શોધખોળ કરો

Ahmedabad : રાજધાની એક્સપ્રેસના એટેન્ડેન્ટે સગીરાને કેબિનમાં લઈ જઈ પરાણે માણ્યું શરીરસુખ, પીડિતા અમદાવાદ ઉતરી ને....

એટેન્ડેન્ટ સગીરાને તેની કેબિનમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટેન્ડન્ટની હરકતથી સગીરા ડઘાઈ ગઈ હતી. તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી ત્યાં જ ગુમશુમ બેસી રહી હતી.

અમદાવાદઃ ચાલુ ટ્રેનમાં સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજધાની એક્સપ્રેસમાં એટેન્ડેન્ટે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. કાલુપુર રેલવે સ્ટેશન પર સગીરા ગુમશુમ બેસી રહેતા rpfની ટીમે પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો. પૂછપરછમાં સગીરાએ એટેન્ડેન્ટ દ્વારા દુષ્કર્મ આચર્યનો ખુલાસો કર્યો હતો. 

એટેન્ડેન્ટ સગીરાને તેની કેબિનમાં લઈ જઈને પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટેન્ડન્ટની હરકતથી સગીરા ડઘાઈ ગઈ હતી. તેમજ કાલુપુર રેલવે સ્ટેશન પર ઉતર્યા પછી ત્યાં જ ગુમશુમ બેસી રહી હતી. જોકે, રેલવે પોલીસનું ધ્યાન પડતા સમગ્ર વિગતો બહાર આવી છે. સમગ્ર મામલે કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી કરાઈ હતી. અટેન્ડન્ટની ધરપકડ કરાઈ છે. બાદમાં કેસ જયપુર ટ્રાન્સફર કરી આરોપીને પણ ટ્રાન્સફર કરાયો હતો. 

Mehsana : યુવકને ફોન કરીને બોલાવ્યો, બંનેએ મિત્રની ઓફિસમાં એકાંત માણ્યું ને પછી યુવતીએ કહ્યું, ચાલો....

મહેસાણાઃ ઊંઝા હની ટ્રેપના મામલે પોલીસે મુખ્ય સુત્રધાર ડિમ્પલ પટેલની ધરપકડ કરી લીધી. અગાઉ પોલીસે હનીટ્રેપના કેસમાં 6 આરોપીને પકડી લીધા હતા. જોકે, પોલીસ ફરિયાદ પછી ડિમ્પલ પટેલ ફરાર થઈ ગઈ હતી. હવે તેને પકડવામાં પણ પોલીસને સફળતા મળી છે. આ ટોળકીએ ઊંઝાના નામાંકિત પેઢીના મહેતાજીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા 58 લાખથી વધુની રકમ ખંખેરી હતી. આ મામલે ઊંઝા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મહેસાણા SOG ટીમે આખી ગેંગને દબોચી લીધી હતી.

હનીટ્રેપની મુખ્ય સૂત્રધાર ડિમ્પલ પટેલને ઊંઝા પોલીસે ઉનાવા પાસેથી ઝડપી લીધી છે. જેને આજે શનિવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાશે. ઊંઝા ખાતે નામાંકિત કંપનીમાં નોકરી કરતા યુવકને ચાર મહિના પહેલા અજાણી યુવતીએ ફોન કર્યો હતો. તેમજ તેની સાથે મીઠી મીઠી વાતો કરી  પ્રેમજાળમાં ફસાવ્યો હતો. દરમિયાન યુવકને ઐઠોર ચોકડી એકાંત માણવાના બહાને બોલાવ્યો હતો. અહીં યુવતીએ યુવક સાથે એકાંત માણવાની ઓફર કરી હતી. આથી બન્ને યુવકના પરિચિતની ઓફિસમાં સમય વિતાવ્યો હતો. આ પછી યુવતીએ વિસનગર મૂકી જવા કહેતા યુવકે પોતાના વાહનમાં યુવતીને લઈ મુકવા જતા રસ્તામાં તેના પતિની ઓળખ આપી કેટલાક શખ્સોએ ગાડી ઉભી રાખી રકઝક કરી હતી.

તેમજ ઊંઝાના નટુજી ઠાકોર સહિતના માણસોએ સમાધાન કરી રસ્તો કરવા પૈસાથી મામલો થાળે પડવાની વાત કરી યુવક પાસેથી રૂપિયા 35 લાખ રૂપિયા પડાવી લીધા હતી. બાદમાં યુવતીને તેના ઘરે મૂકી જશે તેવી ધાકધમકીઓ આપી અને યુવતીને બાળક થવાનું હોઈ અબોર્શન કરવા સહિતની બહાનબાજી કરી વધુ પૈસાની માંગણી કરાતા યુવકે વધુ પૈસા આપ્યા હતા.

