Omicron Variant: ઘર પર Quarantine Covid-19 દર્દી આ રીતે લેશે ખુદની સારસંભાળ તો જલ્દી થશે રિકવર
Omicron Variant: દેશમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો આપ હોમ ક્વોરેન્ટાઇનમાં છો, તો આપને આપની જાતની વિશેષ કાળજી લેવી જરૂરી બની જાય છે. તો જાણીએ કેવી કાળજી લેવાથી ઝડપથી આવશે રિકવરી.
Omicron Variant: દેશમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો આપ હોમ ક્વોરેન્ટાઇનમાં છો, તો આપને આપની જાતની વિશેષ કાળજી લેવી જરૂરી બની જાય છે. તો જાણીએ કેવી કાળજી લેવાથી ઝડપથી આવશે રિકવરી.
દેશમાં ફરી એકવાર કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો આપ હોમ ક્વોરેન્ટાઇનમાં છો, તો આપને આપની જાતની વિશેષ કાળજી લેવી જરૂરી બની જાય છે. તો જાણીએ કેવી કાળજી લેવાથી ઝડપથી આવશે રિકવરી. આ માટે તમારે અન્ય લોકોથી અંતર રાખવું જરૂરી બની જાય છે. આવી સ્થિતિમાં, અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું, જેને અપનાવીને તમે ઝડપથી સ્વસ્થ થઈ શકો છો. ચાલો જાણીએ.
પેશન્ટનું રુટિન સેટ કરો
સૌથી મહત્વની બાબત એ છે કે, આપ દરરોજનું એક રુટિન બનાવો. સમયસર ઉઠો, સ્નાન કરો, સમયસર ભોજન લો. આમ કરવાથી આપ તાજગી અનુભવશો. આ સિવાય ઘણી બધી તળેલી વસ્તુઓ અથવા મસાલેદાર વસ્તુઓ અને ઠંડી વસ્તુઓ ન ખાવી. આ ફૂડથી આપના ગળાને નુકસાન થઈ શકે છે. આ સિવાય સમયાંતરે હૂંફાળું પાણી પીવો અને ગરમ દૂધનું સેવન પણ કરો, આમ કરવાથી ગળું ક્લિન થશે અને ખરાશ દુખાવાથી રાહત મળશે.
સૂવાની સાચી રીત
ક્વોરોન્ટાઇન દરમિયાન ક્યારેય ક્યારેય થોડા સમય પુરતા ઊંઘા સુવો અને પેટના બળે ઊંઘો અને ઊંડા શ્વાસ લો.
સકારાત્મક વિચારો રાખો
ઈન્ફેક્શનમાંથી સાજા થવા માટે મનમાં સકારાત્મક વિચારો રાખવા ખૂબ જ જરૂરી છે. હોમ ક્વોરોન્ટાઇ દરમિયાન ખાસ નકારાત્મક સમાચાર ન સાંભળો. સારા પુસ્તકો વાંચો અથવા ગેઇમ રમો. તે વધુ સારું રહેશે. તમારી જાતને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરો જેથી તમે ઊલટું વિચારવાનું ટાળી શકશો. આ સમય દરમિયાન પોષ્ટિક આહાર લો અને વધુ પ્રવાહી લો. જલ્દી રિકવરી આવી શકશે.
Disclaimer: એબીપી ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )