શોધખોળ કરો

Modi Fitness Secrets: 75 વર્ષની ઉંમરે પણ PM મોદી કેમ છે આટલા ફિટ અને ઊર્જાવાન, જાણો સંપૂર્ણ ડાયટ પ્લાન

Modi Fitness Secrets: પ્રધાનમંત્રી મોદી 75 વર્ષની ઉંમરે પણ ફિટ છે. તેમની ફિટનેસનું રહસ્ય તેમની આહારશૈલી અને જીવનશૈલીમાં રહેલું છે.

Modi Fitness Secrets:ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 75મો જન્મદિવસ હતો. 75ની વર્ષની ઉંમરે પણ તે ફિટ, નિરોગી છે. જેનું રહસ્ય તેમની જીવનશૈલી છે.   75 વર્ષની ઉંમરે પણ, તેમની ફિટનેસ અને ઉર્જા લોકોને આશ્ચર્યચકિત કરે છે. તેમના વ્યસ્ત રાજકીય સમયપત્રક છતાં, તેઓ તેમના આહાર અને દિનચર્યા પ્રત્યે અત્યંત ચુસ્ત રહે છે. ચાલો તેમના આહાર અને ખાવાની આદતો વિશે જાણીએ.

ઉપવાસનું મહત્વ

તાજેતરમાં લેક્સ ફ્રિડમેન પોડકાસ્ટમાં, પીએમ મોદીએ ખુલાસો કર્યો કે ઉપવાસ તેમના જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે ઉપવાસ તેમને ક્યારેય નબળા પાડતા નથી, પરંતુ તેમને વધુ ઉર્જા આપે છે. તેમના માટે, ઉપવાસ શિસ્ત અને ભક્તિનું પ્રતીક છે.

દિવસમાં ફક્ત એક જ વાર ખાવું

Pm મોદીએ સમજાવ્યું કે જૂનથી નવેમ્બર સુધી લગભગ ચાર મહિના સુધી ચાલતી ચાતુર્માસ પરંપરા દરમિયાન, તેઓ દિવસમાં ફક્ત એક જ વાર ખાય છે. આ પ્રથા માત્ર તેમના સ્વ-શિસ્તને પ્રતિબિંબિત કરતી નથી પરંતુ તેમના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

 ગરમ પાણીની આદત

નવરાત્રી દરમિયાન, પીએમ મોદી ખોરાકનો સંપૂર્ણપણે ત્યાગ કરે છે અને ફક્ત ગરમ પાણી પીવે છે.. સંશોધન દર્શાવે છે કે, ગરમ પાણી પીવાથી શરીરમાંથી વિષાક્ત તત્વો બહાર નીકળે છે, ચયાપચયમાં સુધારો થાય છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

મોરિંગા પરાઠા

પીએમ મોદીનો પ્રિય ખોરાક મોરિંગા પરાઠા છે. સરગવાના પાંદડામાંથી બનેલો આ પરાઠો એન્ટીઑકિસડન્ટથી ભરપૂર છે. તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આયુર્વેદિક ખોરાક માટે ઉત્સાહ

મોદી આયુર્વેદિક વસ્તુઓમાં વધુ આગ્રહી  છે. તેમણે સોશિયલ મીડિયા પર ઘણી વખત શેર કર્યું છે કે તેઓ લીમડાના પાન, લીમડાના ફૂલો ખાય છે. આ ઘટકો શરીરને શુદ્ધ કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

ખીચડીનો સ્વાદ

પીએમ મોદીની પસંદગની ડિશ  ખીચડી  છે. દાળ અને ચોખામાંથી બનેલી આ સરળ વાનગી પૌષ્ટિક અને હળવી હોય છે. હળદર અને ઘી ઉમેરવાથી તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ વધે છે. ખીચડી પચવામાં સરળ છે અને આયુર્વેદમાં ડિટોક્સ આહાર તરીકે પણ ભલામણ કરવામાં આવે છે.

નાસ્તા તરીકે ઢોકળા

ગુજરાતી વાનગી ઢોકળા પણ તેમના આહારનો એક ભાગ છે. ચણાના લોટમાંથી બનેલી આ વાનગી હળવી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. તે ફાઇબર, ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે. તે સુગરને  નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને પાચનતંત્ર માટે પણ સારી માનવામાં આવે છે.

શિસ્ત એ શક્તિ છે

પીએમ મોદીનો આહાર એ વાતનો પુરાવો છે કે, ફિટનેસનું રહસ્ય મોંઘા ફૂડ કે સપ્લીમેન્ટસ અથવા જટિલ ડાયટમાં  નથી, પરંતુ શિસ્ત અને બેલેસ્ડ ડાયટમાં  રહેલું છે. તેમની ડાયટમાં  આયુર્વેદ અને પરંપરાગત ભારતીય ભોજન  પ્રતિબિંબિત થયા વિના નથી રહેતું.  આ જ કારણ છે કે, 75 વર્ષની ઉંમરે પણ, તેઓ ઊર્જવાન છે અને તત્પરતાથી સતત દેશની સેવા કરવા સક્ષમ છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget