CNGના ભાવમાં વધારો કરાતા વિરોધ, 18 તારીખે બે લાખ રીક્ષાના પૈડા થંભી જશે
CNGના ભાવમાં વધારો કરાતા તેના વિરોધમાં રિક્ષાચાલકો ફરી હડતાળ કરશે
ગાંધીનગરઃ CNGના ભાવમાં વધારો કરાતા તેના વિરોધમાં રિક્ષાચાલકો ફરી હડતાળ કરશે. સીએનજીના ભાવવધારાના વિરોધમાં રિક્ષા ચાલકો 18 એપ્રિલના રોજ એક દિવસની પ્રતિક હડતાળ કરશે. CNGના ભાવમાં ઘટાડો અને સબસીડીની માંગ સાથે એક દિવસની પ્રતિક હડતાળ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અંદાજીત બે લાખ રિક્ષા ચાલકો હડતાળમાં જોડાશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. આ અગાઉ પણ ભાવ વધારાના વિરોધમાં રિક્ષા ચાલકો હડતાળ કરી ચૂક્યા છે. ત્યારે હવે ફરી એકવાર ભાવ વધારો થતા રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે. હાલ CNGનો ભાવ 81.59 રૂપિયા છે.
ગુજરાતમાં CNGના ભાવ વધતાં રીક્ષા ભાડું વધારવા અપીલ
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલની સાથે સીએનજીના ભાવ પણ વધતાં હવે રીક્ષા ચાલકોની હાલત કફોડી બની છે, ત્યારે રીક્ષાનું મિનિમમ ભાડું 30 રૂપિયા અને રનીંગ ભાડુ 15 રૂપિયા કરવાની અપીલ કરવામાં આવી છે. ત્યારે હવે રીક્ષામાં લોકોને મુસાફરી કરવી મોંઘી પડશે. ઓટો રીક્ષા વેલફેર કારોબારી અને રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે, સીએનજીના ભાવ વધતા રીક્ષા ચાલકોની હાલતની કફોડી બની છે.
CNGના ભાવમાં વધારો થતા રિક્ષા ચાલકો ફરી હડતાળ કરશે. 18 એપ્રિલના રોજ એક દિવસ કરશે પ્રતિક હડતાળ. CNGના ભાવમાં ઘટાડો અને સબસીડીની માંગ સાથે એક દિવસની પ્રતિક હડતાળ. અંદાજે 2 લાખ રિક્ષા ચાલકો જોડાશે હડતાળમાં. અગાઉ પણ રિક્ષા ચાલકો કરી ચૂક્યા છે હડતાળ. હાલ CNG નો ભાવ 81.59 રૂપીયા.
તેમણે મિનીમમ ભાડુ ૩૦ રૂપિયા કરવા આને રનીંગ ભાડુ ૧૫ રૂપિયા કરવા અપીલ કરી છે. અગાઉ સીએમ, પીએમ, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને પત્ર લખી રજૂઆત કરી ચુક્યા છે. હાલ રીક્ષા ચાલકો જાતે જ ૩૦ રૂપિયા ભાડુ ગ્રાહકો પાસે આજીજી કરી માગી રહ્યા છે. પહેલા ૨૦૦ રૂપિયામાં ગેસની ટાંકી ફુલ થતી હવે ૫૦૦ રૂપિયામાં ટાંકી ફુલ થાય છે. કમાણી ઓછી થતા ધરનું બજેટ પણ ખોરવાયું છે.
સબસિડી આપવા, ગેસમાં ટેક્સ ઘટાડો કરવા અથવા ફ્યુલને જીએસટીમાં સમાવેશ કરવા રીક્ષા ચાલકોની માગ છે. ગ્રાહકો પણ ૩૦ રૂપિયા ભાડુ સાંભળીને રીક્ષામા બેસવાનું ટાળે છે. પુરતા ભાડા ન નળતા ધંધો પણ નથી થતો. હાલ સરકાર દ્વારા નક્કિ કરેલુ મિનિમમ ભાડુ ૧૮ રૂપિયા અને રનીંગ ભાડુ ૧૩ રૂપિયા છે.