Ahmedabad Coronavirus: રાજ્યમાં કોરોનાનું ડેથ સ્પોટ બનેલાં આ શહેરમાં પ્રથમ વખત 700થી વધુ કેસ નોંધાતા હાહાકાર, જાણો વિગત
Ahmedabad Corona Update: રાજ્યમાં કોરોના ઘાતક બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના ઘાતક (Gujarat Corona Cases) બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો (Active Cases) આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે. કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.
અમદાવાદમાં પ્રથમ વખત 700થી વધુ કેસ
અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 600થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. પણ ગઈકાલે 700થી વધુ કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધી શહેરમાં નોંધાયેલા સર્વોચ્ચ કેસ છે.
અમદાવાદમાં છેલ્લા 10 દિવસમાં કેટલા કેસ નોંધાયા
તારીખ |
કેસ |
5 એપ્રિલ |
773 |
4 એપ્રિલ |
664 |
3 એપ્રિલ |
646 |
2 એપ્રિલ |
621 |
1 એપ્રિલ |
613 |
31 માર્ચ |
611 |
30 માર્ચ |
606 |
29 માર્ચ |
602 |
28 માર્ચ |
607 |
27 માર્ચ |
601 |
અમદાવાદ બહાર ગયેલા લોકોએ આરટીપીસીઆર ટેસ્ટ નહીં કરવો પડે
આ દરમિયાન અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કામકાજ અર્થે રાજ્ય બહાર ગયા હોય એવા લોકો અમદાવાદ શહેરમાં આવે તે સમયે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો જરૂરી નથી.માત્ર તેઓ અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે.
રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત આજે કુલ 3,00,280 લોકોને રસીકરણ કરવામા આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 67,62,638 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,10,126 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.