Ahmedabad: અમદાવાદમાં ડેપ્યુટી કમિશનર પર જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં કરવામાં આવી ભરતી
અમદાવાદ: શહેરમાં મોડી સાજે ડેપ્યુટી કમિશનર પર હુમલાની ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર AMCના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર ઉપર હુમલાની ઘટના બની છે.
અમદાવાદ: શહેરમાં મોડી સાજે ડેપ્યુટી કમિશનર પર હુમલાની ઘટના સામે આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર AMCના મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર ઉપર હુમલાની ઘટના બની છે. સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં દબાણ દૂર કરવા જતાં સમયે કેટલાક તત્વો દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મધ્યઝોનના ડેપ્યુટી કમિશનર રમ્ય ભટ્ટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હાલમાં રમ્ય ભટ્ટને SVP હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ડેપ્યુટી કમિશનર પર થયેલા હુમલાને કારણે વાતાવરણ તંગ થઈ ગયું છે.
રાજ્યમાં લવ જેહાદના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. જેને લઈને ફરિયાદો પણ કરવામાં આવી છે.તમને જણાની દઈએ કે, રાજ્ય સરકાર દ્વારા લવ જેહાદ અંગે કાયદો પણ લાવવામાં આવ્યો છે. હવે આજે ફરી લવ જેહાદ અને અપહરણના કિસ્સામાં મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદના કાલુપુરથી મુસ્લિમ યુવકની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મુસ્લિમ યુવકના કબ્જામાંથી 14 વર્ષીય કિશોરીને પણ મુક્ત કરાવાઈ છે. આરોપીને કાલુપુરથી સુરત લઈ જવામાં આવ્યો હતો અને જ્યાં વેસુ પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપીનું નામ મુસીબ છે. તો બીજી તરફ સામે આવેલી વિગતો અનુસાર મુસિબ ઈન્સ્ટા આઈડી પર કટ્ટર મુસ્લિમ નામ ધરાવે છે.
સુરત શહેરના પોષ વિસ્તાર એવા વેસુમાં લવ જેહાદની ઘટના ઘટતા ચકચાર મચી જવા પામી છે. વેપારીની 14 વર્ષીય કિશોરીને સોશિયલ મીડિયાથી પ્રેમજાળમાં ફસાવી મહારાષ્ટ્રના મુસ્લિમ યુવકે અપહરણ કર્યુ હતું. વિધર્મી યુવકે 14 વર્ષની કિશોરીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં સુરત આવી કિશોરીને મુંબઈથી અજમેર ભગાડી ગયો હતો.
જે બાદ વેસુ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. આરોપીએ સુરતના વેસુ વિસ્તારમાં આવેલ સ્કાય હોટલમાં રોકાઈ કિશોરીનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપી મુસીબ ગેરેજમાં કામ કરે છે. આરોપી મુસીબ અને કિશોરીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આરોપી કિશોરીને સુરતથી મુંબઈ ત્યારબાદ અજમેરમાં લઈ ગયો હતો જ્યાં મુસાફિર ખાનામાં બન્ને રોકાયા હતા.
રાજ્યમાં સતત વધી રહેલા લવ જેહાદના કિસ્સાઓ મુદ્દે હવે સરકાર એક્શનમાં આવી છે. થોડાક દિવસો પહેલા નવાસારી જિલ્લાના ખેરગામમાં એક લવ જેહાદની ઘટના સામે આવી હતી, આ પછી પોલીસે લવ જેહાદના ગુનેગાર આરોપીનું ગામમાં સરઘસ કાઢ્યુ હતુ. હવે લવ જેહાદની ઘટના મુદ્દે ગુજરાત સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે. હર્ષ સંઘવીએ લવ જેહાદ મામલે ચેતાવતી આપતું ખાસ નિવેદન આપ્યુ છે. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં એક જાહેરસભામાં વિદ્યર્મીઓ અને લવજેહાદ મુદ્દે ખાસ ચેતાવણી આપી અને હૂંકાર કર્યો કે, આરોપીઓને છોડવામાં નહીં આવે, કડક કાર્યવાહી કરવામાં આવશે.