Bhagavad Gita : ભગવદ્દ ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કરવાના વિરોધમાં હાઇકોર્ટમાં અરજી, જાણો શું કહ્યું હાઇકોર્ટે
Gujarat High Court : અરજદારે દાવો કર્યો છે કે ગુજરાત સરકારનો આ નિર્ણય નેશનલ એજ્યુકેશન પોલિસીથી વિપરીત છે.
Ahmedabad : ભારતીય સંસ્કૃતિના મહાન ગ્રંથ શ્રીમદ્દ ભગવદ્દ ગીતાને શાળા-શિક્ષણમાં અભ્યાસક્રમમાં સમાવવાના ગુજરાત સરકારના નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજદારે દાવો કર્યો છે કે ગુજરાત સરકારનો આ નિર્ણય નેશનલ એજ્યુકેશન પોલિસીથી વિપરીત છે. અરજદારની રજૂઆત છે કે વિદ્યાર્થીઓ માટેનું શિક્ષણ સર્વગ્રાહી હોવું જોઈએ. કોઈ ચોક્કસ ધર્મના આધારિત શિક્ષણ બાળકો પર થોપવું યોગ્ય નથી. હાઇકોર્ટે આ મામલે ગુજરાત સરકાર, રાજ્યના શિક્ષણ વિભાગ સહિતના પક્ષકારોને નોટિસ જાહેર કરી આ અંગે ખુલાસો માંગ્યો છે.
ગત 17 માર્ચે સરકારે કરી હતી જાહેરાત
ગુજરાત સરકારે આ વર્ષે 17 માર્ચે જાહેરાત કરી હતી કે, હવે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવા પ્રાથમિક શાળાથી જ ભગવદ્દ ગીતાના પાઠ ભણાવવામાં આવશે. હવે રાજયના શિક્ષણ વિભાગે આ અંગે પરીપત્ર બહાર પાડ્યો હતો.
નોંધનિય છે કે, નવી રાષ્ટ્રીયશિક્ષણ નિતિ અનુસાર શ્રીમદ ભગવદ્દ ગીતાના સિધ્ધાંતો અને મુલ્યોના પરીચય કરાવતા અભ્યાસક્રમ ભણાવાશે. વર્ષ 2022-23થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પ્રણાલીનો સમાવેશ કરાશે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર પ્રથમ તબક્કામાં ધોરણ 6 થી 12માં શ્રીમદ ભગવદ્દ ગીતામા સમાવીષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરીચય કરાવાનો રહેશે.
ધો 6 થી 8માં પાઠયપુસ્તકમાં વાર્તા, પઠન, પાઠન સ્વરૂપે આપવામાં આવશે, જેનુ મૂલ્યાંકન પણ કરવામાં આવશે.
આ ઉપરાંત ધોરણ 9 થી 12 માં શ્રીમદ ભગવદ્દ ગીતાનો પરિચય પ્રથમ ભાષાના પાઠયપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન સ્વરૂપે આપવામાં આવશે. આપણા વિદ્ધાનો પણ કહે છે ભગવદ્ ગીતામાં તમામ પ્રશ્નોનું સોલ્યુશન છે. ભગવદ્દ ગીતા દરેક માનવીની પથ દર્શક છે.
ભગવદ્દ ગીતાના સિદ્ધાંતો માટેની તૈયારીઓ નવી શિક્ષણ નીતિમાં સામેલ કરવામાં આવી છે. ભગવદ્દ ગીતાનો પરિચય અભ્યાસક્રમમાં દાખલ કરવમાં આવશે તેવી માહિતી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આપી હતી. ભગવદ્દ ગીતા અલગ અલગ ભાગો ભણાવવામાં આવશે. જેમા ભગવત ગીતાના શ્લોકો, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા પણ યોજવામાં આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI