Clashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો
Clashes At Udaipur Palace Gates : રાજસ્થાનના ઉદયપુરમાં રાજવી પરિવાર વિવાદ, થયો પથ્થરમારો
રાજસ્થાનમાં મેવાડ રાજપરિવારમાં ઉત્તરાધિકારીને લઈને જંગ શરૂ થયો છે. ઉદયપુરમાં વિશ્વરાજના રાજ તિલક પર હુબાળો થયો છે. રાજ તિલકને લઈને વિશ્વરાજ સિંહ અને તેમના પિતરાઈ ભાઈ ડોક્ટર લક્ષરાજ સિંહ મેવાડ વચ્ચે વિવાદ વધુ વકર્યો છે. રાજિલકની પરંપરા મુજબ વિશ્વરાજ સિંહ ધૂની દર્શન માટે ઉદયપુર સિટી પેલેસ જવા નીકળ્યા, પરંતુ સિટી પેલેસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. વિશ્વરાજ સિંહને અંદર પ્રવેશવા દેવામાં આવ્યો નહીં. આરોપ છે કે તેમના કાકાએ સિટી પેલેસના દરવાજા બંધ કરાવ્યા. જે બાદથી વિવાદ વધ્યો અને પથ્થરમારાની સાથે ફાયરિંગ પણ થયું. જેને લઈને તણાવભરી સ્થિતિ સર્જાઈ.
એટલું જ નહીં, વિશ્વરાજ સિંહને પ્રવેશ ના આપવામાં આવતા સિટી પેલેસથી થોડાક જ દૂર જગદીશ ચોક પર સમર્થકો સાથે એકત્ર થયા. મોડી રાત્રે સિટી પેલેસની અંદર વિશ્વરાજ સિંહના સમર્થકોએ પથ્થરમારો કર્યો. તેમના સમર્થકોએ બેરીકેડ તોડવાના પ્રયાસ કર્યા. મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરી દેવાઈ. જિલ્લા પ્રશાસન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિશ્વરાજ સિંહ અને તેમના સમર્થકો સાથે સમાધાન માટેના પ્રયાસ કર્યા.
અરવિંદસિંહ મેવાડના પુત્ર અને વિશ્વરાજ સિંહ સાથે કલેક્ટર અને પોલીસ અધીક્ષકે વાતચીત કરી. કોઈ નિરાકરણ ન આવ્યું. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો. મહેન્દ્રસિંહ મેવાડના ભાઈ અને લક્ષ્યરાજ સિંહના પિતા અરવિંદસિંહ મેવાડના પરિવારે રાજ તિલક પર નારાજગી દર્શાવી.
![PM Modi Lok Sabha Speech: લોકસભામાં PM મોદીના રાહુલ-કેજરીવાલ પર પ્રહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/11fccf9c05bce640b20a04b41039019017386816908181012_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Patan: ઘી તેલ બાદ ઝડપાયો શંકાસ્પદ પનીરનો 10 કિલોનો જથ્થો જપ્ત, સેમ્પલ મોકલાયા પરિક્ષણ માટે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/04/2876da2c1e8702dd72fc872cd9bd4a301738652189740722_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Amit Shah Road Show In Delhi : દિલ્લીમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, 'કેજરીવાલ જ હારી જશે'](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/02/608766637d4490ffc1ebaacb4cf17875173848679479073_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Union Budget 2025 : દરેક ભારતીયનું સપનું પૂરું કરવા માટેનું બજેટ, કેન્દ્રીય બજેટ પર PM મોદીનું મોટું નિવેદન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/02/01/4a32c77914d34d7842b77506f41c0a58173840546679773_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![PM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/31/245083dcefd7f7ce7dd2382e6264e2d417383359206991012_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
ટોપ સ્ટોરી
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)