શોધખોળ કરો

Weight Loss Drinks: વજન ઉતારવામાં કારગર છે આ બેસ્ટ 6 ડ્રિંક્સ, ડાયટમાં કરો સામેલ

Weight Loss Drinks:વજન વધવાથી ન માત્ર શરીરનો આકાર બગડે છે પરંતુ તેની અનેક બીમારીઓ પણ આવે છે. વજન વધવાની સાથે શરીરમાં ઘણી સમસ્યાઓ પણ ઉભી થવા લાગે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

Weight Loss Drinks:વજન વધવાથી ન માત્ર શરીરનો આકાર બગડે છે પરંતુ તેની અનેક  બીમારીઓ પણ આવે છે. વજન વધવાની સાથે શરીરમાં ઘણી સમસ્યાઓ પણ ઉભી થવા લાગે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારા આહારનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. આહારની સાથે, દરરોજ કસરત કરવી, ફિટનેસ પર ધ્યાન આપવું વગેરે જેવી બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કેટલાક ખાસ ડ્રિંક્સ વિશે જણાવીશું, જે ન માત્ર વજન ઘટાડશે પરંતુ તમને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થશે.

નારિયેળ પાણી

તમે રોજ નારિયેળ પાણી પીવાના ફાયદાઓ વિશે જાણતા જ હશો. નારિયેળ પાણીનું નિયમિત સેવન તમારા વજનને ઝડપથી ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. નારિયેળ પાણી માત્ર સ્વાદમાં જ શ્રેષ્ઠ નથી, પરંતુ તે ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જ્યારે તેમાં કેલરી નહિવત હોય છે, જે તમને શરીરમાંથી વધારાની ચરબી ઘટાડવામાં ઘણી હદ સુધી મદદ કરી શકે છે. તેમાં બાયોએક્ટિવ એન્ઝાઇમ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને મેટાબોલિઝમ વધારે છે.

બ્લેક કોફી

બ્લેક કોફી આપને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. કોફીમાં ભરપૂર માત્રામાં કેફીન જોવા મળે છે, જે એનર્જીનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે,  તે શરીરમાં મેટાબોલિઝમ પણ દુરસ્ત રાખે છે.  બ્લેક કોફીનું સેવન કરવાથી વજન ઘટાડવામાં ફાયદો થાય છે. જ્યારે શરીરમાં ઉર્જાનો અભાવ લાગે, તો તમે બ્લેક કોફીનું સેવન કરી શકો છો. તેનાથી વજન તો ઘટશે જ સાથે જ તમે દિવસભર ઉર્જાવાન પણ રહેશો.

ગ્રીન ટી
જો આપ દરરોજ ગ્રીન ટી નું સેવન કરો છો, તો તમારા શરીરને તેનાથી ઘણા ફાયદા થઈ શકે છે. ગ્રીન ટીના સેવનના ફાયદા વિશે વાત કરીએ તો તેમાં વિટામિન એ, વિટામિન સી, એન્ટી-ઓક્સિડન્ટ્સ, પોલિફેનોલ્સ વગેરે જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઘણા લોકોને ગ્રીન ટી તેના સ્વાદના કારણે પીવી ગમતી નથી, પરંતુ  શરીરને  સ્વસ્થ રાખવા માટે તે ઉત્તમ છે. ગ્રીન ટી આપનું  વજન ઉતારે છે. ચરબી બર્ન કરવામાં મદદ કરી શકે છે.

કેમોમાઈલ ચા   કેમોમાઈલ ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ ચાના સેવનથી તમારું વજન સરળતાથી ઓછું થવા લાગે છે, જ્યારે વધારાની ચરબી ઘટાડવામાં પણ તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે દરરોજ આ ડ્રિંકનું સેવન કરો છો, તો તે માત્ર વજન ઓછું નથી કરતું, પરંતુ તે ઊંઘ ન આવવા અને શુગર લેવલને નિયંત્રિત કરવા જેવી ઘણી સમસ્યાઓને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. એટલા માટે તમારે કેમોમાઈલ ચા પીવી જ જોઈએ. જેથી ચરબી પણ ઓછી થાય છે અને તમારું શરીર પણ સ્વસ્થ રહે છે. 

