શોધખોળ કરો

Gujarat Corona : ગુજરાતમાં કોરોનાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા રાહતના સમાચાર, 16 જિલ્લા બન્યા કોરોનામુક્ત

કોરોનામુક્ત જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5-5 જિલ્લા કોરોના મુક્ત બન્યા છે. આ પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 3-3 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે.

અમદાવાદઃ ગુજરાત (Gujarat)માં કોરોના (Corona)ને લઈને સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં હવે 16 જિલ્લા કોરોનામુક્ત બની ગયા છે. આ 15 જિલ્લાઓમાં હવે એક પણ એક્ટિવ કેસ નથી. આ સિવાય 7 જિલ્લાઓમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે, ત્યારે આ જિલ્લા પણ ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેમજ ગુજરાતમાં હવે માત્ર 155 જ એક્ટિવ કેસ (Active cases) રહ્યા છે. 

કોરોનામુક્ત જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5-5 જિલ્લા કોરોના મુક્ત બન્યા છે. આ પછી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં 3-3 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, ગીર સોમનાથ,  દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગર કોરોનામુક્ત બન્યા છે. 

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને ભરુચ જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. મધ્ય ગુજરાતમાં ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર, જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. તો નર્મદા, મહેસાણા, મહીસાગર, જૂનાગઢ, બોટાદ, આણંદ અને અમરેલીમાં માત્ર 1-1 જ એક્ટિવ કેસ છે. 

Gujarat Corona Cases: રાજ્યમાં કોરોનાના 13 નવા કેસ નોંધાયા, 5 લાખથી વધુ લોકોને અપાઈ રસી

ગુજરાત(Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોના(Covid19)ના 13 નવા કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં હાલ 155 એક્ટિવ કેસ છે અને 4  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,140 દર્દીઓએ કોરોના(Coronavirus)ને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.

રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 155 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 151 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,140 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10081 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે.  આજે કોરોનાને કારણે એક મોત થયું છે. સુરતમાં કોરોના સંક્રમણના કારણે એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં 4,  દાહોદ 2, કચ્છ 2,  વડોદરા કોર્પોરેશનમાં 2,જૂનાગઢ કોર્પોરેશન 1,  સુરત કોર્પરેશન 1,અને વડોદરામાં 1  કેસ નોંધાયા હતા. આજે 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે રસીકરણ અભિયાન પણ ખુબ ઝડપથી ચાલી રહ્યું છે. રાજ્યમાં આજના દિવસમાં 5,13,874 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 4,50,37,451 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?

રાજ્ય(Gujarat)માં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે.  રાજ્યના હવામાન વિભાગે (IMD)આ શક્યતા વ્યકત કરી છે.   હાલ તો 30 અને 31 ઓગષ્ટના દક્ષિણ ગુજરાત(south gujaratમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગના ડાયરેકટરે કહ્યું કે રાજ્યમાં હજુ 48 ટકા વરસાદ(Rain)ની ઘટ છે.  અત્યાર સુધીમાં રાજ્યમાં 286 મિમી વરસાદ નોંધાયો છે. 

વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે.  શરુઆતમાં પડેલા સારા વરસાદના કારણે ખેડૂતોએ હોંશે હોંશે મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ હતું  પરંતુ બાદમાં સતત વરસાદ ખેંચાતા પાક સુકાવા લાગ્યો છે.  તો સિંચાઈ માટેના ડેમ પણ હવે તળિયાજાટક બન્યા છે.   ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં સિઝનનો માત્ર 27 ટકા વરસાદ નોંધાયો છે.  લાખણી તાલુકામાં માત્ર 7 ટકા વરસાદ પડ્યો છે. અહિં  ખેડૂતોએ જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સિંચાઈ માટે સુજલામ સુફલાફ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવાની રજૂઆત કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Video: લાલ કપડુ એટલે ખતરાનું નિશાન..રાજકોટ ગોંડલ ચોકડી બ્રિજનો વીડિયો વાયરલHun To Bolish : હું તો બોલીશ : શિકારની શોધમાં વનપ્રાણીHun To Bolish : હું તો બોલીશ : મારે નથી ઘસવા હીરા!Dwarka Video: દ્વારકાના ખંભાળિયામાં હોટેલમાં 2 યુવક અને 2 યુવતીઓ વચ્ચે બબાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
IPL 2025: રાજસ્થાને ચેન્નાઈને રોમાંચક મુકાબલામાં હરાવ્યું, CSKની સતત બીજી હાર
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
ગુજરાતમાં વાહનચાલકોને મોંઘવારીનો વધુ એક ફટકો, 1લી એપ્રિલથી અનેક ટોલ પ્લાઝા પર ભાવ વધી જશે, જાણો નવા રેટ
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
સ્વામિનારાયણ મંદિરના સ્વામીનો વધુ બફાટઃ બધા ભગવાન સ્વામિનારાયણ ભગવાનના મેનેજર છે...
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
ગેરકાયદેસર લોકો બાદ હેવ વિદ્યાર્થીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પની તવાઈ, ધડાધડ વિઝા રદ થઈ રહ્યા છે, ભારતીયો પણ લિસ્ટમાં....
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
હિમાચલ પ્રદેશમાં ભારે પવનના કારણે મોટી દુર્ઘટના, ઝાડ ગાડી પર પડતા 6 લોકોના મોત    
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
ઈદ પર બેંકો ખુલ્લી રહેશે, RBIએ ૩૧ માર્ચની રજા કેમ રદ કરી? જાણો શેરબજાર ચાલુ રહેશે કે બંધ?
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
DC vs SRH Score: દિલ્હીએ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, ફાક ડૂ પ્લેસીસની આક્રમક ફિફ્ટી
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
નાની ભૂલથી અટકી જશે રાશન! રેશન કાર્ડના આ નિયમો જાણી લો, નહીં તો નહીં મળે અનાજ
Embed widget