Ahmedabad : 14 વર્ષિય સગીરાને લલચાવી પ્રેમીએ પરાણે માણ્યું શરીરસુખ ને પછી તો...
20 વર્ષીય યુવકે સગીરાને લલચાવીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાએ પરિવારને જાણ કરતા ફરિયાદ નોંધાવામાં આવી છે. રામોલ પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદઃ શહેરમાં એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે બળાત્કારની ત્રણ-ત્રણ ઘટનાઓ સામે આવી છે. શહેરમાં 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના પણ સામે આવી છે. 20 વર્ષીય યુવકે સગીરાને લલચાવીને તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. સગીરાએ પરિવારને જાણ કરતા ફરિયાદ નોંધાવામાં આવી છે. રામોલ પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે.
આ સિવાય શહેરમાં એર હોસ્ટેસનો અભ્યાસ કરતી યુવતી પર તેના જ પ્રેમીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પ્રેમીએ કેફી પીણું પીવડાવી પ્રેમિકા સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, યુવતીનો અશ્લીલ વીડિયો અને ફોટા પાડી લીધા હતા.
આ અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે યુવતીએ પ્રેમી સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત શહેરની એક પરિણીતાએ પોતાના પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ કરતા ચકચાર મચી ગઈ છે. પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં પ્રેમી સામે બળાત્કારની ફરિયાદ નોધાવી છે. લગ્ન બાદ પણ પ્રેમી પ્રેમિકા સાથે શારીરિક સંબંધ રાખતો હતો. ચોટીલા સહિતની જગ્યાએ લઈ જઈ હોટલ અને બસમાં શારીરિક સંબંધ બાંધતો હોવાની ફરિયાદ નોંધાવી છે. સોલા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
શહેરના વાસણા વિસ્તારમાં 16 વર્ષીય સગીરાને યુવકે પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધો બાંધી ગર્ભવતી બનાવી દેતા ખળભળાટ મચી ગયો છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતાં માતા તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. અહીં ડોક્ટરે સોનોગ્રાફી કરી દીકરી 6 મહિના ગર્ભવતી હોવાનું જણાવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ બાળકના પિતા અંગે કંઈ ન કહેતા તેમણે મહિલા હેલ્પલાઇનની મદદ લેવી પડી હતી. હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરી યુવક સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સગીરા પરિવાર સાથે હાથીજણમાં રહેતી હતી, ત્યારે પાડોશી યુવકના પ્રેમમાં પડી હતી. સગીરા ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, ત્યારે તે યુવકના પરિજયમાં આવી હતી. દરમિયાન યુવક સગીરાને ખેતરમાં લઈ ગયો હતો અને અહીં તેને શરીરસુખ માણવા કહ્યું હતું. સગીરાએ ઇનકાર કરતાં પ્રેમમાં તો આ બધું કરવું પડે તેમ કહી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
સગીરાએ આ અંગે તેની ફ્રેન્ડ સાથે વાત કરતાં તેણે પણ પ્રેમમાં આવું કરવું પડે તેમ કહ્યું હતું. બીજી તરફ સગીર દીકરીના પ્રેમસંબંધ અંગે ખબર પડતાં તેમણે યુવકને બોલાવી માર માર્યો હતો અને દીકરીને પરેશાન ન કરવા જણાવ્યું હતું. એટલું જ નહીં, પરિવાર હાથીજણથી વાસણામાં રહેવા આવી ગયો હતો.
બીજી તરફ સગીરા જન્મ દિવસે દાદી સાથે હાથીજણ આવી ત્યારે પ્રેમી ફરીથી તેને મળવા આવ્યો હતો તેમજ તેને લલચાવીને તેના ઘરે લઈ ગયો હતો. અહીં પણ તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે, આ સંબંધ પછી સગીરા માસિક ન આવતાં ટેન્શનમાં આવી ગઈ હતી. આ અંગે તેણે પ્રેમીને વાત કરતાં તેણે તારા શરીરમાં લોહી ન હોવાથી માસિક ન આવતું હોવાનું જણાવ્યું હતું. જોકે, સગીરા માસિક આવતું ન હોવાથી ડરી ગઈ હતી. તેમજ તેની માતાને પણ આ અંગે ખોટું કહ્યું હતું.
દરમિયાન સગીરાને પેટમાં દુખાવો ઉપડતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. મહિલા હેલ્પલાઇને કાઉન્સેલિંગ કરતાં સગીરાએ ઉપરની સંપૂર્ણ વિગત જણાવી હતી અને યુવકે બેથી ત્રણવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ધડાકો કર્યો હતો. પરિવારે સમગ્ર હકિકત સામે આવતાં પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.