Matar Paratha: શિયાળામાં બનાવો સોફ્ટ મટર પરાઠા, ઝટપટ નોંધી લો રેસિપી
ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે. ઠંડીમાં દરેકને ગરમાગરમ અને ચટપટુ ખાવાની ઈચ્છા થાય છે ત્યારે આજે અમે તમને એવા જ એક સ્વાદિષ્ટ પરાઠાની રેસીપી જણાવીશું...તો ચાલો ફટાફટ નોંધી લો મટર પરાઠાની રેસિપી
Winter Paratha Recipe: શિયાળામાં લીલા વટાણા જોઈને કંઈક સારું ખાવાની તલપ શરૂ થઈ જાય છે. શાક હોય કે ચાટ, લીલા વટાણાનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે.. આવી સ્થિતિમાં જો તમને આ શિયાળામાં ગરમાગરમ પરાઠા ખાવાનું મન થાય તો તમે ઘરે જ ઈન્સ્ટન્ટ વટાણાના પરાઠા બનાવી શકો છો. તમે આ વટાણાના પરાઠાને શાકભાજી અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો. બાળકોથી લઈને વડીલો સુધી દરેક જણ તેને ખૂબ જ રસથી ખાશે. તો ચાલો નોધી લો મટર પરાઠાની રેસીપી...
સામગ્રી
ઘઉંનો લોટ
1 કપ લીલા વટાણા
1-2 લીલા મરચા, સમારેલા
2 ચમચી સમારેલી કોથમીર
1/2 ચમચી જીરું
1 નાની ડુંગળી, બારીક સમારેલી
1/2 ટીસ્પૂન છીણેલું આદુ
3 લસણની કળી
1/2 ચમચી ધાણા પાવડર
1/2 ચમચી ગરમ મસાલા પાવડર
1/2 ચમચી લીંબુનો રસ
મીઠું
1 ચમચી તેલ
માખણ
મટર પરાઠા બનાવવાની રીત:-
એક પેનમાં પાણી ઉકાળો, તેમાં મીઠું, ખાંડ નાંખો અને લીલા વટાણા ઉમેરો. એક ચપટી ખાંડ ઉમેરવાથી વટાણાનો રંગ જળવાઈ રહે છે. વટાણાને 5 મિનિટ પકવો અને ગાળી લો. તેને તરત જ ઠંડા પાણીમાં નાખી દો. જેના લીધે વટાણાનો ગ્રીન કલર એવોને એવો જ રહેશે.
ત્યારબાદ લોટ, મીઠું અને પાણી મિક્સ કરીને લોટ તૈયાર કરો. આ કણકને 10 મિનિટ સુધી મૂકી રાખો.
એક કડાઈમાં તેલ લો તેને થોડું ગરમ થવા દો. ત્યારબાદ તેમાં હિંગ, જીરું અને વરિયાળી ઉમેરો. ત્યાર પછી તેમાં બાફેલા વટાણા નાખી ચમચાથી થોડું હલાવો. બાદમાં તેમાં મસાલા ઉમેરો. જેમાં મીઠું, મરચું પાવડર, ધાણા પાવડર અને આમચૂર પાવડર નાખો. આ બધી વસ્તુને 2-3 મિનિટ માટે ધીમા તાપે પકવો અને તેને પ્લેટમાં કાઢી લો. જ્યારે તે ઠંડું થઈ જાય ત્યારે તેમાં સમારેલા ફુદીનાના પાન મિક્સ કરો. હવે બટેટા મેશરની મદદથી વટાણાને મેશ કરો અને તેની બરછટ પેસ્ટ બનાવો. સાવ મેસ ના કરી દો.
કણકને 4 બોલમાં વહેંચો. દરેકમાં લીલા વટાણાનું સ્ટફિંગ ભરી લો અને તેને બંધ કરી લો. સ્ટફ્ડ બોલ્સ પર થોડો કોરો લોટ છાંટીને ગોળ બોલ બનાવી લો અને તેના પરાઠા વણી લો. ત્યારબાદ તવાને ગરમ કરી તેમાં પરાઠાને બન્ને તરફ તેલ લગાવી શેકી લો. બરાબર શેકાઈ જાય પછી પરાઠાને ફુદીના-કોથમીરની ચટણી કે દહીં સાથે ગરમા ગરમ સર્વ કરો