શોધખોળ કરો
પાલનપુરઃ દારૂ પીને ટેન્કર ચાલકે 12 લોકોને કચડી નાંખ્યા, છના મોતથી અરેરાટી
Written By : એબીપી અસ્મિતા વેબ ટીમ | Updated at : 13 Feb 2018 10:35 AM (IST)
1/11

2/11

ઓઇલ ભરેલું જીજે 12 એવાય 0358 ટેન્કર રાજસ્થાનથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું. દરમિયાન ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જતા સીધો જ હોટેલ સવેરાના પાર્કિંગમાં ધસી ગયો હતો અને આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટના સ્થળે જ વાહનોમાં બેઠેલા અને વાહનોની નજીક ઉભેલા 12 જણા કચડાઈ ગયા હતા. જેમાં ઘટના સ્થળે જ છનાં મોત નીપજ્યા હતા.
3/11

4/11

5/11

6/11

જ્યારે છ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે મહેસાણા અને અમદાવાદ ખસેડાયા છે. આ ઘાયલોમાં રાવળ ભરતભાઈ કાળુભાઇ (ઉ.વ.38), મનોજભાઈ દેવડા (ઉ.વ.40, રહે.માલગઢ, ડીસા) અને જસવંતભાઈ પુનમભાઈ પટેલ (ઉ.વ.65, રહે. અમીરગઢ)નો સમાવેશ થાય છે.
7/11

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ ટેન્કર ચાલક રોષ ઉતારી માર મારી પોલીસને સોંપ્યો હતો. રાત્રે ઘાયલોની મરણચીસો અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું.
8/11

ગઈ કાલે રાત્રે 8 વાગે ટેન્કર ચાલક વળાંક લેવાનું ભૂલી જઈ સીધો સવેરા હોટેલના પાર્કિંગમાં ઘૂસી જતા પાર્ક કરેલી 2 કાર, 2 રિક્ષાઓ અને કેટલાક બાઇકોનો ખુદડો બોલાવી 12 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 6નાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે 6 જણને ઇજાઓ પહોંચી હતી.
9/11

આ અકસ્માતમાં દિલીપભાઈ છગનભાઇ પટેલ (રહે . અમીરગઢ, ઉ.વ.42.), ભરતભાઇ પટેલ (રહે.અમીરગઢ, ઉ.વ.40 ), રાહુલભાઈ દિલીપભાઈ જોશી (રહે. પાલનપુર બ્રાહ્મણવાસ, ઉ.વ.22), સુરેશભાઈ શામજીભાઈ પટેલ (રહે. અમીરગઢ, ઉ.વ.42), પ્રકાશભાઈ ઈશ્વરજી માળી (રહે. ડીસા, ઉ.વ 32 ) અને વિઠ્ઠલભાઈ પટેલ (રહે. અમીરગઢ)નું મોત થયું છે.
10/11

આ અકસ્માતના સમાચાર મળતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા છમાંથી પાંચ અમીરગઢના વતની છે. જ્યારે અન્ય એક ડીસાનો વતની છે. જ્યારે છ લોકોને આ અકસ્માતમાં ઇજા પહોંચી છે. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
11/11

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ટેન્કર ચાલકે દારૂના નશામાં બેફામ ટેન્કર ચલાવીને 12 લોકોને કચડી નાંખતાં છના કમકમાપૂર્ણ મોત થયા છે. કાર સહિત ચાર-ચાર વાહનોને અડફેટે લઈને અકસ્માત સર્જતા છ લોકોના મોતથી સમગ્ર પાલનપુરમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુરના આરટીઓ સર્કલ પાસે બેફામ બનેલા ટેન્કરે કાર સહિતના વાહનોને અડફેટે લેતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
Published at : 13 Feb 2018 10:35 AM (IST)
Sponsored Links by Taboola
ટોપ સ્ટોરી
મહેસાણા
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
મહેસાણા
અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, ઉત્તર ગુજરાતમાં પડશે 15 થી 20 ઈંચ વરસાદ, મહેસાણામાં 3 ના મોત
મહેસાણા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
મહેસાણા
HNGU: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય, પાટણ અને મહેસાણાની 17 કોલેજોનું જોડાણ કર્યુ રદ
ટ્રેન્ડિંગ સમાચાર






