 લીંબુ પાણી લીંબુ

પાણીના અનેક ફાયદાઓથી તો આપ વાકેફ હશો. શરીરને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવાથી ત્વચાને પણ ફાયદો થાય છે. જો તમે તેનું રોજ સેવન કરો છો, તો તમારું વજન ધીમે-ધીમે ઘટવા લાગે છે. સાથે જ તે મેટાબોલિઝમ વધારવામાં પણ મદદરૂપ છે. લીંબુ પાણીમાં કેલરીની માત્રા નહિવત હોય છે. દરરોજ તેનું સેવન કરવાથી,  રોગપ્રતિકારક શક્તિ પણ દિવસેને દિવસે મજબૂત થાય છે. તેથી, તમે તમારા દૈનિક આહારમાં લીંબુ પાણીનો સમાવેશ કરી શકો છો. 

  એપલ સાઇડર

એપલ સાઇડર વિનેગરના રોજના સેવનથી તમારું મેટાબોલિઝમ ઘણી હદ સુધી સુધરવાનું શરૂ કરે છે. બીજી તરફ, જો તમે ચરબી બર્ન કરવાનું વિચારી રહ્યા હોવ તો પણ એપલ સીડર વિનેગરનું સેવન કરવાથી તમને ફાયદો થઈ શકે છે. તેને રોજ પીવાથી ફેટ બર્નિંગની પ્રક્રિયા ઝડપી બને છે. તેના અન્ય ફાયદાઓની વાત કરીએ તો તેમાં એસિડિક એસિડ નામનું ફેટ બર્નિંગ તત્વ જોવા મળે છે, જે ઇન્સ્યુલિનનું સ્તર પણ ઘટાડે છે. આવી સ્થિતિમાં એપલ સાઇડર વિનેગરનું સેવન તમને ફાયદો કરી શકે છે..  

ટોપ સ્ટોરી

શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
શું તમને પણ જમ્યા પછી છાતીમાં બળતરા થાય છે, જાણો શું કહે છે નિષ્ણાતો?
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
રોજ એક આમળું ખાવાથી શરીરમાં શું બદલાવ આવે? PM મોદીએ પણ કર્યો ઉલ્લેખ
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
How Often Should You Use Soap: અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ, શું કહે છે એક્સપર્ટ?
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર
30 વર્ષના થતાં જ કરાવી લેવા જોઈએ આ ટેસ્ટ, બીમારી આવતા પહેલાં જ પડી જશે ખબર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | બંધકોની મુક્તિ
Hun To Bolish | હું તો બોલીશ | VRS નહીં FRS, ઓપરેશન ગંગાજળ
Hun To Bolish | હું તો બોલીશ | ટ્રાફિક પોલીસ કરે છે ઉઘરાણા ?
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્યમંત્રીની ખેડૂતોને અપીલ
Hun To Bolish | હું તો બોલીશ | દવાનો વેપાર કરો, લૂંટ નહીં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games 2026: લવલીના બાદ પરવીન હુડ્ડાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ; ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
ગુજરાતમાં UCC લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, લગ્ન, સંપત્તિ અને લિવ-ઇન રિલેશનશિપ અંગે લાગુ થશે નવા નિયમો
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે ફોન પર કરી વાત, બહાદુરીના કર્યા વખાણ
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
'CEC જ્ઞાનેશ કુમાર રાજીનામું આપે', ની માંગ સાથે વિપક્ષનું દિલ્હીમાં તો CJP નું આજે મુંબઈમાં પ્રદર્શન
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Asian Games 2026: જન્મદિવસ પર બોક્સિંગમાં લવલીનાએ લગાવ્યો 'ગોલ્ડન પંચ'; ભારતના ખાતામાં આવ્યો 12મો ગોલ્ડ
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
'મારા પર અનેક ઘા કર્યા', સ્મિત મચ્છરનો નવો વીડિયો આવ્યો સામે, ફ્લાય દુબઈ કાંડ પર મોટો ખુલાસો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Amreli: અમરેલી વિસ્તારમાં વિફરેલી સિંહણનો આતંક: વનકર્મી સહિત 5 લોકો પર કર્યો હુમલો
Embed widget