શોધખોળ કરો

મેલેરિયાથી બચવાનો આ છે સચોટ ઉપાય, જાણી લેશો તો રહેશો ફાયદામાં

મલેરિયાથી સાવચેતીનાં ભાગરૂપે નાગરિકોને મચ્છર ઉત્પત્તિ અટકાવવા પાણી સંગ્રહના પાત્રો હવા ચુસ્ત રીતે ઢાંકીને રાખવા જોઈએ.

Malaria: ગુજરાત સરકાર દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત-૨૦૩૦” અભિયાન (Malaria free gujarat 2030 campaign) અતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે એક્શન મોડમાં (action mode) કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં ૧૦૦૦ ની વસ્તીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ ૨૦૨૭ સુધીમાં શુન્ય સ્તરે લઇ જવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. .

આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર આ વર્ષે “મેલેરિયા મુક્ત ગુજરાત” ના લક્ષ્યોને પૂરા કરવા માટે આરોગ્ય શિક્ષણના જુદા-જુદા માધ્યમોથી મેલેરિયા રોગ અટકાયત અને નિયંત્રણ કરવામાં આવશે તેમજ રાજ્ય, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ જન સમુદાયમાં જન જાગૃતિ ઉભી કરવા અલગ અલગ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં શાળાઓ - કોલેજોમાં વાહકજન્ય રોગો સબંધિત વિવિધ કાર્યક્રમો થકી આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે, લોકલ ટીવી ચેનલો, વર્તમાનપત્રો તથા સ્થાનિક એફ એમ રેડીયોના માધ્યમથી જનજાગૃતિ માટે પ્રચાર પ્રસાર અને સંદેશાઓનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ક્ષેત્રીય કક્ષાએ આરોગ્ય કાર્યકર દ્વારા ઇન્ટર પર્સનલ કોમ્યુનિકેશનથી નાગરિકોને આરોગ્ય શિક્ષણ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. સ્થાનિક કક્ષાએ જરૂરીયાતને ધ્યાને લઈને શેરી નાટક, રેલી, માઈકીંગ અને પપેટ શો, પ્રદર્શન યોજી પત્રીકાઓનું વિતરણ કરી જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

જંતુનાશક દવા છંટકાવ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યમાં જુન માસ સુધીમાં ૨૨ જિલ્લાઓના મેલેરિયા માટે સંવેદનશીલ કુલ ૨૧૮ ગામોમાં ૪૫,૩૫૫ ઘરોને આવરી લેવામાં આવ્યા છે, તેમજ રાજ્યના તમામ જિલ્લાઓ અને મહાનગરપાલીકાઓમાં “હાઉસ ટુ હાઉસ” અભિયાન બે તબક્કાઓમાં હાથ ધરવામાં આવ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં કુલ ૧૦,૫૭૮ ટીમ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટીમો દ્વારા ૧,૩૧,૩૨,૮૯૦ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તે પૈકી ૧,૬૩,૦૮૪ ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા આ પોરની જાણ આરોગ્યની ટીમને થતા ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૩,૬૩,૬૨૯ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિના સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો તેમજ ૨,૯૯,૩૩૨ તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા અને મચ્છર ઉત્પત્તિ ન થાય તથા મચ્છર જન્ય રોગોથી કેવી રીતે બચવું જોઈએ તેના માટે પણ પૂરતી સમજ નાગરિકોને પૂરી પાડવામાં આવી હતી.

બીજા તબક્કામાં કુલ ૧૮,૦૬૫ ટીમ દ્વારા ૧,૪૩,૮૬,૬૪૨ ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. તે પૈકી ૧,૬૫,૩૨૨ ઘરોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા. ટીમ દ્વારા આ પોરાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. વધુમાં ૩,૫૪,૧૪૦ જગ્યાએ સંભવિત મચ્છર ઉત્પત્તિ સ્થાનો જણાતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ૩,૦૨,૭૨૯ તાવના દર્દીઓ મળી આવતાં તેઓના લોહીના નમૂના પણ લેવામાં આવ્યા હતા.  રાજ્યમાં ૪૯૨ વેક્ટર કંટ્રોલ ટીમો મંજુર કરવામાં આવી છે. જે હાલમાં તમામ જિલ્લા અને મહાનગરપાલીકાઓમાં વાહક જન્ય રોગ અટકાયતની કામગીરી કરી રહી છે.

મેલેરિયાથી બચવા શું કરશો

મલેરિયાથી સાવચેતીનાં ભાગરૂપે નાગરિકોને મચ્છર ઉત્પત્તિ અટકાવવા પાણી સંગ્રહના પાત્રો હવા ચુસ્ત રીતે ઢાંકીને રાખવા જોઈએ, મચ્છરોથી બચવા માટે ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો જોઈએ, બારી બારણાઓમાં મચ્છર જાળીઓ લગાવવી જોઈએ, મચ્છરના કરડવાથી બચવા માટે જુદા જુદા મચ્છર વિરોધી રેપેલન્ટનો ઉપયોગ કરવો જોઈએ, વહેલી સવારે અને સંધ્યા કાળે ઘરના બારી બારણા એક કલાક માટે બંધ રાખવા જોઈએ, જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં જ સુવું જોઈએ, નાના બાળકો અને સગર્ભા માતાઓએ સુવા માટે જંતુનાશક મચ્છરદાનીનો નિયમિત ઉપયોગ કરાવી જોઈએ, તાવ આવે ત્યારે લોહીની તપાસ અવશ્ય કરાવવી જોઈએ, સાદો મેલેરીયા જણાય તો ૧૪ દિવસની અને ઝેરી મેલેરીયા જણાય તો ૩ દિવસની સંપૂર્ણ સારવાર લેવી જોઈએ. વહેલું નિદાન અને સંપૂર્ણ સારવાર  મેલેરીયાથી બચવાનો  સચોટ ઉપાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Chia Seeds: વધુ પડતા ચિયા સીડ્સનું સેવન સ્વાસ્થ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન, જાણી લો તેના સાઇડ ઇફેક્ટ્સ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Slippers At Home Benefits:ઘરમાં ચપ્પલ પહેરીને ચાલવું ઉત્તમ કે ખુલ્લા પગે,? જાણો શું કહે છે રિસર્ચ
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Health Tips: શ્રાવણ મહિનામાં કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ? જાણો શું કહે છે ડોક્ટર
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન
Unnecessary Blood Tests: શું તમે પણ વારંવાર કરાવો છો બ્લડ ટેસ્ટ? જાણો નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget