Accident: અમદાવાદમાં વધુ એક અકસ્માત, સી જી રોડ પર ફોર્ચ્યુનર ચાલકે અલ્ટો કારને ટક્કર મારતાં એક ઘાયલ
Ahmedabad News: અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો હતો. જોકે કોઈ જાનહાનિ થઈ નથી.
Ahmedabad: અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો નથી અટકી રહ્યો. શહેરના સી જી રોડ પર લાલ બંગલા પાસે અકસ્માત સર્જાયો હતો. ચાર રસ્તા પર ટર્ન લેતી અલ્ટો કારને ફોર્ચ્યુનર ચાલકે ટક્કર મારી હતી. જેમાં અલ્ટો કાર ચાલક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માત બાદ નંબર પ્લેટ કાઢીને ગાડીમાં મૂકી દેવામાં આવી હતી. કારચાલક સગીર હોવાનો અકસ્માત સર્જનાર વ્યક્તિના મિત્રનો દાવો કર્યો હતો. ઘટનામાં ઇજાગ્રસ્ત વ્યક્તિનું નામ વિવેક દેસાઈ છે અને તેઓ અલ્ટો ચલાવતા હતા.
અમદાવાદ ઈસ્કોનબ્રિજ અકસ્માત કેસ બાદ પોલીસ એક્શનમાં આવી છે. દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનું ચેકિંગ શરૂ છે. ઈસ્કોન બ્રિજ નીચે પોલીસની ડ્રાઈવમાં દારૂ ઝડપાયો હતો. કારમાં સવાર મહિલા, પુરૂષ પાસેથી દારૂની બોટલ ઝડપાઈ હતી.
થોડા દિવસ પહેલા શહેરના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત જોવા માટે ઉભેલા લોકોને તથ્ય પટેલે જેગુઆર કારથી કચડીને 9 લોકોનો ભોગ લીધો હતો. જેમાં ત્રણ પોલીસકર્મીઓના પણ મોત નિપજ્યાં હતા. આ કેસમાં એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં. 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી. ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારને પુરઝડપે હંકારીને નવ લોકોના મોત નીપજાવવાના કેસમાં પોલીસ આજે તથ્ય પટેલ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કોર્ટે આઇપીસીની કલમ 308 ઉમેરવાની મંજુરી આપતા કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. એફએસએલ અને જેગુઆર કાર સહિતના મહત્વના રિપોર્ટ પણ ચાર્જશીટમાં સામેલ કર્યા છે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ હતી.
અકસ્માત બાદ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલ કોઈની સાથે વાત કરી રહ્યા છે. જો કે આ ઓડિયો ક્લિપ કયારની છે તે જાણી શકાયુ નથી. પરંતુ આ ઓડિયો ક્લિપમાં પ્રજ્ઞેશ તેના દીકરાની ભૂલ સ્વીકારવાના બદલે 19 - 20 વર્ષના છોકરાઓથી આવુ કોક વાર થઈ જાય, તેનું ટેન્શન નહીં લેવાનું, તેને આખી જિંદગી કઈ નહીં થાય, પણ એને માપમાં રાખવાના, એ મારી રીતે રાખી લઈશ. ટેન્શન ના કરીશ. તેવી વાત કરી રહ્યો છે.
આ પણ વાંચોઃ
Friendship Day 2023 : ફ્રેન્ડશિપ ડે પર મિત્રોને આપો આ 5 અનોખી ગિફ્ટ, ખુશીઓથી ભરાઈ જશે તેમનું જીવન