Ahmedabad Metro : PM નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને આપી લીલી ઝંડી, લોકો ક્યારથી બેસી શકશે?
વડાપ્રધાન મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે.

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દુર્દર્શન મેટ્રો સ્ટેશન ખાતેથી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે
આ પહેલા ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ ત્યાંથી તેઓ મેટ્રો ટ્રેન પ્રસ્થાન કરાવવા પહોંચ્યા હતા.
Gujarat | PM Narendra Modi travels onboard Vande Bharat Express train from Gandhinagar to Ahmedabad
— ANI (@ANI) September 30, 2022
People from different walks of life, including those from the Railways family, women entrepreneurs and youngsters are his co-passengers on this journey, says PMO. pic.twitter.com/9Ccf2oYQBy
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. સવારે સાડા દસ વાગ્યે વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ PM મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી પણ કરશે. દેશમાં વિકસિત કરવામાં આવેલ ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ એટલે કે KAVACH ટેક્નિકથી સજજ પહેલી ટ્રેન શૂન્યથી 100 કિ.મી સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરશે.
આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શરૂ થનારી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત KAVACH ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2022ના બજેટમાં બે હજાર કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના વિશેની જાહેરાત કરી હતી. રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સત્તાવાર શેડ્યુલની જાહેરાત કરાઇ છે.
Railway Station Alert Wakeup Alarm Service: ભારતીય રેલ્વે તેના મુસાફરોની નાની નાની સમસ્યાઓના નિરાકરણ માટે તમામ પ્રયાસો કરતી રહે છે. આ વખતે રેલવેએ મુસાફરોની સારી મુસાફરી માટે એક મોટી સેવા શરૂ કરી છે. આ સેવાના આગમન સાથે, હવે તમારી રાત્રિની મુસાફરીમાં ટ્રેનમાં સ્ટેશન મિસ થવાની ચિંતા સમાપ્ત થઈ જશે. તમે ટ્રેનમાં આરામથી સૂઈ શકો છો. સ્ટેશન પર તમારા આગમનની 20 મિનિટ પહેલાં રેલવે તમને જગાડશે. આ સાથે તમે તમારું સ્ટેશન ચૂકશો નહીં અને તમે આરામથી તમારી ઊંઘ પૂરી કરી શકશો.
ઘણી વખત લોકો ટ્રેનમાં ઊંઘી જાય છે, જેના કારણે તેઓ તેમનું સ્ટેશન ચૂકી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ રાત્રિ દરમિયાન થાય છે. રેલવેએ ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સેવા શરૂ કરી છે.
માત્ર 3 રૂપિયામાં એલર્ટ મળશે
આ સુવિધા મુસાફરોને રાત્રે 11.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ માટે રેલવે તરફથી માત્ર 3 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જો તમે આ સેવા લો છો, તો તમારા સ્ટેશનની 20 મિનિટ પહેલા તમારા ફોન પર ચેતવણી મોકલવામાં આવશે. (Railway Station Alert Wakeup Alarm Service) જેથી કરીને તમે તમારો સામાન વગેરે યોગ્ય રીતે રાખી શકો અને સ્ટેશન પર પહોંચતા જ ટ્રેનમાંથી ઉતરી શકો.
આ રીતે ઉપયોગ કરો
ભારતીય રેલ્વેએ આ સુવિધા પૂછપરછ સેવા નંબર 139 પર શરૂ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પૂછપરછ સિસ્ટમ નંબર 139 પર એલર્ટ સુવિધા માટે પૂછી શકે છે.
આ સ્ટેપને અનુસરો
સૌથી પહેલા તમારે IRCTC હેલ્પલાઈન 139 પર કોલ કરવો જોઈએ.
જ્યારે ડેસ્ટિનેશન એલર્ટ સર્વિસ શરૂ કરવા માટે કૉલ આવે ત્યારે તમારી ભાષા પસંદ કરો.
ગંતવ્ય ચેતવણી માટે, પહેલા નંબર 7 અને પછી નંબર 2 દબાવો.
આ પછી, યાત્રી પાસેથી 10-અંકનો PNR નંબર પૂછવામાં આવશે.
PNR દાખલ કર્યા પછી, પુષ્ટિ કરવા માટે 1 ડાયલ કરો.
આ પ્રક્રિયા પછી, સિસ્ટમ PNR નંબરની ચકાસણી કરો અને વેકઅપ એલર્ટ ફીડ કરો.
તેનો કન્ફર્મેશન એસએમએસ પેસેન્જરના મોબાઈલ પર પ્રાપ્ત થશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
