AHMEDABAD: સાયલા પાસે થઈ ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાયો, MPની ગેંગ પકડાઈ
Ahmedabad News: પકડાયેલા આરોપી પાસેથી 50 લાખનો મુદ્દવાલ રિકવર કરાયો છે. લૂંટ આચરનાર મુખ્ય આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ શોધખોળ શરૂ કરી છે.
Ahmedabad News: સુરેન્દ્રનગરના સાયલા પાસે દસેક દિવસ પહેલાં થયેલી ચાંદીની લૂંટનો ભેદ ઉકેલાઈ ગયો છે. 3.93 કરોડની ચાંદીની લૂંટ કરનારી MPની ગેંગ પકડાઈ છે. ક્રાઇમ બ્રાંચે ચાર આરોપીની ધરપકડ કરી 100 કિલો જેટલો લૂંટનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. લૂંટ કરનાર કંજર ગેંગ હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાંચની ટીમ આરોપીને પકડવા છેલ્લા 10 દિવસથી મધ્યપ્રદેશ સહિત અલગ અલગ રાજ્યમાં તપાસ કરી રહી હતી. પકડાયેલા આરોપી પાસેથી 50 લાખનો મુદ્દવાલ રિકવર કરાયો છે. લૂંટ આચરનાર મુખ્ય આરોપીઓને પકડવા ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ શોધખોળ શરૂ કરી છે.
ઘટના બાદઅમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને લૂંટારાઓને શોધવાનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ક્રાઈમ બ્રાંચે ઓપરેશન ડીપ સર્ચ શરૂ કરીને ગુનાવાળી જગ્યાની વિઝિટ કરીને ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ માધ્યમથી તેમને હકીકત જાણવા મળી હતી કે, લૂંટ કર્યા બાદ મુદ્દામાલ જે ટ્રકમાં ભરીને ગયા હતાં તે ટ્રકની ઓળખ થતાં ટ્રનો માલિક દમણનો હોવાની જાણકારી મળી હતી. ત્યાર બાદ દમણમાં તપાસ કરતાં ટ્રકને મધ્યપ્રદેશમાં વેચી માર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ગુનામાં જીતેન્દ્ર બાબુલાલ ઝાઝા તથા રામમૂર્તિએ તેમના સાગરીતો સુનીલ, હેમરાજ ઝાલા, સુરેશ ગંજા, સતિષ દાઢી તથા કમલ પટેલ મળીને ચાંદી તથા ઈમિટેશન જ્વેલરીની લૂંટ કરી હતી.
ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશના દેવાસમાં જઈને તપાસ કરતાં માહિતી મળી હતી કે, આરોપીઓ ચૌબારાધીરા ગામમાં છુપાયેલા છે. જેથી 26 ફેબ્રુઆરીએ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ ગામમાં રહેતાં જીતેન્દ્ર જયંતીયા ચૌહાણના મકાનમાં જમીનમાં દાટી દીધેલા દાગીના મળી આવ્યા હતાં. જેમાં ચાંદીની જ્વેલરી કુલ વજન 75.839 કિલો, જેની કુલ કિંમત, 49.29 લાખ, તથા ઈમિટેશન જ્વેલરી કુલ વજન, 6.280 કિલો જેની કુલ કિંમત 30 હજાર થાય છે. પોલીસે જીતેન્દ્ર ચૌહાણ, તેની પત્ની બબીતાની ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસને જણાવ્યું હતું કે, જીતેન્દ્ર ઝાંઝાએ આ દાગીના છુપાવવા માટે 10 ટકા ભાગ માંગ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, લૂંટ કરેલો મુદ્દામાલ તેઓ ટ્રકમાં છુપાવીને મધ્યપ્રદેશ લઈ ગયાં હતાં. પોલીસે આ ટ્રકને પણ કબજે કરી છે.
આ પણ વાંચોઃ
Gujarat Farmer’s Scheme: ગુજરાતમાં ખેડૂતોનું આકસ્મિત મોત થાય તો સરકાર કેટલી ચૂકવે છે સહાય ?