શોધખોળ કરો

News year Holidays: ભારતના આ ખાસ સ્થળો, તમારા નવા વર્ષને બનાવશે વધુ ખાસ

વર્ષના આ છેલ્લા મહિનામાં 20 ડિસેમ્બર પછી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થાય છે, સાથે જ નવું વર્ષ શરુ થવામાં ફક્ત ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ સમય દરમિયાન લોકો ફરવાનું પસંદ કરતા હોય છે.

વર્ષના આ છેલ્લા મહિનામાં 20 ડિસેમ્બર પછી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થાય છે, સાથે જ નવું વર્ષ શરુ થવામાં ફક્ત ગણતરીના દિવસો જ બાકી હોવાથી આ સમય દરમિયાન લોકો ફરવાનું પસંદ કરતા હોય છે. હિમવર્ષા દરમિયાન પહાડી વિસ્તારો પરીયોની કહાનીની જેમ ખૂબ જ સુંદર અને નયન રમ્ય લાગે છે. નાતાલના સમયે મોટાભાગના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થાય છે. આવી સ્થિતિમાં બરફથી ઢંકાયેલા ઊંચા પહાડો, દૂર દૂરથી દેખાતો બરફ અને થીજી ગયેલી નદીઓ જોઈને ખૂબ જ સુંદર લાગે છે.

આ સિવાય પણ એવી ઘણી જગ્યાઓ છે જે આ સમયે ખૂબ જ સુંદર લાગે છે, તો જો તમે પણ આ નવા વર્ષ નિમિત્તે કોઈ ખાસ સ્થળની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એવી જગ્યાઓ છે જ્યાં નવા વર્ષ નિમિત્તે ફરવા જઈ શકો છો.

કુમારકોમ

કુમારકોમ કેરળનું એક નાનું અને સુંદર શહેર છે જે વેમ્બનાદ તળાવના કિનારે આવેલું છે. દક્ષિણ ભારતમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં કેરળમાં સ્થિત કુમારકોમ નવા વર્ષની ઉજવણી માટે યોગ્ય સ્થળ સાબિત થઈ શકે છે.

બિનસાર

ઉત્તરાખંડમાં સ્થિત બિનસાર વિશે હજુ ઘણા લોકો જાણતા નથી. જો તમે દિલ્હીથી બિનસર જઈ રહ્યા છો તો રોડ ટ્રીપ દ્વારા અહીં પહોંચવામાં તમને 8 થી 9 કલાકનો સમય લાગશે. ક્રિસમસ બાદ અહીં હિમવર્ષા થાય છે. અહીંથી નંદા દેવી શિખરનો નજારો ખૂબ જ સુંદર છે.

ગોવા 

જો તમને ઠંડી વધુ પસંદ નથી, નવા વર્ષની ઉજવણી કરવા માટે ગોવા પણ જઈ શકો છો. ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન અહીં ઘણી બધી પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું હોઈ  છે. જો તમને પાર્ટી કરવી ખૂબ ગમે છે, તો એન્જોય કરવા ગોવા તમારા માટે યોગ્ય સ્થળ સાબિત થઈ શકે છે. ગોવામાં ક્રિસમસ અને નવું વર્ષ પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

બરોગ 

બરોગ એ હિમાચલ પ્રદેશના ઑફબીટ સ્થળોમાંનું એક છે. ક્રિસમસના તહેવાર પછી અહીં હિમવર્ષા થાય છે, તેથી આ સ્થળ તમારા માટે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે યોગ્ય સાબિત થઈ શકે છે. બરોગનું રેલ્વે સ્ટેશન પણ પ્રખ્યાત છે. બરોગના રેલ્વે સ્ટેશનનો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં તેનો સમાવેશ કરવામાં આવેલ હોવાથી તે પ્રખ્યાત છે.

શ્રીનગર

કાશ્મીરને ધરતીનું સ્વર્ગ પણ કહેવાય છે. અહીં તમે કોઈપણ સિઝનમાં ફરવા જઈ શકો છો. પરંતુ જો તમે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છો તો આ સમય તમારા માટે હંમેશા માટે યાદગાર બની રહેશે. અહીં ઉંચા બરફીલા પહાડો, દાલ સરોવર અને વૃક્ષો પર થીજી ગયેલો બરફ જોવાનો એક અલગ જ અનુભવ તમને આ સમયગાળા દરમિયાન થઇ શકે છે. દર વર્ષે ક્રિસમસ અને નવા વર્ષ દરમિયાન અહીં વિન્ટર કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવતું હોઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget