Video: ઉકળતી ચામાં ચીકુ, કેળાં અને સફરજન નાખીને બનાવી વિચિત્ર ચા, જુઓ મજેદાર વીડિયો
Viral Video: આ દિવસોમાં એક સ્ટ્રીટ વેન્ડર કેળા, ચીકુ અને સફરજન ઉમેરીને ચા બનાવતો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ દંગ રહી ગયા છે. સાથે જ આ રીતે ચા બનતી જોઈને ચા પ્રેમીઓએ પણ તેનો ઘણો વિરોધ કર્યો છે.
Shocking Viral Video: દેશના ખૂણે ખૂણે ચા પ્રેમીઓ જોવા મળશે. હાલમાં એક તરફ મે માસમાં કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની છે. ત્યારે ઘણી જગ્યાએ લોકો ગરમ ચાની ચૂસકી લેતા જોવા મળે છે. હાલમાં આ બધા વચ્ચે તાજેતરમાં 21મી મેના રોજ આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસર પર એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્ટ્રીટ વેન્ડર વિચિત્ર રીતે ચા બનાવતો જોવા મળ્યો હતો. આ જોયા બાદ યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
View this post on Instagram
તાજેતરના સમયમાં આવા ઘણા શેરી વિક્રેતાઓના વીડિયો જોવા મળી રહ્યા છે. જેઓ ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે બે અલગ-અલગ પ્રકારના ખાદ્યપદાર્થોનું મિશ્રણ કરીને અવનવી વાનગીઓ બનાવી રહ્યા છે. તાજેતરમાં સામે આવેલા એક વીડિયોમાં અમે એક શેરી વિક્રેતાને ચા બનાવતા જોઈ શકીએ છીએ. જે દરમિયાન તે સફરજનની સાથે ચીકુ નાખતો જોવા મળે છે. આ રીતે ચા બનતી જોઈને ચા પ્રેમીઓ ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે.
ચીકુ અને સફરજન મિક્ષ કરીને બનાવેલી ચા
સામાન્ય રીતે આપણે બધા ચા બનાવવા માટે દૂધ, પાણી, ખાંડ અને આદુનો ઉપયોગ કરીએ છીએ. આ જ વીડિયોમાં વિક્રેતા પહેલા દૂધમાં કેળાના ટુકડા નાખતા અને પછી તેમાં ચાની પત્તી નાખીને ઉકાળતો જોવા મળે છે. જે પછી તે એક આખું સફરજન છીણીને ચામાં નાખે છે. વિક્રેતા અહીંથી અટકતો નથી, કેળા અને સફરજન ઉમેર્યા પછી, તે આખું ચીકુ ફાડીને તેમાં નાખે છે. વીડિયોમાં ચા બનાવ્યા બાદ વિક્રેતા તેને ગ્લાસમાં ફિલ્ટર કરીને સર્વ કરતા જોવા મળે છે.
વીડિયો જોયા બાદ યુઝર્સ ગુસ્સમાં
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેને delhifoodcrush નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યું છે. આ વીડિયો જોઈને યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, 'એમાં ગંગાનું થોડું પાણી પણ નાખો, જેથી ચાની આત્માને શાંતિ મળે.' બીજાએ લખ્યું, 'અંકલ તમે ચીઝ નાખવાનું ભૂલી ગયા છો.' બીજાએ કોમેન્ટ કરીને લખ્યું કે આ જ સાચો ગુનો છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, 'આ અમારી લાગણીઓ સાથે રમત રમી રહ્યા છે.'