આ પછી સુરત વરાછા પોલીસના નામે કોલ કરી ઓબોર્શનના કેસમાં ફસાવાની ધમકી આપી વધુ રૂપિયા 12 લાખ પડાવ્યા હતા. આમ, ભોગબનનાર યુવક પાસેથી કુલ 58.50 લાખ ખંખેરી લીધા બાદ પણ પીછો ન છૂટતો હોઈ યુવકે ઊંઝા પોલીસને જાણ કરી હતી. તેમજ યુવકે  ડિમ્પલ પટેલ નામની યુવતી અને ઊંઝાના નટુ ઠાકોર સહિત 7 શખ્સો સામે સામાજિક બદનામી અને ખોટી ફરિયાદો કરી ફસાવી દેવા સહિત પૂર્વ આયોજિત કાવતરાને અંજામ આપવા મામલે ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં સંડોવાયેલા 6 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધા હતા. જોકે, આ ગેંગમાં સામેલ ડિમ્પલ પટેલ નામની યુવતીને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા. જેને ગઈ કાલે ઝડપી લેવામાં આવી હતી. આ ટોળકીએ અગાઉ પણ જિલ્લામાં 3 લોકોને હનીટ્રેપમાં ફસાવી રકમ વસૂલી કર્યા હોવાનું કબુલ્યું હતું. જેમાં સાત મહિના પહેલા મહેસાણાથી ઉનાવા વચ્ચે એક મારવાડી ઈસમને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકીઓ આપી 2 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું કબુલ્યું હતું.

એટલું જ નહીં, છ એક મહિના પહેલા ઊંઝામાં રહેતા મોટી ઉંમરના એક વડીલને છોકરીનો નંબર આપી વાતચીત કરાવ્યા બાદ વડનગરના ગેસ્ટ હાઉસમાં બોલાવી પાછા ફરવાના સમયે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા. આ ટોળકીએ ઊંઝાના એક નવ યુવાનને નંબર આપી વાતચિત કરાવી વિસનગર તરફ આવેલા ગેસ્ટ હાઉસમાં યુવતી મોકલી પરત આવવાના સમયે હની ટ્રેપમાં ફસાવી ધમકીઓ આપી 15 લાખ રુપિયા પડાવી લીધા હતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Firing Case : સુરતમાં સામાન્ય બબાલમાં યુવકે 3 લોકોને ધરબી દીધી ગોળી, જુઓ અહેવાલSurat Train Accident : સુરતમાં ટ્રેન નીચે આવી જતાં યુવકનું મોત, જુઓ અહેવાલKutch Murder Case : કચ્છમાં 21 વર્ષીય યુવતીની જાહેરમાં તલવારના ઘા મારી હત્યા, થઈ ગયો હાહાકારRajasthan Accident : રાજસ્થાનમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
IND vs AUS: મેલબૉર્નમાં ટીમ ઇન્ડિયાની હાર, 184 રનોથી જીત્યું ઓસ્ટ્રેલિયા, હવે ભારતનું WTC ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Cold Wave: 5.6 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું ઠંડુગાર, 12 શહેરોમાં પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યું
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
Netanyahu's illness: બેંજામિન નેતન્યાહૂની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ, આ નેતાને બનાવાયા કાર્યવાહક પ્રધાનમંત્રી
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
31 ડિસેમ્બર પહેલા ખેડૂતો આ કામ નહી કરે તો PM Kisan Samman Nidhiનો નહી મળે લાભ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Crime: જુનાગઢમાં દુષ્કર્મની ઘટના, ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી આરોપીએ યુવતી સાથે આચર્યુ દુષ્કર્મ
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Surat: સુરતમાં ક્રિકેટ રમવા મામલે બબાલ બાદ ફાયરિંગ, ત્રણ લોકો થયા ઇજાગ્રસ્ત
Ration Card Rules:  એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Ration Card Rules: એક જાન્યુઆરીથી બદલાઇ રહ્યો છે રાશન કાર્ડ સંબંધિત આ નિયમ, તમે પણ જાણી લો કામની વાત
Jio vs Airtel vs Vi vs BSNL: વર્ષ સુધી રિચાર્જ કરવામાં મળશે રાહત, જાણો કઇ કંપનીનું રિચાર્જ છે બેસ્ટ?
Jio vs Airtel vs Vi vs BSNL: વર્ષ સુધી રિચાર્જ કરવામાં મળશે રાહત, જાણો કઇ કંપનીનું રિચાર્જ છે બેસ્ટ?
Embed widget