નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક જીતાડવાની જવાબદારી લીધી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ ઉપરાંત ઉંઝા વિધાનસભા બેઠક જીતાડવાની જવાબદારી પણ લીધી છે. ભાજપના નારણ પટેલ અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં આશા પટેલના જૂથ આમનેસામને છે.
2/3
ભાજપના નેતાઓની દિલ્લી ખાતે અમિત શાહ સાથેની બેઠકમાં મહેસાણા બેઠક અંગે ચર્ચા કરાઈ હતી. મહેસાણા બેઠક પરથી નીતિન પટેલને ચૂંટણી લડાવવા ભાજપે કવાયત શરૂ કરી હતી. જો કે નીતિન પટેલ કેન્દ્રીય મોવડી મંડળને સમજાવવામાં સફળ રહ્યા છે અને તેમના સ્થાને અન્ય ઉમેદવારની વિચારણા હાથ ધરાઇ છે.
3/3
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપે કુલ 16 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાકી રહેલી 10માંથી 6 બેઠકોના સાંસદોની ટિકિટ કપાવાની નક્કી છે અને આ બેઠકોમાં મહેસાણા બેઠકનો સમાવેશ પણ થાય છે. વર્તમાન સાંસદ જયશ્રીબેન પટેલને ભાજપ રીપીટ કરે તેવી શક્યતા ઓછી છે.