શોધખોળ કરો
Advertisement
અમદાવાદના પૂર્વ મેયરનું થયું નિધન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પ્રફુલ્લ બારોટ બે દિવસ અગાઉ પોતાના ઘરની છત પર લપસી પડતા ઇજાગ્રસ્ત થયા હતા. જનસંઘના જુના કાર્યકર્તા તરીકે પ્રફુલ્લ બારોટ જાણીતા હતા.
અમદાવાદઃ જનસંઘના નેતા અને અમદાવાદના પૂર્વ મેયર પ્રફુલ્લ બારોટનું નિધન છે. પ્રફુલ્લ બારોટ બે દિવસ અગાઉ પોતાના ઘરની છત પર લપસી પડતા ઇજાગ્રસ્ત થયા હતા. જનસંઘના જુના કાર્યકર્તા તરીકે પ્રફુલ્લ બારોટ જાણીતા હતા. તેમના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું છે. અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના અવસાનથી દુઃખ અનુભવું છું. અમદાવાદના વિકાસ કાર્યોમાં તેઓનું યોગદાન સદાયે એમની યાદ અપાવતું રહેશે. મારી સાંત્વના આ શોકની ઘડીમાં પરિવાર અને શુભેચ્છકોની સાથે છે. ઓમ શાંતિ..!
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અમદાવાદના પૂર્વ મેયર શ્રી પ્રફુલભાઇ બારોટના નિધનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. અમદાવાદની વિકાસયાત્રામાં એમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને ચિર શાંતિ બક્ષે અને પરીવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના... ઓમ શાંતી...
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement