કચ્છ: ખાવડા પાસે પથ્થર ખનન દરમ્યાન ભેખડ ધસી પડતાં સર્જાઇ ભયંકર દુર્ઘટના, 3 શ્રમિકનાં કમકમાટી ભર્યો મૃત્યુ
કચ્છ:કચ્છના ખાવડા નજીક ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ હતી. . અહીં ખોદકામ કરતી વખતે મોટી ભેખડ ધસી પડતાં મલબામાં 3 શ્રમિકો દટાઇ જતાં મૃત્યુ થયા છે.
કચ્છ:કચ્છના ખાવડા નજીક ખોદકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઇ હતી. . અહીં ખોદકામ કરતી વખતે મોટી ભેખડ ધસી પજતાં મલબામાં 3 શ્રમિકો દટાઇ ગયા હતો. કચ્છ ખાવડા પાસેના પૈયા ગામની પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ટીમ દોડી આવી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ઘર્યું હતું. ફાયર ટીમે તાબડતોબ મલબો હટાવવાની કામગી હાથ ઘરી હતી પરંતુ દુર્ભાગ્યવશ ત્રણેય શ્રમિકોને બચાવી શકાયા ન હતા. મૃતક શ્રમિકો મધ્યપ્રદેશના હતા.
ભેખડ એટલી વિશાલ હતી કે, ઘટનામાં હિટાચી સહિત ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે કાટમાળ નીચેથી એક શ્રમિકનો મૃતદેહ બહાર કઢાયા બાદ અનેય લોકો હોવાની આશંકાએ સર્ચઓપરેશન હાથ ધરાયું હતું. જો કે ત્રણ શ્રમિકોને બચાવી શકાયા ન હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે ખોદકામ દરમિયાન આ દુર્ઘટના બની હતી.
દાહોદ: આપનું બાળક આ વસ્તુથી રમવાની કરે જીદ્દ તો ન આપશો, બન્યો એક લાલબતી સમાન કિસ્સો, જાણો શું છે ધટના
અમદાવાદ:જો આપનું બાળક કોઈ પણ વસ્તુથી રમવાની જીદ્દ કરે છે. તો બાળકના માતા પિતાએ ચેતી જવાની જરૂર છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી કરીને મહામહેનકે બાળકનો જીવ બચાવાયો છે.
જો આપનું બાળક કોઈ પણ વસ્તુથી રમવાની જીદ્દ કરે છે. તો બાળકના માતા પિતાએ ચેતી જવાની જરૂર છે.અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રેર ઓફ ધ રેર સર્જરી કરીને મહામહેનકે બાળકનો જીવ બચાવાયો છે. દાહોદના ખેતરમાં રહેતા દસ વર્ષીય મોઇન ખાન નામનો બાળક રમતા રમતા સોફટ બોર્ડની પિન ગળી ગયો.ગભરાઈને બાળકે માતા પિતાને ફરિયાદ તો ન કરી પરંતુ થોડા સમય બાદ તેની તબિયત લથડી શ્વાસ લેવામાં તકલીફ અને ઉધરસ શરૂ થઇ જતાં માતા પિતા ચેતી ગયા અને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો 11 ડિસેમ્બરના રોજ બનેલ ઘટના બાદ બાળકની સર્જરી કરવામાં આવી. તબીબોના મત અનુસાર બાળકની સર્જરી એટલે જટિલ હતી કારણ કે પિનનો આગળનો ધારદાર ભાગ શરીરના અંદરના અવયવોને નુકશાન કરે તેવી ભીતિ હતી તે સાથે બાળકના જમણા ફેફસામાં પિન ભરાઈ જતા તેના ફેફસામાં કાણું પડી ગયું જેની પણ સર્જરી કરવામાં આવી અને પિન બહાર કાઢવામાં પણ સાવચેતી પૂર્વક તેનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ હતું અને આખરે સદભાગ્યે બાળકની જિંદગી બચી ગઇ હતી.
Accident: તમિલનાડુમાં સબરીમાલા મંદિરથી પરત ફરી રહેલ કાર ખીણમાં ખાબકી, 8ના મોત; બે ઘાયલ
Accident:તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે. એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. થેનીના કલેક્ટર કે.વી. મુરલીધરને અકસ્માતની જાણકારી આપી છે.
કલેક્ટરે જણાવ્યું કે દુર્ઘટના કુમુલી ટેકરી પર થઈ હતી. તમામ ભક્તો સબરીમાલા મંદિરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય બે લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.
મૃતકોમાં એક સગીર પણ પણ સામેલ
જણાવવામાં આવી રહ્યું છે કે પહાડી રોડના વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો, જેના કારણે આ અકસ્માત થયો. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં એક સગીર પણ સામેલ છે. તમામ લોકો જિલ્લાના આંદીપટ્ટીના રહેવાસી હતા.