેટલાક લોકોને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓના કારણે પણ નાઇટ ક્રેવિંગની સમસ્યાનો ભોગ બને છે. જેઓ નાઇટ ઇટિંગ સિન્ડ્રોમથી પીડાય છે તેમને પણ આ સમસ્યા થાય છે. આ લોકોને મનોચિકિત્સકની સારવારની જરૂર હોય છે, યોગ્ય સારવાર પછી આ સમસ્યા ઠીક થઈ જાય છે અને તમારી ફિટનેસ પણ સુધરે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિ, દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )