(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad: અમદાવાદમાં મહિલા અને પુરુષે કેનાલમાં ઝંપલાવ્યું, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
અમદાવાદ: ફતેહવાડી કેનાલમાં મહિલા અને પુરુષે ઝંપલાવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે. જ્યારે કેનાલમાં પડેલા પુરુષને બહાર કાઢવાના પ્રયાસો શરૂ.
અમદાવાદ: શહેરની ફતેહવાડી કેનાલમાં મહિલા અને પુરુષે ઝંપલાવતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે. જ્યારે કેનાલમાં પડેલા પુરુષને બહાર કાઢવા ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો છે. પ્રહલાદનગર ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર જવા રવાના થઈ છે. ડો કે આ મહિલા અને પુરુષે શા માટે આ પગલું ભર્યું તેની માહિતી સામે આવી નથી. ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ છે.
વ્યાજના ખપ્પરમાં હોમાયો અમદાવાદનો વેપારી
અમદાવાદના નિકોલ વિસ્તારમાં વ્યાજના ખપ્પરમાં એક વેપારી હોમાયો છે. મળતી માહિતી પ્રમાણે અમિત શાહ નામના વેપારીને થોડા દિવસ પહેલા કાંચા ઉર્ફે મીર નામના વ્યાજખોરે પહેલા માળેથી ધક્કો માર્યો હતો. જે બાદ અમિત શાહ નામનો વેપારી બેજમેન્ટ પટકાયો હતો. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જો કે વેપારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વેપારીના મૃત્યુ બાદ તેમના પરિવારે અમિત શાહના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે.
રખડતા ઢોરે વધુ એક યુવકનો જીવ લીધો, બેની હાલત ગંભીર, લોકોમાં રોષ
બનાસકાંઠા: ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવતા અનેક લોકોના મોત નિપજ્યા છે તો સેંકડો લોકો ઘાયલ થયા છે. તાજેતરમાં જ રાજ્યના પૂર્વ ડિપ્ટી સીએમ નિતીન પટેલને ગાયએ અડફેટે લીધા હતા જેમાં તેમના પગમાં ઈજા થઈ છે. તો હવે મળતી માહિતી પ્રમાણે રખડતા ઢોરે વધુ એક જીવ લીધો છે. પાલનપુરના મેરવાડા ગામ પાસે રખડતા ઢોરની અડફેટે યુવકનું મોત થયું છે જ્યારે 2 વ્યક્તિને ઈજા પહોંચી છે. મેરવાડા નજીકથી પસાર થઈ રહેલા યુવકોની કાર સાથે આખલો અથડાતાં અકસ્માત સર્જાયો હતો. તમને જણાવી દઈએ કે, રખડતા ઢોરને લઈ એક અઠવાડિયામાં આ બીજું મોત છે.પાલનપુર તાલુકા પોલીસે યુવકના મોત મામલે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ રખડતા ઢોરને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો...