Winter Tips: શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે ખરીદવા છે બૂટ? તો આ બાબતોનું રાખો ધ્યાન
ફુલગુલાબી ઠંડીની શરૂઆત થઇ ગઈ છે. ઠંડીથી બચવા માટે સૌ કોઈ હવે સ્વેટર અને શુઝનો સહારો લઇ રહ્યા છે ત્યારે જો તમે પણ શૂઝ લેવાનું વિચારી રહ્યા છો તો આટલી બાબતોનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે
![Winter Tips: શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે ખરીદવા છે બૂટ? તો આ બાબતોનું રાખો ધ્યાન keep-these-things-in-mind-while-buying-boots-in-winter Winter Tips: શિયાળામાં સ્ટાઇલિશ દેખાવા માટે ખરીદવા છે બૂટ? તો આ બાબતોનું રાખો ધ્યાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/20/95014351c393020afd4ca3a8a5c66adb166893994737781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Tips to Buy Boots In Winter: દરેક લોકો બીજાથી અલગ દેખાવા માટે અવનવી સ્ટાઇલનો ઉપયોગ કરતા હોય છે. એ પછી કપડામાં હોય કે શૂઝમાં તેઓ કૈંક હટકે પહેરવાનું પસંદ કરતા હોય એમાં પણ ઋતુ પ્રમાણે. જેમ કે ઉનાળો શિયાળો અને ચોમાસામાં લોકો ઋતુને લગતા વળગતા કપડાં તો પહેરે જ છે પરંતુ એમાં પણ અવનવી ફેશન સ્ટાઇલ અપનાવે છે શિયાળાની ઋતુમાં સ્ટાઇલમાં ઘણો બદલાવ જોવા મળે છે. આ ઋતુમાં લોકો તેમના કપડા તેમજ ફૂટવેર પણ બદલતા રહેતા હોય છે. આ સમય દરમિયાન મોટાભાગના લોકોને બૂટ પહેરવાનું પસંદ હોય છે. જો તમે આ સિઝનમાં બૂટ પહેરવાનું વિચારી રહ્યા છો તો તમારે તેને ખરીદતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાનમાં રાખવું પડશે. જો ફૂટવેર આરામદાયક ન હોય તો તેને આખો દિવસ પહેરવાનું મુશ્કેલ બની જાય છે.
બૂટની લંબાઈ પર ધ્યાન આપો
બૂટમાં પણ ઘણી ડિઝાઇન આવે છે. આમાં પગની ઘૂંટીની લંબાઈવાળા બૂટ, ઘૂંટણથી ઊંચા બૂટ, જાંઘ સુધીના ઊંચા બૂટનો સમાવેશ થાય છે. હવે તમારે તમારા અનુસાર તેની લંબાઈ પસંદ કરવાની રહેશે. પગની ઘૂંટીની લંબાઈના બૂટ કેટલાક લોકોને બિલકુલ સૂટ નથી થતા, મોટાભાગના લોકો આ ડિઝાઇનના જૂતા પહેરવાથી જૂતા-ડંખની ફરિયાદ કરે છે. તેથી ખરીદતા પહેલા તેને પહેરો અને લંબાઈ જુઓ તેમજ તમને આરામદાયક લાગે છે તેની ચકાસણી કરો.
પેટર્ન પર ધ્યાન આપો
બૂટમાં ઘણા પ્રકારની પેટર્ન હોય છે. જેમ કે કેટલાકમાં બાજુની સાઈડમાં સાંકળ હોય છે અને કેટલાકને પાછળની સાઈડ સાંકળ હોય છે. આ કિસ્સામાં તમે તમારા અનુસાર પેટર્ન પસંદ કરી શકો છો. તમારી જરૂરિયાત અને આરામ પ્રમાણે બૂટની પેટર્ન પસંદ કરો.
ચામડું અથવા કાપડના બૂટ
ચામડામાંથી બનેલા બૂટ થોડા ટકાઉ હોય છે. આ સાથે આ બૂટ પગરખાંમાંથી પરસેવાના ભેજને બહાર આવવા દે છે. આ બૂટ ખુબ જ આરામદાયક હોય છે. ફેબ્રિક ફૂટવેર ચામડાના જૂતા જેવા અઘરા કે ટકાઉ નથી હોતા પરંતુ આરામદાયક હોય છે જેને પહેરવાથી તમને જલ્દી થકાવટ મહેસુસ થતી નથી.
આરામદાયક હોવું જરૂરી છે
બૂટ ખરીદતી વખતે એ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે તેને પહેરવાથી તમને આરામદાયક મહેસુસ થાય. સ્ટાઇલ અને ડિઝાઈન પર ધ્યાન તો આપો પરંતુ સાથે સાથે તમને સરળ અને કમ્ફર્ટ કેટલું રહે છે તે પણ તપાસી લો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)