PM Modi Visits Flower Show: પીએમ મોદીએ અમદાવાદ ફ્લાવર શોની લીધી મુલાકાત, જુઓ તસવીરો
Ahmedabad News: ફ્લાવર-શો 2024ને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ફ્લાવર-શો 2024 લૉંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરવામાં આવી છે.
PM Modi Visits Ahmedabad Flower Show 2024: વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન અને વિવિધ કાર્યક્રમોમાં દિવસભર વ્યસ્ત રહ્યા બાદ પીએમ મોદીએ દિલ્હી રવાના થતા પહેલા અમદાવાદ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર-શોને કારણે અમદાવાદ શહેર વિશ્વ સ્તરે ઝળકી ઉઠ્યું છે. ફ્લાવર-શો 2024ને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ફ્લાવર-શો 2024 લૉંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરવામાં આવી છે.
ફ્લાવર-શો 2024નું લૉંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર 221 મીટરનું છે જે ગત લાંબા સ્ટ્રક્ચર116.15 મીટર કરતા 5 મીટર જેટલું વધારે લાંબુ છે. એવું કેહવામાં આવી રહ્યું છે કે લૉંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરને કારણે અમદાવાદે ચીનનો રેકોર્ડ તોડ્યો છે.
અમદાવાદમાં યોજાઇ રહેલા ‘ફ્લાવર શો’ જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. છેલ્લા 11 દિવસમાં 7 લાખ 60 હજારથી વધુ મુલાકાતીઓ ફ્લાવર શોની મુલાકાત લઇ ચૂક્યા છે અને તેનાથી અંદાજે રૂપિયા 3 કરોડથી વધુની આવક થયેલી છે. ફ્લાવર શોનું સમાપન 15 જાન્યુઆરીના થશે. પરંતુ હાલમાં જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એ જોતાં તેને 26 જાન્યુઆરી સુધી લંબાવવા માટે પણ શહેરીજનોની માગણી થઇ રહી છે.
આ વર્ષે ફ્લાવર શોમાં સૂર્ય મંદિર, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, ચંદ્રયાન, કીર્તિ તોરણ સહિત 33 જેટલા સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે.. જેમાં GSLV MK3 રોકેટ પણ હશે. ફ્લાવર શો માટે 5.45 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ માટે બ્રસેલ્સ, સ્વિત્ઝર્લેન્ડ સહિતના દેશોમાં વિવિધ ફૂલો લાવવામાં આવ્યા છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi visits the Ahmedabad Flower Show, in the ongoing Vibrant Gujarat Global Summit. pic.twitter.com/xxJH4bqWaQ
— ANI (@ANI) January 10, 2024