અમદાવાદમાં રથયાત્રા નીકળશે કે નહીં: જાણો રૂપાણી સરકારે શું લીધો મોટો નિર્ણય?
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે રથાયાત્રાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રથાયાત્રા સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે.
ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે રથાયાત્રાને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રથાયાત્રા સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે. કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે રથયાત્રા નીકળશે. અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે સરકારની જાહેરાતને આવકારી હતી તેમજ સરકારનો આભાર માન્યો હતો.
પ્રદીપસિંહે જણાવ્યું હતું કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા લોકોની શ્રદ્ઘા આસ્થા જોડાયેલી છે. રાજ્યના ડીજીપી તમામ સાથે ચર્ચા કરી. સીએમ સમક્ષ કોર કમિટીમાં તમામ મુદ્દા અને પાસા મુકાયા હતા. ગત વર્ષે કોરોનાની મહામારીથી કોર્ટેના કહેવાથી આપણે રથયાત્રા કાઢી શક્યા નહોતા. આ વખતે રાજ્યમાં બીજી વેવ પછી સતત કોરોનાના કેસમાં ઘટાડો થતાં રીકવરી રેટ 98.54 ટકા પહોંચ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, અત્યારે 60 હજાર લોકોની ટેસ્ટિંગ પણ કરાય છે જેમાં પોઝિટીવીટી રેટ 1 ટકા છે. કોરોનાના કારણે કોઈ મૃત્યુ થયુ નહોતુ. અમદાવાદમાં 13 કેસ છે રીકવરી રેટ વધુ છે. તમામ સ્થિતિનો અભ્યાસ કરીને મુદ્દાના આધારે માર્ગદર્શક સુચનાઓ કોવિડ પોટોકોલની જાળવણી સાથે રથયાત્રા નિકળે જેથી કોરોનાનો વ્યાપ ન વધે. ગાઈડલાઈન ચુસ્ત બંદોબસ્ત સાથે રથયાત્રા નીકળશે. પ્રસાદ વિતરણ પર પ્રતિબંધ છે. રથયાત્રા પસાર નિકળશે ત્યાંથી રૂટ પર કરફ્યુ લાગશે.
તેમણે ઉમેર્યું હતું કે, રથયાત્રા મંદિરથી નિકળી નિજ મંદિર પરત આવે ત્યાર સુધી કરફ્યુનો અમલ રહશે. ઐતિહાસિક રથયાત્રામાં ગૃહમંત્રી અમિત શાહ મંગળા આરતીમાં ઉપસ્થિત રહશે. રથ પ્રસ્થાન પહિંદવિધી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં મર્યાદિત લોકોની હાજરીમાં પ્રસ્થાન થશે. રાજ્ય સરકાર આગોતરૂ આયોજન કરી રહ્યુ છે. રસ્તામાં આવતા કોરોના કે અન્યભાગમાં લોકોને વિનંતી કરૂ છુ સમગ્ર રથયાત્રા દુરદર્શન દ્વારા લાઈવ કવરેજ કરાશે.
તેમણે જણાવ્યું હતું કે, સમુહ ભોજનનું આયોજન પણ નહીં થાય. કોઈ એ રોડ પર આવી ને દર્શન કરી શકશે નહીં. લાઈવ કવરેજ નિહાળવા જ લોકોને અનુરોધ છે. 5 જેટલા જ વાહનો યાત્રામાં રહેશે. ખલાસીઓનાં 48 કલાક પહેલા કોરોનાં ટેસ્ટ થશે. રથ ઉપર પણ પૂજારી જ હાજર રહી શકશે. ફેસ કવર માસ્ક નું પાલન કરવાનું રહેશે. ગજરાજ અખાડાઓ ભજન મંડળી ને પરવાનગી નથી. રથયાત્રા પહેલા સીએમ મંદીર જઇ ને સાંજે આરતી કરશે. રથયાત્રા નાં રૂટ પર નાં 7 પોલીસ સ્ટેશન વિસ્તાર મા કરફ્યૂ રહેશે. પુર્વ અને પશ્ચિમ બન્ને વચ્ચેનાં બ્રિજ પર વાહન વ્યવહાર નિયંત્રિત કરાશે. સરસપૂરમા ભોજન આયોજન નહીં થઈ શકે. 4 કલાકમાં રથયાત્રા પુર્ણ થશે.