(Source: ECI/ABP News/ABP Majha)
જો તમે ચાઈનીઝ ફૂડના શોખીન છો તો ટ્રાય કરો પનીર મંચુરિયન, દિવસને ખાસ બનાવશે Recipe
હવે પનીર મંચુરિયનની આ સ્વાદિષ્ટ રેસીપી માત્ર 15 મિનિટમાં ઘરે જ તૈયાર કરો. આ રેસીપી બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે. તો ચાલો વિલંબ કર્યા વિના નોંધી લો રેસિપી
Paneer Manchurian Recipe: જો તમને ચાઈનીઝ ફૂડ ખાવાનું પસંદ હોય અને ઘણીવાર સાંજે તેનો સ્વાદ લેવા બજારમાં જાવ તો હવે માત્ર 15 મિનિટમાં ઘરે જ તૈયાર કરો પનીર મંચુરિયનની આ ટેસ્ટી રેસીપી. આ રેસીપી બનાવવામાં જેટલી સરળ છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે. તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે રેસ્ટોરન્ટ જેવી પનીર મંચુરિયન ઘરે કેવી રીતે બનાવી શકાય.
પનીર મંચુરિયન બનાવવા માટેની સામગ્રી
- 1/2 કપ મેંદનો લોટ
- 100 ગ્રામ પનીરના ટુકડા
-2 ચમચી મકાઈનો લોટ
-1 ચમચી કાશ્મીરી લાલ મરચું
- લસણની 4-5 કળી
-1 સમારેલ લીલું મરચું
-1 ડુંગળી ઝીણી સમારેલી
સ્વાદ મુજબ મીઠું
- 1 ટીસ્પૂન છીણેલું આદુ
- 1 ચમચી ટોમેટો કેચપ
-1 ચમચી લીલા મરચાની ચટણી
-1 ચમચી સોયા સોસ
-1/2 ચમચી સફેદ સરકો
-1/2 કપ પાણી
-1 કપ બારીક સમારેલી લીલી ડુંગળી
- તેલ
પનીર મંચુરિયન બનાવવાની રીત
પનીર મંચુરિયન બનાવવા માટે સૌપ્રથમ મેંદો અને મકાઇના લોટમાં કાશ્મીરી લાલ મરચું નાખીને થોડું-થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરો. આ પછી, ચોરસ આકારમાં કાપેલા પનીરના ટુકડાને તૈયાર કરેલા બેટરમાં રગદોળી લો. ત્યારબાદ કડાઈમાં તેલ મૂકીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. પનીરને તળ્યા પછી તેને અલગ વાસણમાં કાઢીને બાજુ પર રાખો. હવે એક કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ મૂકી તેમાં છીણેલું આદુ, લસણ, ડુંગળી, એક ટેબલસ્પૂન ટોમેટો કેચપ, એક ટેબલસ્પૂન ગ્રીન ચીલી સોસ અને એક ટેબલસ્પૂન સોયા સોસ નાખીને તેલમાં સારી રીતે તળી લો. આ પછી, તેમાં થોડું સફેદ વિનેગર ઉમેરી, અડધો કપ પાણી ઉમેરો અને તેને સારી રીતે ફ્રાય કરો. હવે તેમાં ઝીણી સમારેલી લીલી ડુંગળી અને પનીર નાખી મધ્યમ તાપ પર શેકી લો. લગભગ પાંચ મિનિટ તળ્યા પછી તમારું પનીર મંચુરિયન તૈયાર છે.
નાસ્તામાં બનાવો ચીઝી લચ્છા પરાઠા, બનાવવાની રીત ખૂબ જ સરળ
ચીઝી લચ્છા પરાઠા બનાવવા માટેની રીત..
સૌ પ્રથમ ઘઉંનો લોટ લો. આ લોટમાં બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
પછી સામાન્ય પાણી વડે લોટ બાંધી બાજુ પર રાખો. લગભગ અડધા કલાક પછી આ લોટને મસળી લો. ત્યારબાદ ચીઝને સારી રીતે છીણીને પ્લેટમાં રાખો. હવે લોટના ગોળ બોલ બનાવો અને રોટલી વાળી લો. પાતળી રોટલી વણી લો. હવે આ રોટલી પર હલકું તેલ લગાવો. પછી ઉપર છીણેલું ચીઝ ફેલાવો.
તેની સાથે મિક્સ હર્બ્સ, બારીક સમારેલી કોથમીર, વાટેલા લાલ મરચાં ઉમેરો. હવે એ જ સાઈઝની બીજી રોટલી વાળી લો, ચીઝના ભાગને ઢાંકી દો અને કિનારીઓને સારી રીતે દબાવો. જેથી તે ખુલે નહીં.
હવે આ ચીઝ ભરેલી રોટલીને એક ઈંચ લાંબા ટુકડામાં કાપી લો. બધા લાંબા ટુકડાને એક પછી એક રોલ કરો અને એકને બીજા ઉપર સેટ કરો અને તેને ગોળ આકાર આપો. તેને હાથ વડે દબાવીને સહેજ સપાટ બનાવો અને પછી તેને રોલિંગ પિન વડે રોલ કરો. ત્યારબાદ ગરમ તવી પર મૂકો અને સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ટેસ્ટી ચીઝી લચ્છા પરાઠા તૈયાર છે. તેને રાયતા અથવા ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો. તે બાળકોની સાથે સાથે પુખ્ત વયના લોકોને પણ ગમશે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )