શોધખોળ કરો
Advertisement
અમદાવાદ આગકાંડઃ 'અમે ગુંગળામણથી મરી જઈશું સાહેબ ગુંગળામણમાં', કોરોનાના દર્દીની ઓડિયો ક્લિપ વાયરલ
આગના ધૂમાડાથી ગુંગળાતા લોકો ફાયર અધિકારી પાસે મદદ માટે આજીજી કરતા રહ્યા. મોત સામે ઝઝૂમતા લોકોને ફાયર અધિકારી ફોન પર શાંતિ રાખવાની સલાહ દેતા સંભળાયા.
અમદાવાદઃ અમદાવાદ આગકાંડની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. શ્રેય હોસ્પિટલના દર્દી અને ફાયર અધિકારી વચ્ચેની વાતચીતને ઓડિયો વાયરલ થયો છે. ઓડિયો ક્લિપમાં દર્દીઓ બચાવો બચાવોની બૂમો પાડી રહ્યા છે. જોકે, ફાયર કોલ નોંધવામાં ફાયરબ્રિગેડે બે મીનિટનો સમય બગાડ્યો છે. એક તરફ લોકો ભૂંજાતા રહ્યા અને ફાયર અધિકારી એડ્રેસ પૂછતા રહ્યા. આગના ધૂમાડાથી ગુંગળાતા લોકો ફાયર અધિકારી પાસે મદદ માટે આજીજી કરતા રહ્યા. મોત સામે ઝઝૂમતા લોકોને ફાયર અધિકારી ફોન પર શાંતિ રાખવાની સલાહ દેતા સંભળાયા. નોંધનીય છે કે, આ ઘટનામાં 8 લોકોના દુઃખદ મોત થયા છે.
આ ઓડિયો ક્લિપમાં દર્દી ભાવિન શાહ અને ફાયર અધિકારી વચ્ચે વાતચીત થાય છે.
ભાવિન શાહ, દર્દી કોવિડ
દર્દીઃ અરે આવો પપ્પા બચાવો
હેલ્લો
શ્રેય હોસ્પિટલ
અરે આવો
પપ્પા બચાવો
ફાયર અધિકારીઃ પરેશ કુમાર બહાર જાઓ
દર્દીઃ હેલ્લો, શ્રેય હોસ્પિટલ નવરંગપુરા પંજાબી હોલની પાછળ જોરદાર આગ લાગેલી છે. અમે 411 નંબરના રૂમમાં ફસાયેલા છીએ. શોર્ટ સર્કીટ થયેલો છે. અમે કોવિડના પેશન્ટ છીએ બધા.
ફાયર અધિકારીઃ કઈ જગ્યાએ બોલો ?...શાંતિથી મને એડ્રેસ લખાવો
દર્દીઃ શ્રેય હોસ્પિટલ નવરંગપુરા મ્યુનિસિપલ બસ સ્ટેન્ડની પાછળ પંજાબી હોલની બાજુમાં શોર્ટ સર્કીટ થયું છે
ફાયર અધિકારીઃ અરે શાંતિથી મને વાત કરો શાંતિથી...
દર્દીઃ અમે ગુંગળામણથી મરી જઈશું સાહેબ ગુંગળામણમાં
ફાયર અધિકારીઃ હેલ્લો, શ્રેય હોસ્પિટલ નવરંગપુરા ?
દર્દીઃ હાં, નવરંગપુરા બસ સ્ટેન્ડની પાછળ, પંજાબી હોલની ગલીની બાજુમાં
દર્દીઃ ત્યાં ફાયર થયું છે, શોર્ટ સર્કીટ થયું છે, આખી હોસ્પિટલમાં આગ લાગી, તમે ફટાફટ કરો યાર મરી જઈશું બધા.
ફાયર અધિકારીઃ હેલ્લો કોન્ટેક્ટ નંબર
દર્દીઃ મારો કોન્ટેક્ટ નંબર છે 9879503434 હું અહીંયા પેશન્ટ છું ભાવિન શાહ
ફાયર અધિકારીઃ અરે ભાઈ તમે શાંતિથી લખાવશો કે ટાઈમ વેસ્ટ કરશો?
દર્દીઃ 9879503434
ફાયર અધિકારીઃ શું નામ છે આપનું ?
દર્દીઃ ભાવિન શાહ, અમે નીચે ઉતરીએ છીએ સીડીથી
જવાય છે?
ફાયર અધિકારીઃ આગ લાગી છે બરાબર?
દર્દીઃ હાં હાં, ફટાફટ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement