Ahmedabad : પુત્રીની ડીલીવરી કરાવવા ગયેલી મહિલાને વેવાઈ સાથે બંધાયા શરીર સંબંધ, ઘરમાં જ માણતાં શરીર સુખ, જમાઇનું થયું મોત ને પછી...........
દીકરીને નવા પતિ સાથે ખટરાગ થતાં તે પાછી પિયર આવી ગઈ હતી ને માતાને પણ પોતાના ઘરે રહેવા કહ્યું હતું પણ માતા પ્રેમીને છોડીને આવવા તૈયાર ના થતાં દીકરીએ આપઘાતની ધમકી આપી હતી. મહિલાએ ડરીને 181 નંબર પર ફોન કરતાં અભયમની ટીમે કાઉવ્સેલિંગ કરીને ત્રણેયને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દીકરીની ડીલિવરી માટે ગયેલી મહિલાને દીકરીના સસરા સાથે શરીર સંબંધ બંધાયા હતા. મહિલા દીકરીના ઘરે જ વેવાઈ સાથે શરીર સુખ માણતી હતી. દરમિયાનમાં જમાઈ ગુજરી જતાં મહિલાએ દીકરીને બીજે પરણાવી હતી ને પોતે ખુલ્લેઆમ વેવાઈના ઘરે રહીને તેની સાથે રંગરેલિયાં મનાવતી હતી.
દીકરીને નવા પતિ સાથે ખટરાગ થતાં તે પાછી પિયર આવી ગઈ હતી ને માતાને પણ પોતાના ઘરે રહેવા કહ્યું હતું પણ માતા પ્રેમીને છોડીને આવવા તૈયાર ના થતાં દીકરીએ આપઘાતની ધમકી આપી હતી. મહિલાએ ડરીને 181 નંબર પર ફોન કરતાં અભયમની ટીમે કાઉવ્સેલિંગ કરીને ત્રણેયને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.
મહિલાએ ફોન કરતાં 181 હેલ્પલાઈનની ટીમ મહિલાને ઘરે પહોંચી હતી. કાઉન્સલિંગ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે, ચાર વર્ષ પહેલાં દીકરીની ડિલિવરી વખતે મહિલા દીકરીની સાસરીમાં રહેવા ગઈ હતી. મહિલાની દીકરીના સસરા સાથે આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. મહિલા દીકરીના ઘરમાં જ વેવાઈ સાથે શરીર સુખ માણીને રંગરેલિયાં મનાવતી હતી.
દોઢ વર્ષ પહેલાં જમાઈનું દારૂના વ્યસનને કારણે મોત થતાં મહિલાએ દીકરીનાં બીજા લગ્ન કરાવી દીધાં હતાં. મહિલા દીકરીના જૂના સસરા સાથે રહેવા લાગી હતી. દીકરીને બીજા લગ્નજીવનમાં સાસરિયાંએ ત્રાસ આપીને મારપીટ કરતાં દીકરી ઘરે પરત આવી હતી. દીકરી માતાને ઘરે લઈ જવા માટે આવી હતી. દીકરીએ પૂર્વ સસરા અને માતા બંનેને સમજાવ્યું કે, સમાજમાં તમારા બંનેની ખરાબ વાતો અને બદનામી થઈ રહી છે. જો કે બંને ન માનતાં અંતે દીકરીએ આપઘાતની ધમકી આપતાં માતાએ 181 હેલ્પલાઈનની મદદ માગી હતી. ટીમે સમજાવતાં વેવાઈ અને વેવાણ એકબીજાથી અલગ રહેવા તૈયાર થયા હતા.