શોધખોળ કરો

અંબાજી મંદિરમાં નકલી ઘી આપનારા નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કર્યો આપઘાત

Ahmedabad News: જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી છે અને તેમની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું. અંબાજી પ્રસાદ મામલે જતીન શાહની પોલીસે ધરપકડ પણ કરી હતી.

Jatin Shah Committs Suicide: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. નકલી ઘીનો મુદ્દો સામે આવતા સમગ્ર રાજ્યમાં વિવાદ ઉભો થઈ ગયો હતો. અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી અમદાવાદથી મોકલવામાં આવ્યું હતું. આ કેસમાં નકલી ઘી મોકલનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો છે.તેમણે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં આ પગલું ભર્યું હતું.

જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી છે અને તેમની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું. અંબાજી પ્રસાદ મામલે જતીન શાહની પોલીસે ધરપકડ પણ કરી હતી. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કેમ કર્યો તેની માહિતી સામે આવી નથી. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે, અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું. સંચાલકે દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી કરીને નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું.  જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

જેમાં ભેળસેળીયા ઘીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. મોહનથાળ માટે વપરાતા ઘીના તાર અમદાવાદના માધુપુરા સુધી પહોંચ્યા હતા. અંબાજી પોલીસે માધુપરામાં ગોડાઉન સીલ કર્યુ હતું. યાત્રાધામ અંબાજીમાં બનતા મોહનથાળના સેમ્પલ ફેલ થયા હતા. ઘીના સેમ્પલ ફેલ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે

1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી

IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?

કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?Hun To Bolish : હું તો બોલીશ : બજેટ કોને ફળ્યું, કોને નડ્યું?Gujarat Local Body Election: પાલિકાની ચૂંટણીને લઈ જેતપુર ભાજપમાં ભારે ભાજંગડIAS Transfer: રાજ્યના નવા મુખ્યસચિવ પંકજ જોશી આવ્યા બાદ IASની બદલી-બઢતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
12 લાખની આવક કરમુક્ત, તો 4-8 લાખ પર 5% ટેક્સ કેમ? જાણો આ ટેક્સની માયાજાળ શું છે
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
1 રૂપિયાનો પગાર વધારો પણ તમને 0 ટેક્સથી સીધા જ 15% સ્લેબ પર લાવી દેશે; જાણો ટેક્સની ગણતરી
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
IPL 2025માં વેચાયેલા ક્રિકેટરોને બજેટના બદલાયેલા નવા ટેક્સ નિયમોથી કેટલો લાભ થશે?
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
કેન્દ્રીય બજેટ 2025: સરકારે બજેટમાં અગ્નિવીરો માટે કરી મોટી જાહેરાત, જાણો શું થશે ફાયદો
Budget 2025 : TV, મોબાઈલ અને ઈલેક્ટ્રિક કાર સસ્તી, જાણો બજેટમાં કઈ પ્રોડક્ટ પર ઘટી કસ્ટમ ડ્યૂટી 

Union Budget 2025: કેન્સર દવા, મોબાઈલ ફોન, કપડા સસ્તા થયા, જાણો શું મોંઘુ થયું 

Budget 2025 : ખેડૂતો પર સરકાર મહેરબાન, પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજનાની બજેટમાં કરી જાહેરાત

Budget 2025 Highlights:12 લાખ રૂપિયાની આવક સુધી ટેક્સ નહીં, જાણો બજેટમાં કઇ કરાઇ મોટી જાહેરાતો?

Embed widget