Ahmedabad News: અમદાવાદમાં AC કમ્પ્રેશરમાં બ્લાસ્ટ, એક યુવકનું ઘટનાસ્થળે જ મોત
Ahmedabad News: અજય યાદવ એર કન્ડીશનરના કમ્પ્રેશરમાં ગેસ રિફીલીંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો થયો હતો
Ahmedabad News: અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક હમમચાવનારી ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક સાંગ્રિલા મોલના એર કન્ડીશનરના કમ્પ્રેશરમાં ગેસ પુરતી વખતે બ્લાસ્ટ થયો હતો જેમાં અજય યાદવ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
અજય યાદવ એર કન્ડીશનરના કમ્પ્રેશરમાં ગેસ રિફીલીંગ કરી રહ્યો હતો ત્યારે અચાનક જોરદાર બ્લાસ્ટ થયો થયો હતો. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે અજય યાદવનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. આનંદનગર પોલીસે મૃતકના મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.
સમા સાવલી રોડ ખાતે અકસ્માત સર્જાયો છે. જેમાં ઝડપની મજા મોતની સજા સાબિત થઈ છે. સામે આવેલી વિગતો અનુસાર 20 વર્ષીય યુવાન પુરઝડપે મોપેડ ચલાવતો હતો. ઓવર સ્પીડના કરાણે યુવકે મોપેડ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જે બાદ ઓવર બ્રીજની રેલિંગમાં મોપેડ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો.મોપેડ પર બે યુવાનો સવાર હતા. આ અકસ્માતમાં મોપેડ સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આ અકસ્માતમી જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. તો બીજી તરફ અન્ય ઇજાગ્રસ્ત યુવકની સારવાર હાથ ધરાઈ છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
કડીમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં કડીના કોયડા ધરમપુર રોડ પર આ ઘટના બની હતી. બાઈક પર જઇ રહેલા યુવકને અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારી ફરાર થયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનુ સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનામાં બાવલું પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ભરતજી ઠાકોર નામનો યુવાન બાઇક લઈ જતો હતો ત્યારે આ ઘટના બની હતી.
બીજો અકસ્માત રાજકોટ-અમદાવાદ હાઈવે પર બન્યો છે. જ્યાં ટ્રેક અન કાર વ્ચચે અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ થરી છે. અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. મોરબીના માળિયાનાં હરીપર નજીક અકસ્માત થયો હતો. ડમ્પરે ત્રિપલ સવારી બાઈકને ઠોકર મારતાં બે નાં મોત, એક ને ઈજા થઈ હતી