શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં કઈ તારીખથી બદલાશે વાતાવરણ? હવામાન વિભાગે બીજી શું કરી આગાહી? જાણો વિગત
આગામી 24 કલાક ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યા બાદ ગુરુવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરી સાથે કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદઃ આગામી 24 કલાક ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહ્યા બાદ ગુરુવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરી સાથે કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની વકી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગરમ પવનોની અસરોથી અમદાવાદમાં ગરમીનો પારો 42.0 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું.
એટલે કે છેલ્લાં બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો દોઢ ડિગ્રી અને લઘુતમ તાપમાન 1 ડિગ્રી વધ્યું હતું. આગામી 24 કલાક અમદાવાદમાં ગરમીનો પારો 41થી 42 ડિગ્રી વચ્ચે રહ્યાં બાદ ગરમીમાં ઘટાડો થશે તેવી સંભાવના છે.
બુધવાર મોડી રાત કે ગુરુવારથી વાતાવરણમાં પલટો આવશે. 9થી 12 મે દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂળની ડમરી સાથે કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંથી હળવા વરસાદની સંભાવના છે. અમદાવાદ સહિત 8 શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર કરી ગયો હતો. રાજ્યમાં અમદાવાદ અને અમરેલી 42.0 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યાં હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
Advertisement