મહેસાણાઃ મહેસાણા તાલુકાના લીંચ ગામમાં 18 વર્ષની નીચેના યુવક યુવતીઓ ઉપર મોબાઈલ રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગ્રામસભામાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણાથી 15 કિલોમીટર દૂર આવેલા લીંચ ગામમાં છેલ્લા એક વર્ષથી યુવક-યુવતી ભાગી જવાની તેમજ આપઘાતની ઘટનાઓ ગામ માટે પડકારરૂપ બની હતી. હાલમાં જ એક જ કુટુંબના યુવક-યુવતીએ પ્રેમસંબંધોનો જીવતા સળગીને અંત લાવવાની હ્રદયદ્વાવક ઘટનાએ ગામજનોને હચમચાવી મુક્યા હતા. આ ઘટના બાદ મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
2/4
આ અંગે ગામનાં સરપંચ અંજુબેન પટેલે કહ્યું કે, 18 વર્ષથી નીચેના યુવક- યુવતીઓ પર મોબાઇલ રાખવા પ્રતિબંધ મુકયો છે અને આ નિર્ણયને ગ્રામજનોએ બંને હાથ ઉંચા કરી સમર્થન આપ્યું છે. યુવક-યુવતી વચ્ચે અંદરો અંદર સંબંધો ધ્યાને આવતાં જ જો પરિવાર કે આગેવાનો દ્વારા કાઉન્સેલિંગ કરાય તો અઘટીત ઘટનાઓ બનતી અટકાવી શકાય.
3/4
થોડા સમય પહેલા ગામના ગામના યુવક- યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની અફવા ઉડી હતી. જ્યારે તેમના ઘરે ગઇ ત્યારે યુવતી સાસરીમાં હોવાનું ખુલ્યું હતું. આવી અફવાથી યુવક-યુવતીનું જીવન બરબાદ થઇ શકે છે. બદનામીને કારણે ક્યાંક તેમને કંટાળી આપઘાત કરવો પડે કે પછી તેમના લગ્ન તૂટી જાય. આવું અટકે તે માટે આવ નિર્ણય લેવાયો છે.
4/4
ગુરુવા રાત્રે 9 કલાકે ગામના સરપંચ અંજુબેન પટેલ, સામાજિક આગેવાન મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગામના ખોડિયાર માતાના મંદિર સંકુલમાં ગ્રામજનો ભેગા થયા હતા. જ્યાં ચર્ચાના અંતે ગામના ધોરણ-10, 11 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે 18 વર્ષથી નીચેના યુવક- યુવતીઓ ઉપર મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે ગામમાં અંદરો અંદરના પ્રેમસંબંધોની જાણ થતાં જ તેમના પરિવાર કે ગામના આગેવાનોનું ધ્યાન દોરવાનું કહ્યું જેથી આપઘાત જેવી ઘટનાઓ ના બને અને ખોટી અફવાઓથી દૂર રહેવા ખાસ સૂચના અપાઇ હતી.