શોધખોળ કરો

અમદાવાદના ઓઢવમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્યાં એક શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  27 વર્ષીય સુબ્રતો પાલ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો.

અમદાવાદ: અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જ્યાં એક શિક્ષકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.  27 વર્ષીય સુબ્રતો પાલ એક ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો.  વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો પરિવારજનો આરોપ લગાવી રહ્યા છે. પોલીસે સુસાઈડ નોટના આધારે 3 શખ્શો સામે ફરિયાદ નોંધી છે. 

જો કે, તપાસમાં એ પણ ખુલ્યું છે કે, મૃતકના મોટાભાઈએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે 5 લાખ રૂપિયા લીધા હતા.  જેમાં જે ફાયદો થાય તેના 50 ટકા ભાગ ત્રણ લોકોને આપવાનું નક્કી કર્યું હતું. જો કે  ધાર્યા પ્રમાણે તેમાં ફાયદો ન થતાં મૃતકનો મોટોભાઈ રકમ પરત આપી શક્યો નહોતો.  એક અઠવાડિયા પહેલાં મોટાભાઈએ પણ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સમયસર સારવાર મળતા તેને બચાવી લેવાયો હતો. એવામાં હવે તેના શિક્ષક ભાઈએ આત્મહત્યા કરી લીધી છે. મૃતકને તો પૈસાની લેવડદેવડ બાબતે કઈપણ લેવાદેવા નહોતું. પોલીસને જે સુસાઈડ નોટ મળી છે તેને જોતા પોલીસને આશંકા છે કે શિક્ષકના અક્ષર આવા ન હોઈ શકે.

ઓઢવમા ગોકુલનગર સોસાયટીમાં રહેતા અને શિક્ષક સુબ્રતો પાલે આજે વહેલી સવારે  ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો .સુબ્રતો તેમના મોટા ભાઈ શુભાંકર પાલ સાથે રહેતો હતો. સુબ્રતોએ આપઘાત પહેલાં હિન્દીમાં સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉલ્લેખ કર્યો છે કે ત્રણ વ્યાજખોર સામે પોલીસ અમારી ફરિયાદ લેતી નથી. જેના કારણે હેરાન થયો હતો, જેથી હું આપઘાત કરું છું. કદાચ મારા મોત બાદ મારા પરિવારને ન્યાય મળી શકે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે.   હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર, સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં માવઠું પડશે.  

કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે

આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં પણ સર્ક્યુલેશન સક્રિય થશે. જેને લઈ ગુજરાતમાં વરસાદ વરસશે. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, 4 જૂને કેરલમાં ચોમાસું બેસશે.  જો કે, હવે કહેવું છે કે, કેરલમાં ચોમાસું બેસવામાં વિલંબ થશે. હાલ તો હવામાન વિભાગ ચોમાસાને લઈ નિરીક્ષણ કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસા અંગે જાહેરાત કરશે. 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ યથાવત છે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છે.  આ માહોલ હજુ પણ યથાવત રહે તેવી પુરેપુરી શક્યતા છે.  હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, તે પ્રમાણે હજુ પણ રાજ્યમાં વરસાદ વરસી શકે છે અને કેટલાક સ્થળો પર ગરમી અને ઉકળાટની અસર પણ વર્તાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે  ગુજરાતમાં વરસાદી માહોલ વધુ જામ્યો છે કેમ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લૉનિક સર્ક્યૂલેશનથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે. આ બન્ને સિસ્ટમની અસર અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ રઝળ્યા રત્નકલાકાર?Hun To Bolish : હું તો બોલીશ : કયા કારણે લાંબી લાઈન?Surat News: સુરતમાં સરેઆમ દીકરીઓની છેડતી કરનાર નરાધમની ધરપકડHarsh Sanghavi: ગુજરાતમાં ગૌહત્યાના આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં સરકાર કટિબદ્ધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
દિલ્હીમાં ઠંડીનો 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, આગામી બે દિવસ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું 
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
EPFO Scheme: ATM માંથી નિકળશે PF ના પૈસા, સરકારે જણાવ્યું ક્યારે મળશે આ સુવિધા
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
ચેમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં નવો વળાંક, ODIને બદલે T20 ફોર્મેટમાં થઈ શકે છે  ટૂર્નામેન્ટ  
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
IND vs AUS: ગાબા ટેસ્ટ નહીં રમે જસપ્રીત બુમરાહ ? ઓસ્ટ્રેલિયાના આ બોલરે કર્યો મોટો દાવો 
Embed widget