શોધખોળ કરો

Women Health : એસ્ટ્રોજન લેવલ ઘટી જતાં મહિલાઓને થાય છે આ સમસ્યા, વધારવા માટે કરો આ ઉપાય

એસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું થવાને કારણે હાડકાં નબળાં પડી જાય છે અને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. તેથી તેની જાળવણી કરવી જોઈએ. તમે તેના સ્તરને કુદરતી રીતે પણ સારું બનાવી શકો છો. જાણો કેવી રીતે વઘારી શકાય.

Women Health : એસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું થવાને કારણે હાડકાં નબળાં પડી જાય છે અને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. તેથી તેની જાળવણી કરવી જોઈએ. તમે તેના સ્તરને કુદરતી રીતે પણ સારું બનાવી શકો છો. જાણો કેવી રીતે વઘારી શકાય.

એસ્ટ્રોજનની ઉણપની સમસ્યાઓ

એસ્ટ્રોજન હોર્મોનની ઉણપને કારણે મહિલાઓની ત્વચા શુષ્ક થવા લાગે છે. આ સિવાય નબળા હાડકાં, ડિપ્રેશન, ચિંતા, હોટ ફ્લૅશ, યોનિમાં શુષ્કતા અને એકાગ્રતાનો અભાવ જેવી સમસ્યાઓ થવા લાગે છે.

 એસ્ટ્રોજન માટે ઘરેલું ઉપાય

  • અમુક ખાદ્ય પદાર્થો શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન વધારે છે. કેટલાક સંશોધનો અનુસાર, તમે તમારા આહારમાં સોયા, બેરી, બીજ, અનાજ, ફળો વગેરેનો સમાવેશ કરી શકો છો.
  • રોજેરોજ વર્કઆઉટ કરીને પણ શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર વધારી શકાય છે. વર્કઆઉટ કરતી વખતે ધ્યાન રાખો કે વધારે થાક ન લાગે. દરરોજ અડધો કલાક ચાલવું એ પણ સારો વિકલ્પ છે.
  • જો તમે શરીરમાં એસ્ટ્રોજનના સ્તરને યોગ્ય રાખવા માંગતા હોવ તો વજન પર નિયંત્રણ રાખવું જરૂરી છે.
  • આ માટે તમે સ્વસ્થ આહાર અને જીવનશૈલીનું પાલન કરો.ઘરની જવાબદારીઓ વચ્ચે તણાવ તો હોય જ છે,
  • પરંતુ તેને મેનેજ કરવો સ્વાસ્થ્ય માટે જરૂરી છે. નિષ્ણાતોના મતે સ્ટ્રેસ કન્ટ્રોલના અભાવે મેનોપોઝનો તબક્કો વહેલો આવે છે.
  • સારી અને ગાઢ ઊંઘ લેવાથી શરીર અને મન બંનેનું સ્વાસ્થ્ય સારું રહે છે. આવી સ્થિતિમાં, તમારે દરરોજ રાત્રે ઓછામાં ઓછા સાત કલાકની ઊંઘ લેવી જોઈએ.હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી એસ્ટ્રોજનનું સ્તર વધારી શકે છે.
  • આ કારણે મેનોપોઝનો તબક્કો વહેલો આવતો નથી. જો કે, આ માટે તમારે પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

 પ્રેગ્નન્સીમાં આ યોગાસન કરવાથી થાય છે આ  ગજબ ફાયદા

જો તમે પણ પ્રેગ્નન્સીમાં યોગ કરી રહ્યા છો અથવા પહેલાથી જ કરી રહ્યા છો, તો તમારે તેને કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ માટે સ્વસ્થ રહેવું વધુ જરૂરી છે કારણ કે આ દરમિયાન શરીરમાં ઘણા ફેરફારો થાય છે. અને બીમારીમાં કેટલીક દવા પણ નથી લઇ શકાતી.

તેથી, તમારા શરીરને મજબૂત અને મનને શાંત રાખવા માટે ગર્ભાવસ્થા દરમિયાન યોગ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચાલો જાણીએ કે સગર્ભા સ્ત્રીઓએ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

આ આસનો કરવાનું ટાળોઃ સગર્ભા સ્ત્રીઓએ પેટ પર અથવા પેટમાં ખેંચાણનો અહેસાસ થતો હોય તો કોઈપણ આસન ન કરવા જોઈએ. જેમ કે ચક્રાસન, નૌકાસન, ભુજંગાસન, હલાસન, અર્ધમત્સ્યેન્દ્રાસન અને ધનુરાસન વગેરે. તમે નિષ્ણાતનો અભિપ્રાય પણ લઈ શકો છો.

પ્રથમ ત્રિમાસિક: ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં, એટલે કે, ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિનામાં, સગર્ભા સ્ત્રીઓ ઉભા રહીને યોગ કરી શકે છે. આમ કરવાથી પગના સ્નાયુઓ મજબૂત થાય છે અને રક્ત પરિભ્રમણ બરાબર રહે છે. તેનાથી પગમાં સોજો અને જકડ પણ આવતી નથી.

પ્રથમ ત્રણ મહિનામાં, સ્ત્રીઓએ ખૂબ જ ઝડપી અને થકવનારું આસન ન કરવા જોઈએ. તેના બદલે તમે પ્રાણાયામ કરી શકો છો.

ચોથા અને પાંચમા મહિનામાં: ખાસ ધ્યાન રાખો કે આ મહિનામાં યોગ ન કરવા જોઈએ કારણ કે તે ગર્ભાવસ્થાનો સૌથી નાજુક સમય છે. જો તમે કરો છો, તો ચોક્કસપણે ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.

સગર્ભાવસ્થાની શરૂઆતઃ પ્રેગ્નન્સીની શરૂઆતમાં તમારે એવા યોગ કરવા જોઈએ જે ખભા અને કમરના ઉપરના ભાગને મજબૂત બનાવે. આ સિવાય તમને જે આરામદાયક લાગે ત્યાં આસનો કરો. આ દરમિયાન તમારા શરીરની ક્ષમતા અનુસાર યોગ કરો.

પહેલાં ક્યારેય ન કર્યું: જો તમે ગર્ભાવસ્થા દરમિયાન પ્રથમ વખત યોગ શરૂ કરી રહ્યાં છો, તો તમે તેને 14મા અઠવાડિયાની આસપાસ શરૂ કરી શકો છો. ત્રિમાસિકમાં યોગ કરવાનું ટાળો કારણ કે આ સમયે ગર્ભપાત થવાની સંભાવના સૌથી વધુ હોય છે.

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને   સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ

વિડિઓઝ

Ganesh Gondal : ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા ગાંધીનગરમાં શરૂ, 13 ડિસેમ્બર સુધી ચાલશે તપાસ
Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ
Hun To Bolish : હું તો બોલીશ : 'જેવું બોલશો એવું ભરશો'
Hun To Bolish : હું તો બોલીશ : ચરિત્રહીન કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : દેવામાં ડૂબ્યા શહેર ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IndiGo crisis: IndiGoનો સરકારને જવાબ, ફ્લાઈટ સંકટ પાછળ ગણાવ્યા આ પાંચ કારણો
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
IND vs SA 1st T20: આજે સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટી-20 મેચ, જાણો કેવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11?
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
Year Ender 2025: આ વર્ષે રેલવેએ કર્યા અનેક મોટા ફેરફારો, ટ્રેનમાં સફર કરતા લોકોએ જાણવી જોઈએ આ વાત
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
Japan Earthquake: જાપાનમાં ભયાનક ભૂકંપ, 7.6ની તીવ્રતાના આંચકા બાદ સુનામીની ચેતવણી
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
'તેરે ઈશ્ક મેં'એ પાર કર્યો 100 કરોડનો આંકડો, ધનુષ અને કૃતિની ફિલ્મનો બૉક્સ ઓફિસ પર ધમાલ
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
6,15,000 કરોડનું પાણી? સરકારી બેંકોએ છેલ્લા ૫ વર્ષમાં આટલી મોટી રકમ માંડી વાળી! જાણો કોના પૈસા ગયા?
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થતા આટલી વધી જશે બેસિક સેલેરી, આટલા હજારનો થશે વધારો
Embed widget