શોધખોળ કરો

Ahemdabad: શિક્ષકોને   રેશનિંગની દુકાને અનાજ વિતરણ કરવા આદેશ,  જાણો કોણે કર્યો વિરોધ ?

રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગેનો સર્વે, કોરોનામાં લક્ષણ અંગેનો સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી.

અમદાવાદ :  રાજ્યમાં કોરોના વાયરસના કહેર વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને સતત અલગ-અલગ કામગીરી સોંપવામાં આવી રહી છે. જેમાં કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન અંગેનો સર્વે, કોરોનામાં લક્ષણ અંગેનો સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવી હતી. હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ કરવામાં આવતા શિક્ષક સંધ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ સ્કુલ બોર્ડનાં શિક્ષકોને કોરોના કાળમાં અલગ અલગ ડ્યુટી સોંપવા મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે વધારે એક આદેશ અપાયા બાદ વિવાદ વકર્યો છે. મ્યુનિસિપલ શાળાઓમાં મધ્યાન ભોજન બંધ છે.  વિદ્યાર્થીઓ માટે અનાજની કુપન તૈયાર કરવામાં આવી છે. કુપન પ્રમાણે નક્કી કરેલી અનાજની દુકાનો પરથી વિદ્યાર્થીના વાલીઓને અનાજ આપવાનું રહેશે. 

નગર પ્રાથમિક શિક્ષણ સમિતીનાં પરિપત્રનો મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનાં શિક્ષક મંડળે વિરોધ કર્યો છે. હાલ વેકેશન ચાલી રહ્યુ છે. જેથી હાલ પુરતું અનાજ વિતરણની કામગીરી બંધ રાખવામાં આવે અને શાળાઓ શરૂ થાય ત્યારે અનાજ વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી છે. હાલ શિક્ષકો અન્ય કામગીરી પણ કરી રહ્યા છે તેવામાં હવે અન્ય કામગીરી સોંપવામાં ન આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. 

ગુજરાતમાં કોરોનાના કેસ (Gujarat Corona Cases) ભલે છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા હોય પરંતુ તેમ છતાં અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ ચિંતાજનક છે.  અમદાવાદ જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨ લાખને પાર થઇ ગયો છે. શનિવારે ૩,૪૪૨ કેસ સાથે અમદાવાદમાં કુલ કેસ હવે ૨,૦૦,૯૨૦ છે. આમ, અમદાવાદમાં પ્રતિ ૧૦ લાખની વસતી સરેરાશ ૨૭,૮૭૩ વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે.

અમદાવાદમાં કયારે નોંધાયો હતો પ્રથમ કેસ

અમદાવાદમાં કોરોનાનો પ્રથમ કેસ ગત વર્ષે ૧૮ માર્ચના નોંધાયો હતો. આ પછી પ્રથમ ૧ લાખ કેસ આ વર્ષે ૧૮ એપ્રિલના પૂરા થયા હતા. આમ, છેલ્લા માત્ર ૨૦ દિવસમાં નવા ૧ લાખ ઉમેરાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી ૮ મે સુધી અમદાવાદમાં કોરોનાના કુલ ૧,૪૩,૧૧૧ નવા કેસ નોંધાયા છે જ્યારે ૮૩૮ના મૃત્યુ થયા છે. આ સમયગાળામાં અમદાવાદમાંથી ૮૩,૩૯૧ વ્યક્તિ કોરોનાથી સાજી થઇ ચૂકી છે. અમદાવાદમાં ૨૨ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો હતો અને દરરોજના ૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા હતા.

હાલ અમદાવાદમાં કેટલા છે એક્ટિવ કેસ

જોકે, ૫ મેથી અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસના ૩૦% માત્ર અમદાવાદમાંથી છે. હાલ અમદાવાદમાં ૬૧,૯૫૬ એક્ટિવ કેસ છે. ગુજરાતમાં કુલ એક્ટિવ કેસના ૪૩.૨૦% માત્ર અમદાવાદ ધરાવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget