Ahmedabad : યુવતીને નજર કેદ કરી પતિ સહિત ફેક્ટરીના માલિક અને મિત્રે 6-6 વર્ષ સુધી ગુજાર્યો સામૂહિક બળાત્કાર
મહિલા અને તેનો પતિ કેરળમાં રહેતા હતા. ફેક્ટરી માલિક હરિ નાયર પણ કેરળનો રહેવાસી છે. વર્ષ 2011માં મહિલાના પતિને તેણે અમદાવાદમાં નોકરીની ઓફર આપીને બોલાવ્યો હતો. આથી તે પત્ની સાથે અમદાવાદ આવી ગયો હતો.
અમદાવાદઃ શહેરના વેજલપુરમાં પરિણીતા પર 6-6 વર્ષ સુધી પતિ (husband) અને અન્ય લોકોએ સામૂહિક બળાત્કાર (gang rape) ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2013થી 2019 દરમિયાન પતિ, ફેક્ટરીના માલિક અને મિત્રે વારંવાર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. વર્ષ 2020માં પતિના પર્સમાંથી પૈસા કાઢી કેરળ (Keral) નાસી ગયેલી પત્નીએ ત્યાં પોલીસ ફરિયાદ કરી હતી. આ ફરિયાદ વેજલપુર પોલીસ સ્ટેશન (Vejalpur Police Station)માં ટ્રાન્સફર કરવામાં આવતાં સમગ્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, પીડિતા મહિલા અને તેનો પતિ કેરળમાં રહેતા હતા. ફેક્ટરી માલિક હરિ નાયર પણ કેરળનો રહેવાસી છે. વર્ષ 2011માં મહિલાના પતિને તેણે અમદાવાદમાં નોકરીની ઓફર આપીને બોલાવ્યો હતો. આથી તે પત્ની સાથે અમદાવાદ આવી ગયો હતો. દરમિયાન વર્ષ 2013માં ફેક્ટરી માલિક તેમની પાડોશમાં રહેતી મહિલાના ઘરે આવ્યો હતો. આ સમયે પતિએ પત્નીને મદદ કરવાના બહાને તેને ત્યાં મોકલી હતી. તેમજ ફેક્ટરી માલિક સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું. જોકે, પરિણીતાએ ઇનકારી કરી દેતા હરિ અને જય ચંદ્રાએ પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
Tokyo 2020 Paralympics: ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ, ગોલ્ડ મેડલ જીતવાથી માત્ર એક ડગલું દૂર
આ અંગે પરિણીતાએ પતિને જાણ કરી હતી, પરંતુ પતિએ મદદ કરવાને બદલે આરોપીઓ સાથે મળીને તેનું શોષણ કરવાનું શરૂ કર્યું હતું, તેમ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું. પરિણીતાએ પતિ, ફેક્ટરી માલિક , મિત્ર અને એક મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2013થી 2019 દરમિયાન સતત 6 વર્ષ સુધી તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પતિ અને તેના મિત્રો મણિનગર, વેજલપુર અને થલતેજમાં જુદા જુદા મકાન ભાડે રાખીને શોષણ કરતા હતા. આ મહિલાને નજર કેદ રાખીને બંધક બનાવીને રાખતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મહિલા ન્યાય મેળવવા વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી છે.
Gujarat Corona : ગુજરાતમાં કોરોનાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, 16 જિલ્લા બન્યા કોરોનામુક્ત
ગુજરાતમાં કોરોનાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, 16 જિલ્લા બન્યા કોરોનામુક્ત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને લઈને સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે 16 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 15 જિલ્લાઓમાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. આ સિવાય 7 જિલ્લાઓમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેમજ ગુજરાતમાં હવે માત્ર 155 જ એક્ટિવ કેસ રહ્યા છે.
કોરોનામુક્ત જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5-5 જિલ્લા કોરોના મુક્ત બન્યા છે. આ પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 3-3 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર કોરોનામુક્ત બન્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરુચ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર, જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. તો નર્મદા, મહેસાણા, મહીસાગર, જૂનાગઢ, બોટાદ, આણંદ અને અમરેલીમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે.